Rathyatra 2022: મુસ્લિમ સમાજે કોમી એખલાસનો સંદેશ આપવાની પરંપરા જાળવી, જગન્નાથ મંદિરમાં ચાંદીનો રથ અર્પણ કર્યો

રથયાત્રા (Rathyatra) અને રમઝાન એમ બે કોમના મહત્વના બે તહેવાર નજીકમાં છે. ત્યારે બંને તહેવાર ભાઈચારા અને સદભાવના સાથે ઉજવાય અને બંને કોમ વચ્ચે પ્રેમભાવ વધે તે હેતુથી મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા જમાલપુરના જગન્નાથ મંદિરના મહંતને રથ અર્પણ કરવામાં આવ્યો.

Rathyatra 2022: મુસ્લિમ સમાજે કોમી એખલાસનો સંદેશ આપવાની પરંપરા જાળવી, જગન્નાથ મંદિરમાં ચાંદીનો રથ અર્પણ કર્યો
મુસ્લિમ સમાજ દ્વારા જગન્નાથ મંદિરમાં ચાંદીનો રથ અર્પણ કરવામાં આવ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 4:42 PM

અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથજીની (Lord Jagannath) 145મી રથયાત્રા (Rathyatra) નીકળવાની છે. જેને લઇને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યુ છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145ની રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ બંદોબસ્ત માટે પોલીસ પણ સજ્જ બની છે. રથયાત્રાના રૂટ પર પોલીસનું સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં કોમી એકતાના દર્શન જોવા મળ્યા છે. જમાલપુર મુસ્લિમ સમાજના લોકોએ સતત 22માં વર્ષે ભગવાન જગન્નાથજીને ચાંદીનો રથ અર્પણ કર્યો છે.

ભગવાન જગન્નાથજીને ચાંદીનો રથ અર્પણ કરાયો

કોરોનાકાળના બે વર્ષ બાદ ભગવાન જગન્નાજીની 145મી રથયાત્રા ધામધુમથી નીકળવાની છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં હિન્દુ -મુસ્લિમની એકતા જોવા મળી છે. જમાલપુર મુસ્લિમ સમાજના લોકોએ સતત 22માં વર્ષે ભગવાન જગન્નાથજીને ચાંદીનો રથ અર્પણ કર્યો હતો. જગન્નાજીની રથયાત્રામાં કોમી એકતા જળવાઈ રહે તે માટે મુસ્લિમ બિરાદરોએ જગન્નાથજી મંદિરને ચાંદીના રથની ભેટ આપી હતી. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ જગન્નાથજી મંદિર પહોંચીને મહંત દિલીપદાસજીને ચાંદીનો રથ આપીને કોમી એકતાનો સંદેશ આપ્યો હતો.

ભાઈચારા અને સદભાવનાના થયા દર્શન

રથયાત્રા અને રમઝાન એમ બે કોમના મહત્વના બે તહેવાર નજીકમાં છે. ત્યારે બંને તહેવાર ભાઈચારા અને સદભાવના સાથે ઉજવાય અને બંને કોમ વચ્ચે પ્રેમભાવ વધે તે હેતુથી મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા જમાલપુરના જગન્નાથ મંદિરના મહંતને રથ અર્પણ કરવામાં આવ્યો. છેલ્લા ઘણા વર્ષથી મંદિરમાં ચાંદીનો રથ અર્પણ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ચાંદીના રથની ભેટ આપવામાં આવી હતી. સાથે મુસ્લિમ સમાજના લોકોએ હિંદુ સમાજના લોકો સાથે રથયાત્રાના પર્વમાં ખભે ખભો મીલાવીને સહયોગ આપવાની બાહેંધરી આપી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મહત્વનું છે કે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાઇટેક્નોલોજી સાથે 25 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રખાશે. બંદોબસ્તમાં પેરા મિલિટરી સહિત SRP અને ચેતક કમાન્ડો પણ હશે. તો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ક્રાઇમબ્રાન્ચને મહત્વની જવાબદારી સોંપાઈ છે. ગુજરાત ATS અને ક્રાઇમબ્રાન્ચ શકમંદો પર નજર રાખશે. અન્ય રાજ્યમાંથી આવેલા અમુક લોકોની હિલચાલ પર પણ નજર રખાશે. કોઈ અનિચ્છનીય ઘટના બને તો ઇન્ટરનેટ બંધ કરવા સુધીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">