Rath Yatra LIVE : 144મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા ગૃહ રાજ્યમંત્રીએ કર્ફ્યુ હટાવવાની કરી જાહેરાત

પોલીસ, જનતા અને મંદિર તંત્રનાં સંયુક્ત પ્રયાસોનાં પ્રતાપે ભગવાન જગન્નાથની રથયાત્રા સુખરૂપ સંપન્ન થઇ હતી. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા પૂર્ણ થતા કર્ફ્યુ હટાવવાની જાહેરાત કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 12:09 PM

Rath Yatra LIVE : અમદાવાદ શહેરમાં કોરોના નિયમોના કડક પાલન સાથે જગતના નાથ નગરચર્યાએ નિકળ્યા હતા. અમદાવાદમાં ભગવાનની 144મી રથયાત્રા ખરા અર્થમાં ઐતિહાસિક બની હતી. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા પૂર્ણ થતા કર્ફ્યુ હટાવવાની જાહેરાત કરી હતી. અગાઉ બપોરે 2 વાગ્યા સુધી કર્ફ્યુનો સમય રાખવામાં આવ્યો હતો. પરંતુ નીજમંદિરે રથયાત્રા વહેલી પહોંચતા સમય ટૂંકાવાયો છે.
રથયાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થતાં ગૃહરાજ્ય મંત્રી અને પોલીસ કમિશનરે સૌનો આભાર માન્યો હતો. કોવિડ ગાઇડલાઇનનાં પાલન સાથે રથયાત્રા સંપન્ન થઇ છે.

આ વખતની રથયાત્રામાં ભક્તોમાં પ્રસાદ વિતરણ પર રોક હતી જો કે કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે ભગવાનનાં આશિર્વાદ તરીકે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ ભગવાનનાં રથને માસ્ક પહેરાવવામાં આવ્યું હતું. સંદેશ સ્પષ્ટ હતો કે કોરોનાની કડક ગાઈડ લાઈન મુજબ જ રથયાત્રા યોજવી અને 23 હજાર પોલીસ કર્મીઓનાં પહેરા વચ્ચે જગતનાં નાથ જગન્નાથની રથયાત્રા આખરે સંપન્ન થઈ હતી.

 

સરસપુરમાં ભગવાનના મોસાળ ખાતે રથયાત્રા થોડો સમય જ રોકાઈને રવાના થઈ ગઈ હતી. સરસપુરમાં દર વર્ષની જેમ યોજાતા ભોજન પ્રસાદ પર પણ પ્રતિબંધ લગાવાયો હતો જેને લઈ ને પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રાના દર્શન ભક્તોએ માત્ર ટીવી પર જ કર્યા હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">