Weather update : જતા-જતા પણ આ શહેરોમાં મેઘરાજા મહેરબાન, જાણો તમારા શહેરમાં આજે કેવો છે હવામાનનો મિજાજ

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ક્યાંક વરસાદી (Rain)  ઝાપટા તો ક્યાંક ગરમીના પારામાં વધારો જોવા મળી રહ્યો છે.આજે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રના(Saurashtra)  મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન વધવાની શક્યતા છે.

Weather update : જતા-જતા પણ આ શહેરોમાં મેઘરાજા મહેરબાન, જાણો તમારા શહેરમાં આજે કેવો છે હવામાનનો મિજાજ
Gujarat Weather
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Sep 27, 2022 | 11:20 AM

ગુજરાતમાં (Gujarat) હવે વરસાદનું પ્રમાણ ઓછુ (Rain forecast) થયુ છે,તો કચ્છમાં સતાવાર રીતે ચોમાસાએ (Monsoon 2022) વિદાય લીધી છે.જો કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ક્યાંક વરસાદી (Rain)  ઝાપટા તો ક્યાંક ગરમીના પારામાં વધારો જોવા મળી રહ્યો છે.આજે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રના(Saurashtra)  મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન વધવાની શક્યતા છે.

અમદાવાદ સહિત આ શહેરોમાં વધશે તાપમાન

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 25 સપ્ટેમ્બર એ અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી.તેમજ હળવા વરસાદની શક્યતા છે. તો આણંદમાં (Anand)વરસાદના કોઈ એંધાણ નથી.જ્યાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે.તો વરસાદની શક્યતા નહિવત છે.બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે.ઉપરાંત ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શકયતા નથી.ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની સંભાવના છે.

મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના નહિવત

બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 34 રહેશે. તો દિવસ દરમિયાન વાદળછાયુ વાતવારણ રહેશે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ મધ્યમ વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં (South gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 21 અને મહતમ તાપમાન 27 રહેશે.તેમજ ભારે વરસાદની સંભાવના છે. જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 32 રહેશે, તેમજ વરસાદની શક્યતા ઓછી છે.

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 રહેશે.તો દિવસ દરમિયાન વરસાદના કોઈ એંધાણ નથી. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 33 રહેશે.જ્યાં બફારાનો અનુભવ થશે.મધ્ય ગુજરાતમાં મહેસાણામાં(Mehsana) ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 34 રહેશે.અને વરસાદની કોઈ સંભાવના નથી. જ્યારે દિવસ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી.તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 31 નોંધાશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ડાંગ અને નવસારીમાં હળવા વરસાદની આગાહી

બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ વરસાદની કોઈ શક્યતા નથી.તો તાપીમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 33 નોંધાશે,તો વરસાદ થવાની સંભાવના નથી. વલસાડમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 29 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ દિવસ મધ્યમ વરસાદની સંભાવના છે. તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે,તેમજ વરસાદની શક્યતા નહિવત છે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 નોંધાશે, તો દિવસ દરમિયાન બફારાનો અનુભવ થશે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની શકયતા ઓછી છે.

સૌરાષ્ટ્રમાં વરસાદના કોઈ એંધાણ નથી

જો સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 23 અને મહતમ તાપમાન 33 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 24 અને મહતમ તાપમાન 33 નોંધાશે.તેમજ વાદળછાયુ વાતવારણ રહેશે.ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના (jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદના કોઈ એંધાણ નથી. જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 31 રહેશે તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે. જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 રહેશે, તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.તો મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 33 રહેશે.અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 33 રહેશે.સુરેન્દ્રનગરમાં (Surendranagar) ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 34 નોંધાશે.

(નોંધ : આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે.)

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati