Rathyatra 2022: 145મી રથયાત્રા સંપન્ન, ભક્તોને દર્શનદાન આપીને આવેલા આવેલા જગ્ન્નાથની ઉતારવામાં આવી નજર, આખી રાત બહાર રહ્યા બાદ સવારે ગર્ભગૃહમાં પ્રવેશ

Rathyatra 2022: ભક્તોને દર્શનદાન આપીને આવેલા આવેલા ભગવાન જગ્ન્નાથની (Jagannath Bhagwan) નજર ઉતારવામાં આવી હતી જોકે ભગવાને આખી મંદિરના પરિસરમાં જ રહ્યા હતા . અષાઢી બીજ બાદ ત્રીજના દિવસે સવારે આરતી બાદ તેમને ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવે છે.

Rathyatra 2022: 145મી રથયાત્રા સંપન્ન, ભક્તોને દર્શનદાન આપીને આવેલા આવેલા જગ્ન્નાથની ઉતારવામાં આવી નજર, આખી રાત બહાર રહ્યા બાદ સવારે ગર્ભગૃહમાં પ્રવેશ
Dilipdasji Maharaj performed Evening Aarti at Jagdish mandir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 9:49 AM

Rathyatra 2022: ભક્તોને દર્શનદાન આપીને આવેલા આવેલા ભગવાન જગ્ન્નાથની (Jagannath Bhagwan) નજર ઉતારવામાં આવી હતી જોકે ભગવાને આખી મંદિરના પરિસરમાં જ રહ્યા હતા. અષાઢી બીજ બાદ ત્રીજના દિવસે સવારે આરતી બાદ તેમને ગર્ભગૃહમાં (Jagdish mandir)પ્રવેશ કરાવવામાં આવે છે. અમદાવાદની 145મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં વાજતે ગાજતે સંપન્ન થઈ હતી અને રથ પણ સમયસર મંદિરમાં આવી ગયા હતા જોકે તેમ છતાં પણ ભગવાનને મંદિરમાં આવવા દેવામાં આવ્યા નહોતા. મંદિર પહોંચેલા ત્રણેય રથમાં બિરાજમાન ભગવાન , ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાની નજર મંદિરના મહંત દિલીપદાસજીએ ઉતારી હતી. જોકે ભગવાનને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવ્યો નહોતો અને આખી રાત જગ્ન્નાથજી મંદિરના પ્રાંગણમાં જ બેસી રહ્યા હતા.

ભગવાનની ઉતારવામાં આવી મીઠી નજર

સાંજના સમયે રથયાત્રા નીજ મંદિર પરત આવી હતી તે સમયે 8-10 વાગ્યે પ્રથમ રથ મંદિરમાં પહોંચ્યો હતો. ત્યાર બાદ ભગવાનની મીઠી નજર ઉતારવામાં આવી હતી. ત્રણેય રથમાં નીજ મંદિર પહોંચી ગયા બાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે આરતી કરી હતી. મોટી સંખ્યામાં લોકોએ આરતીનો લાભ લીધો હતો.

એક દંતકથા પ્રમાણે ભગવાન મથુરામાં કંસનો વધ કરે છે અને પિતા વાસુદેવ તથા માતા દેવકીને કેદમાંથી મુક્ત કરાવે છે ત્યાર બાદ ભગવાન શ્રીકૃષ્ણ બાદ ભાઈ બળભદ્ર સાથે રથમાં આખી મથુરા નગરીમાં ફરે છે ત્યારે શ્રીકૃષ્ણને નજર લાગી જતા માતા દેવકી દ્વારા તેમની નજર ઉતારવામાં આવે છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

પત્ની રિસાયા હોવાથી ન મળ્યો પ્રવેશ

એક એવી કથા છે કે ભગવાન પત્ની રૂકમિણીને લીધાં વિના જ રથયાત્રાએ જતા રહ્યા હોવાથી રૂકમિણી રિસાઈ ગયા હોવાથી ભગવાનને બહાર રહેવાનું કહે છે અને ભગવાન આખી રાત મહેલમાં પ્રવેશી શકતા નથી.

અમદાવાદમાં શહેરીજનોએ બે વર્ષ બાદ ઉલ્લાસભેર રથયાત્રાનો આનંદ માણ્યો હતો અને ભક્તિભાવપૂર્ણ રીતે રથયાત્રના દર્શનમાં સામેલ થયા હતા. વહેલી સવારે રથયાત્રાનો વિધિવત શુભારંભ કરાવાયો હતો અને બપોરે નિયત સમયે સરસપુર પહોંચી ગઈ હતી. ત્યાં વિરામ બાદ નીકળેલી રથયાત્રા પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, શાહપુર દરવાજા, ઘીકાંટા, માણેક ચોક થઈને શાંતિપૂર્ણ વાતાવરણમાં નીજમંદિર પરત ફરી હતી.

મુખ્યમંત્રીએ પાઠવ્યા જનતા અને પોલીસબેડાને અભિનંદન

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં સંપન્ન થવા અંગે મુખ્યમંત્રીએ નાગરિકોનો આભાર વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ૧૪પમી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યભરમાં જુદા-જુદા સ્થાનોએ અષાઢી બીજના પાવન પર્વે યોજાયેલી રથયાત્રા સૌહાર્દભર્યા માહોલમાં સંપન્ન કરવામાં પ્રજાજનોના મળેલા સક્રિય સહયોગ માટે રાજ્યના નાગરિકો-પ્રજાજનોનો આભાર વ્યકત કર્યો છે. મુખ્યમંત્રીએ આ રથયાત્રા સમગ્ર રાજયમાં ઉમંગ અને ઉલ્લાસના વાતાવરણમાં તથા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવાની સફળતામાં પોલીસ દળ અને વહીવટી તંત્રના પરિશ્રમ તેમજ કર્તવ્યનિષ્ઠાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">