Rath Yatra LIVE : ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા કાલુપુર પહોંચતા જ થયા અમી છાંટણા

રથયાત્રા કાલુપુર રેલવે સ્ટેશન પાસે પહોંચતા જ વરસાદના છાંટા આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 10:29 AM

Rath Yatra LIVE : મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન દ્વારા પહિંદ વિધિ સંપન્ન કરાયા બાદ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રથયાત્રા સતત આગળ વધી રહી છે. રથયાત્રા કાલુપુર રેલવે સ્ટેશન પાસે પહોંચતા જ વરસાદના છાંટા આવ્યા હતા.

રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર 23 હજાર સુરક્ષા જવાનોનો ખડકલો કરાયો છે. જેમાં 34 એસઆરપીની કંપની, નવ સીઆરપીએફની કંપની, 5 હજાર 900 હોમગાર્ડ તૈનાત છે. તો ચેતક કમાન્ડોના એક યુનિટની સાથે જ 13 બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ અને 15 ક્યુઆરટી ટીમ તૈનાત કરાઈ છે.

રાજ્યનાં ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કોરોના કાળમાં ભીડ એકત્ર ન કરીને સમાજ સેવા કરીએ. રથયાત્રાનાં દર્શન ઘરે રહીને જ કરવાની અપીલ કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">