Rathyatra 2022 : સરસપુરમાં ભગવાનના આગમન પહેલાનો ધમધમાટ, મોસાળિયા આતુર છે ભાણેજના દર્શન માટે

Ahmedabad Jagannath 145th Rath Yatra Updates in Gujarati: સરસપુરમાં (Saraspur)બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું ત્યાર બાદ જેમ જેમ લોકો આવતા ગયા તેમ તેમ ભક્તજનોનો જમણવાર શરૂ કરી દેવામાં આવ્યો હતો.

Rathyatra 2022 : સરસપુરમાં ભગવાનના આગમન પહેલાનો ધમધમાટ, મોસાળિયા આતુર છે ભાણેજના દર્શન માટે
સરસપુર મોસાળમાં ધમધમ્યા રસોડા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 1:39 PM

જગ્ન્નાથજીના (Jagannath rathyatra) મોસાળ સરસપુરમાં હવે ભગવાનના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે અહીં છેલ્લી ઘડીની તૈયારીઓ સાથે રસોડા ધમધમી ઉઠ્યા છે ભગવાનના આગમન પહેલા  સરસપુરમાં (Saraspur)બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું ત્યાર બાદ જેમ જેમ લોકો આવતા ગયા તેમ તેમ ભક્તજનોનો જમણવાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. આજે આશરે દોઢથી બે લાખ લોકો સરસપુરમાં ભોજન પ્રસાદનો લાભ લેશે. રથયાત્રિકોને જમાડવા માટે સરસપુરની લુહાર શેરી તેમજ અન્ય પોળમાં જંગી માત્રામાં ભોજન પ્રસાદ બનાવવામાં આવ્યો છે.

સરસપુરમાં ભગવાન કરશે વિશ્રામ

સરસપુર ભગવાનનું મોસાળ છે અને ત્યાં બુધવારથી જ રસોડાનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું હતું. પોળના અને અન્ય શેરીના લોકો અને મંડળના લોકો ભેગા મળી આખો દિવસ રસોઈ બનાવવાના કામમાં જોડાયા હતા. . સરસપુરમાં મોટા રસોડામાં કુલ 32 થી 35 હજાર લોકો અને નાના રસોડામાં 9થી 10 હજાર લોકો જમે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. દરેક શેરી અને વાડમાં અલગ-અલગ વાનગીઓનો જમણવાર યોજવામાં આવે છે. મોટા ભાગે આ જણવારમાં બુંદી, મોહનથાળ, મગસ, પુરી અને ફૂલવડી, બટાકાનું શાક, ખીચડી અને કઢી જેવી વાનગીઓ પીરસવામાં આવે છે. અમદાવાદમાં વર્ષોથી સરસપુરમાં ભગવાન વિશ્રામ કરે છે અને સરસપુર વાસીઓ મોસાળિયા બનીને ભગવાનને પ્રેમથી આવકારે છે અને હોશે હોશે જમાડે છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
Rathyatra 2022: lunch for devotees has been made in Saraspur

Rathyatra 2022: lunch for devotees has been made in Saraspur Ahmedabad

કહેવત છે ને કે ‘મોસાળમાં જમણને મા પીસરનારી’ પરંતુ ભગવાન આવતા હોય ત્યારે મોસાળિયા પણ એટલા જ હરખઘેલા છે ને ભગવાનને મા જશોદા કે દેવકીની જેમ જ હોશે હોશે જમાડશે અને તેમના લાડકોડ પૂરાં કરશે. કહેવાય છે કે એક ભાણેજ જમે તે તેનું પુણ્ય 100 બ્રાહ્ણોને જમાડવા બરાબર છે ત્યારે અહીં તો ભગવાન પોતે જ મોટા ભાઈ અને બહેન સાથે પધારવાના હોવાથી સરસપુરમાં હરખની હેલી જોવા મળી રહી છે અને આબાલ વૃદ્ધ હોંશેહોંશે રસોડાની સેવામાં જોડાયા છે. રથયાત્રા સરસપુરમાં ભોજન અને વિશ્રામ કરીને નીજ મંદિર પરત આવવાના માર્ગે આગળ વધતી હોય છે.

  1. મોસાળામાં મહારસોડાની તૈયારી
  2. 1500 કિલો મોહનથાળ
  3. 1000 કિલો લોટની પૂરીઓ
  4.  1000 કિલો બટાકાનું શાક

સરસપુરમાં ભોજન વ્યવસ્થા વર્ષોથી થાય છે ત્યારે એક વિશેષતા એ પણ જોડાયેલી છે કે આટલા વર્ષોમાં કયારેય અહીં ભોજન ખૂટ્યું નથી. સરસપુરમાં રસોડાના સંચાલકના જણાવ્યા પ્રમાણે રથયાત્રાની આગલી રાત્રે બટાકાનું શાક બનાવવામાં આવે છે જેથી શાક બગડે નહીં. સમગ્ર ભોજન તૈયાર થઈ જાય એટલે બટુક ભોજન કરાવીને જેમ જેમ ભક્તો આવે તેમ તેમ તેમને જમાડવામાં આવે છે. આ સમગ્ર તૈયારીઓનો કેસ સ્ટડી કરવા માટે IIM અમદાવાદના વિદ્યાર્થીઓ પણ આવતા હોય છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">