Rathyatra 2022 : જાણો .. રથયાત્રાનું પ્રથમ આમંત્રણ ગજરાજ ‘સરજુ પ્રસાદ’ ની સમાધિએ કેમ અપાય છે

અમદાવાદમાં વર્ષ-1985 માં કોમી તોફાનના કપરા સમયે રથયાત્રાની(Rathyatra) બધી જ તૈયારીઓ નિજ મંદિર ખાતેથી થઇ ગઇ હતી. પરંતુ રથયાત્રાને બહાર કોણ કાઢે તે પ્રશ્ન હતો. તે સમયે આ ‘સરજુપ્રસાદ’ નામના ગજરાજે પોતાની સૂંઢથી ભગવાનનાં રથને ખેંચીને છેક નિજ મંદિરનાં દ્વારથી બહાર કાઢ્યો હતો

Rathyatra 2022 : જાણો .. રથયાત્રાનું પ્રથમ આમંત્રણ ગજરાજ 'સરજુ પ્રસાદ' ની સમાધિએ કેમ અપાય છે
Ahmedabad Rathyatra ElephantImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 5:29 PM

અમદાવાદમાં(Ahmedabad)  ભગવાન જગન્નાથજી 145 મી રથયાત્રા( Rathyatra 2022) ની તૈયારી અંતિમ તબક્કામાં છે. તેવા સમયે રથયાત્રા સાથે જોડાયેલી અત્યંત રસપ્રદ બાબત એ છે કે રથયાત્રાનું સૌ પ્રથમ નિમંત્રણ ‘સરજુપ્રસાદ’ નામના ગજરાજની સમાધિએ અપાય છે. કારણ કે વર્ષ-1985 માં કોમી તોફાનો થયા હતા અને તત્કાલિન સમયે રથયાત્રા ન નીકળે તેવી સ્થિતિ સર્જાઇ હતી. આવા કપરા સમયે રથયાત્રાની બધી જ તૈયારીઓ નિજ મંદિર ખાતેથી થઇ ગઇ હતી. પરંતુ રથયાત્રાને બહાર કોણ કાઢે તે પ્રશ્ન હતો. તે સમયે આ ‘સરજુપ્રસાદ’ નામના ગજરાજે પોતાની સૂંઢથી ભગવાનનાં રથને ખેંચીને છેક નિજ મંદિરનાં દ્વારથી બહાર કાઢ્યો હતો અને ગજરાજ રથને મંદિર નજીક આવેલી ચોકી સુધી ખેંચી ગયા હતા. ત્યાર બાદ સહુ કોઇ આ ઘટનાને ભગવાનનો ચમત્કાર સમજીને રથયાત્રામાં જોડાઇ ગયા અને આ રીતે આ રથયાત્રાનો ક્રમ અખંડિત છે. આ હાથી મૃત્યુ પામ્યો ત્યારે તેની સમાધિ પણ બનાવવામાં આવી છે.આ સમાધી પર રથયાત્રાનું નિમંત્રણ અપાય છે. તેમ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું હતું.

સરજુપ્રસાદ સામાન્ય હાથી ન હતો તેનો ઉછેર અને તાલીમ ઇન્દોરના રાજ ઘરાનામા થયો  હતો

એવું કહેવાય છે કે સરજુપ્રસાદ સામાન્ય હાથી ન હતો તેનો ઉછેર અને તાલીમ ઇન્દોરના રાજ ઘરાનામા થયો  હતો. તે મહારાજ જશવંતરાવનો પ્રિય ગજરાજ હતો. જગન્નાથ મંદિરના મહારાજ રામનારાયણ દાસજી ઇન્દોર ગયા અને તેમણે સરજુપ્રસાદને જોઇ ગજરાજને માંગી લીધો. ભગવાન ગણેશજીનું પ્રતિક સમા સરજુ પ્રસાદની સમાધી ખાતે ગણેશની પ્રતિમા પણ મુકવામા આવી છે. દરરોજ તેની પુજા અર્ચના કરવામા આવે છે. એટલું જ નહી રથયાત્રાનુ પ્રથમ આમંત્રણ પણ સરજુ પ્રસાદને જ આપવામા આવે છે.

જગન્નાથજીનું મંદિર લગભગ 456 વર્ષથી અધિક પ્રાચીન છે

જગન્નાથજીના રથનું નામ નંદીઘોષ છે.બલભદ્રજીના રથનું નામ તલધ્વજ છે.સુભદ્રાજીના રથનું નામ કલ્પધ્વજ છે.શ્રી જગન્નાથજીનો રથ લાલ અને પીળા રંગનો છે તેના સારથિ દારૂકાજી છે.શ્રી બલભદ્રજીનો રથ લાલ અને ભૂરા રંગનો છે તેના સારથિ મતાલી છે.શ્રી સુભદ્રાજીનો રથ લાલ તેમજ શ્યામ રંગનો છે તેના સારથિ અર્જુન છે.પ્રસાદ તરીકે મગ અને જાંબુ આયુર્વેદ દ્રષ્ટિકોણથી રાખ્યાં છે.કલાત્મક રીતે શણગારેલા ગજરાજો રથયાત્રાનું પ્રયાણ કરાવશે . જગન્નાથજીનું મંદિર લગભગ 456 વર્ષથી અધિક પ્રાચીન છે. અંગ્રેજ રાજના સમયે અમદાવાદના જગન્નાથજીના મંદિરમાં આજની જેમ ભક્તજનોનો પ્રવાહ અખંડિત વહેતો જ રહ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">