Railway News: જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન રદ, જમ્મુ-તાવી એક્સપ્રેસનો બદલાયો છે સમય, જાણો રેલ્વે અંગેના મહત્વના સમાચાર

Railway news: જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-વિરમગામ રેલ ખંડ વચ્ચે સાણંદ અને ગોરા ઘુમા સ્ટેશનો (ડીએફસીસીઆઈએલ) ને કનેક્ટિવિટી પૂરી પાડવાના સંબંધમાં ટ્રાફિક વર્ક ઓર્ડર (TWO)ના કામને કારણે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે.

Railway News:  જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન રદ, જમ્મુ-તાવી એક્સપ્રેસનો બદલાયો છે સમય,  જાણો રેલ્વે અંગેના મહત્વના સમાચાર
Indian Railway (File Image)
Darshal Raval

| Edited By: Manasi Upadhyay

Nov 23, 2022 | 3:40 PM

Railway news: જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-વિરમગામ રેલ ખંડ વચ્ચે સાણંદ અને ગોરા ઘુમા સ્ટેશનો (ડીએફસીસીઆઈએલ) ને કનેક્ટિવિટી પૂરી પાડવાના સંબંધમાં ટ્રાફિક વર્ક ઓર્ડર (TWO)ના કામને કારણે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે. જેની વિગતો આ  મુજબ છે. ટ્રેનોના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ  www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈને જોઈ શકે છે.

1. તા.22.11.222 થી 26.11.2022 સુધી ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ

2. તા.23.11.222 થી 27.11.2022 સુધી ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ

3. તા.22.11.222 થી 25.11.2022 સુધી ટ્રેન નંબર 09459 અમદાવાદ-વિરમગામ મેમુ સ્પેશિયલ

4. તા.23.11.222 થી 26.11.2022 સુધી ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ મેમુ સ્પેશિયલ

અમદાવાદ અને સાબરમતી સ્ટેશન પર કેટલીક ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર

પશ્ચિમ રેલવેના બાંદ્રા ટર્મિનસ યાર્ડની પિટ લાઇનની ઉપર ઑલ વેધર કવર શેડ પૂરા પાડવા માટેના ટ્રાફિક વર્ક ઓર્ડર (TWO)ના કાર્યને કારણે, કેટલીક ટ્રેનોના અમદાવાદ અને સાબરમતી સ્ટેશનો પર આગમન પ્રસ્થાનના સમયમાં આગામી સૂચના સુધી આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. જેની વિગતો આ મુજબ છે

1. ટ્રેન નંબર 16588 બિકાનેર – યશવંતપુર એક્સપ્રેસનો તા.27 નવેમ્બર 2022 થી અમદાવાદ સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 07:15/07:30 કલાકના બદલે 06:55/07:10 કલાક રહેશે.

2. ટ્રેન નંબર 19028 જમ્મુ તાવી – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો તા.28 નવેમ્બર 2022 થી અમદાવાદ સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 07:15/07:30 કલાક ના બદલે 06:55/07:10 કલાક રહેશે.

3. ટ્રેન નંબર 14806 બાડમેર – યશવંતપુર એક્સપ્રેસનો તા.01 ડિસેમ્બર 2022 થી આગમન પ્રસ્થાનનો સમય સાબરમતી સ્ટેશન પર 06:25/06:27 કલાકને બદલે 06:18/06:20 કલાક અને અમદાવાદ સ્ટેશન પર 07:15/07:30 કલાકને બદલે 06:55/07:10 કલાક રહેશે.

4. ટ્રેન નં. 22932 જેસલમેર – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો તા.26 નવેમ્બર 2022 થી આગમન પ્રસ્થાનનો સમય સાબરમતી સ્ટેશન પર 06:25/06:27 કલાકના બદલે 06:18/06:20 કલાક અને અમદાવાદ સ્ટેશન પર 07:15/07:30 કલાકને બદલે 06:55/07:10 કલાક રહેશે.

યોગ એક્સપ્રેસ ટ્રેનની ટપરી જં. સ્ટેશન પર આગમન પ્રસ્થાનના સમયમાં ફેરફાર

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ ટ્રેનના ટપરી જંકશન સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

23 નવેમ્બર 2022 થી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ ટ્રેનનો ટપરી જંકશન સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 09:56/09:58 કલાક ના બદલે 09:46/09:48 કલાક રહેશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati