PSM100 : પ્રમુખસ્વામી મહારાજને 36 સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા ‘સનાતન ધર્મ જ્યોતિ’ નું આપવામાં આવ્યું સન્માન, દર્શન શાસ્ત્ર દિવસની થઈ ઉજવણી 

પ્રમુખસ્વામી મહારાજ નગરની વિશેષતા છે. અહી 80,000 સ્વયં સેવકો સક્રિય છે અને કાલે નગરદર્શનમાં મારા ચશ્મા ખોવાઈ ગયા હતા રાતે પરંતુ માત્ર 2 કલાકમાં જ મારા ચશ્મા શોધીને મારા હાથમાં આપી દીધા માટે એ જ દર્શાવે છે કે આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું પ્રબંધન કેટલું દિવ્ય અને ભવ્ય છે. મહા મહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ પ્રસ્થાનત્રયી પર ભાષ્ય લખ્યા તે વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિ અને ભારત માટે ગૌરવની વાત છે.

PSM100 : પ્રમુખસ્વામી મહારાજને 36 સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા 'સનાતન ધર્મ જ્યોતિ' નું આપવામાં આવ્યું સન્માન, દર્શન શાસ્ત્ર દિવસની થઈ ઉજવણી 
PSM darshan shastra divas
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2023 | 12:25 PM

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત દર્શન શાસ્ત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાથે પ્રમુખસ્વામી મહારાજને ‘સનાતન ધર્મ જ્યોતિ’ નું સન્માન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભારતની દિલ્લીથી લઈને તિરૂપતિ, સોમનાથથી લઈને આસામની સંસ્કૃત યુનિવર્સિટીઓ દ્વારા મુખ્ય 36  સંસ્કૃત યુનિવર્સિટીઓના કુલપતિઓના હસ્તાક્ષર સાથે આ સન્માન આપવામાં આવ્યું હતું. BAPS ના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ વિષયક અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજના અભૂતપૂર્વ જીવન અને કાર્યને વર્ણવ્યું હતું. દર્શન શાસ્ત્ર દિવસની ઉજવણીમાં ટ્રાઇના  ચેરમેન પી.ડી.વાઘેલા, ભારતના સુપરકમ્પ્યુટરના જનક અને નાલંદા યુનિવર્સિટીના કુલપતિ પદ્મભૂષણ વિજય ભાટકર,મહર્ષિ પાણિની સંસ્કૃત અને વૈદિક યુનિવર્સિટી, ઉજ્જૈનના ડોક્ટર વિજયકુમાર, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા,  સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઉપ-કુલપતિ લલિત કુમાર પટેલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

ભગવાન શ્રી સ્વામિનારાયણે ભારતના દાર્શનિક ઇતિહાસમાં વૈદિક, સનાતન, સ્વતંત્ર અક્ષરપુરુષોત્તમ દર્શનની ભેટ આપીને ષડ્દર્શનની શૃંખલમાં એક નુતન અને મૌલિક પૃષ્ઠ ઉમેરાયું છે. જેમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને આજ્ઞાથી, ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત આ દર્શનનું શાસ્ત્રીય રીતે પ્રતિપાદન કરતાં મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ પ્રસ્થાનત્રયી ભાષ્યોની રચના કરી હતી  આ પ્રસ્થાનત્રયી ભાષ્યોની રચના થયા બાદ, ઉત્તર-દક્ષિણ ભારતમાં અને વિદેશોમાં પણ પ્રખર વિદ્વાનો દ્વારા અક્ષરપુરુષોત્તમ દર્શનના તત્ત્વજ્ઞાનને એક નૂતન અને મૌલિક તત્ત્વજ્ઞાન તરીકે સ્વીકાર અને આવકાર મળી રહ્યો છે.

બીએપીએસ સંસ્થા દ્વારા સનાતન ધર્મના જતન અને સંસ્કૃત અભ્યાસ માટે કરવામાં આવ્યા છે વિવિધ કાર્યો

  • સ્વામિનારાયણ દર્શન ભારતની અનેક યુનિવર્સીટીના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યા
  • ઇંડિયન કાઉન્સિલ ઓફ ફિલોસૉફિકલ રિસર્ચ (ICPR) દ્વારા પૂ. ભદ્રેશદાસ સ્વામીને ૨૦૨૧માં લાઈફટાઈમ અચિવમેન્ટ ઍવોર્ડ એનાયત થયો
  • પ્રમુખસ્વામી મહારાજે સારંગપુરમાં સંસ્કૃતની પ્રથમ કોલેજની સ્થાપના કરી
  • ભારત દેશમાં 1200 વર્ષો બાદ સંપૂર્ણ પ્રસ્થાનત્રયી પર ભાષ્યો રચાયા
  • પ્રસ્થાનત્રયી ભાષ્યકાર દ્વારા જ વાદગ્રંથની રચના થઈ હોય તેવી સર્વપ્રથમ ઘટના
  • કાશી વિદ્વત પરિષદથી લઈને ભારતની વિવિધ પ્રાંતોની યુનિવર્સિટીઓ દ્વારા અક્ષરપુરુષોત્તમ દર્શનને એક મૌલિક વેદાંત દર્શન તરીકે વધાવવામાં આવ્યું
  • 2017માં ‘વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ’ માં ૪૦ દેશોના ૬૦૦ થી વધુ સંસ્કૃત વિદ્વાનોની ઉપસ્થિતિમાં ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’ને ૧૬મી શતાબ્દી બાદ સૌપ્રથમ મૌલિક વેદાંત દર્શન તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું
  • 2017 માં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોની 27  યુનિવર્સિટીઓ દ્વારા અને 2018માં ઉત્તરપ્રદેશની 40 યુનિવર્સિટીઓ દ્વારા ભાષ્યકાર પૂ. ભદ્રેશદાસ સ્વામીનું થયું બહુમાન
મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

ભદ્રેશદાસસ્વામીએ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત શાસ્ત્ર રચનાના વિરલ કાર્યને અંજલિ અર્પી

BAPSના મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસસ્વામીએ ‘શાસ્ત્રોના વિરલ પ્રેરણામૂર્તિ: પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત શાસ્ત્ર રચનાના વિરલ કાર્યને અંજલિ આપતાં કહ્યું હતું કે ભારતની ભૂમિએ ભગવદગીતાની ભૂમિ છે અને બ્રહ્મસૂત્રની ભૂમિ છે જ્યાં શ્રદ્ધા અને તર્કનું અદ્ભુત સંતુલન જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણે સમાજને અક્ષર પુરુષોત્તમ દર્શનનું અમૃત પીવડાવ્યું છે.ભગવાન સ્વામિનારાયણે ઉદ્દબોધેલ વચનામૃત ને યોગ શાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો યોગ લાગે છે, સાંખ્ય શાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ સાંખ્ય લાગે છે તેવો અજોડ ગ્રંથ વચનામૃત છે. આધુનિકતા અને ટેકનોલોજીનો આધ્યાત્મિકતા સાથેનો સુભગ સમન્વય એ પ્રમુખસ્વામી મહારાજ નગરની વિશેષતા છે. અહી 80,000 સ્વયં સેવકો સક્રિય છે અને કાલે નગરદર્શનમાં મારા ચશ્મા ખોવાઈ ગયા હતા રાતે પરંતુ માત્ર 2 કલાકમાં જ મારા ચશ્મા શોધીને મારા હાથમાં આપી દીધા માટે એ જ દર્શાવે છે કે આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું પ્રબંધન કેટલું દિવ્ય અને ભવ્ય છે. મહા મહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ પ્રસ્થાનત્રયી પર ભાષ્ય લખ્યા તે વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિ અને ભારત માટે ગૌરવની વાત છે. આજે ભારતના તમામ સંસ્કૃત વિદ્યાલયોના કુલપતિઓએ પ્રમુખસ્વામી મહારાજ ને “સનાતન ધર્મ જ્યોતિ” નામનો વિશેષ પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો હતો.

પ્રમુખસ્વામી મહારાજ કરુણાસભર પુરુષ હતા અને સાથે સાથે કુશળ પ્રબંધક: ટ્રાઈના ચેરમેન પી. ડી. વાઘેલા

ટ્રાઈના ચેરમેન પી ડી વાઘેલા એ જણાવ્યું હતું કે મારા માટે સૌભાગ્યની વાત છે કે 1993 માં મહેસાણામાં પ્રથમ વખત પ્રમુખસ્વામી મહારાજના દર્શન થયા અને ત્યારબાદ તેમની મારા પર ખૂબ જ કરુણા અને આશીર્વાદ રહ્યા છે.પ્રમુખસ્વામી મહારાજ કરુણાસભર પુરુષ હતા અને સાથે સાથે કુશળ પ્રબંધક હતા.પ્રમુખસ્વામી મહારાજ મને કહેતા કે જે કાર્ય કરો તે સર્વશ્રેષ્ઠ અને નિર્ભય બનીને કરો, મનને જીતવાની કોશિશ કરો અને સત્યની સાથે રહો.”

પ્રમુખસ્વામી મહારાજમાં મન કર્મ અને વચનની એકાત્મતા: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું, કે ગાંધી સરદાર અને પ્રમુખસ્વામી મહારાજની ભૂમિમાં આજે ભારતભરનાં સંસ્કૃત વિદ્યાલયોનાં વિદ્વાનો પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શને આવ્યા છે એ આપણાં માટે ગૌરવ ની વાત છે. પ્રમુખસ્વામી મહારાજમાં મન કર્મ અને વચનની એકાત્મતા જોવા મળતી હતી.”

ભારતીય સંસ્કૃતિનું દર્શન આ નગરમાં જોવા મળ્યું: ભારતના સુપરકોમ્પ્યુટરના જનક અને નાલંદા યુનિવર્સિટીના કુલપતિ પદ્મભૂષણ વિજય ભાટકર

ભારતના સુપરકમ્પ્યુટરના જનક અને નાલંદા યુનિવર્સિટીના કુલપતિ પદ્મભૂષણ વિજય ભાટકરે જણાવ્યું, કે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને એક અદ્ભુત અનુભૂતિ થઈ છે.પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ હોય તો અશકય પણ શક્ય બને છે.આપણાં સૌનો જન્મ એક મહાન સંસ્કૃતિ અને મહાન દેશમાં થયો છે અને એ સંસ્કૃતિનું દર્શન આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થાય છે અને હું દ્રઢપણે માનું છું કે ભારત ફરી એકવાર સાચા અર્થમાં વિશ્વગુરુ બનશે. સંત પરમ હિતકારી જોઈને અદભૂત અનુભૂતિ થઈ.

અહીં સંસ્કૃત બોલતા બાળકોને જોઇને લાગે કે ભારત ભવિષ્યમાં વિશ્વગુરુ બનશે: મહર્ષિ પાણિની સંસ્કૃત અને વૈદિક યુનિવર્સિટી, ઉજ્જૈનના ડોક્ટર વિજયકુમાર

મહર્ષિ પાણિની સંસ્કૃત અને વૈદિક યુનિવર્સિટી, ઉજ્જૈનના ડોક્ટર વિજયકુમારે જણાવ્યું, કે  આ પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કરીને હું ભાવુક થઈ ગયો કારણકે અહી એકસાથે મોટી સંખ્યામાં પ્રેરણાદાયી અને મનોહર પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.પ્રમુખસ્વામી મહારાજની કરુણાને જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા અને અહી બાળકો સંસ્કૃતમાં નગરની માહિતી આપી રહ્યા હતા તે લોકોને જોઈને હું દ્રઢપણે માનું છું કે ભારત સાચા અર્થમાં વિશ્વગુરુ બનશે.

નગરનો મંચ એ માત્ર ધર્મ મંચ નથી,  પરંતુ સંસ્કૃતના વિદ્વાનો અને વૈજ્ઞાનિકોથી પરિપૂર્ણ મંચ: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઉપ-કુલપતિ લલિત કુમાર પટેલ

“આજે પ્રમુખસ્વામી મહારાજ નગરનો મંચ એ માત્ર ધર્મ મંચ નથી રહ્યો પરંતુ સંસ્કૃતના વિદ્વાનો અને વૈજ્ઞાનિકોથી પરિપૂર્ણ મંચ પણ છે. જેમ સ્વામિનારાયણ મંદિરો ભારતીય સંસ્કૃતિનો પરિચય આપે છે એમ આજે પ્રમુખસ્વામી મહારાજ નગરનો મંચ ભારતીયત્વનો પરિચય આપે છે. વૈદિક પરંપરામાં અક્ષર પુરુષોત્તમ દર્શનનું શું યોગદાન છે તે ભદ્રેશદાસ સ્વામીજીએ સુપેરે સમજાવ્યું છે અને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ભારતીય સંસ્કૃતિનું સુંદર દર્શન કરાવે છે. પ્રમુખસ્વામી મહારાજે આપત્તિઓમાં તેમના ભક્તોને નાતજાતના ભેદભાવ વગર સમાજ સેવા કરવાનો સંદેશો આપ્યો છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગર દર્શન અકલ્પનીય,અદ્ભુત,દિવ્ય,ભવ્ય અને કલ્પનાતીત છે.”

સનાતન ધર્મ સંસ્કૃતિનું રક્ષણ માટે અક્ષર પુરુષોત્તમ દર્શનનો અભ્યાસક્રમમાં કરવો જોઈએ સમાવેશ: વિદ્વત પરિષદના મહા મંત્રી પ્રોફેસર રામનારાયણ દ્વિવેદી

“આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને અદ્ભુત અને અવર્ણનિય આનંદની અનુભૂતિ થઈ છે. પ્રમુખસ્વામી મહારાજે આજે પણ સૂક્ષ્મ સ્વરૂપે આપણી વચ્ચે રહ્યા છીએ અને તેમની હાજરી અને આશીર્વાદથી જ આ પ્રમુખસ્વામી મહારાજ નગર અને શતાબ્દી મહોત્સવનું આયોજન શક્ય બન્યુ છે. અક્ષર પુરુષોત્તમ દર્શન દ્વારા સનાતન ધર્મ સંસ્કૃતિનું રક્ષણ થશે માટે તમામ સંસ્કૃત વિદ્યાલયોએ આ દર્શનને અભ્યાસક્રમમાં સામેલ કરવો જોઈએ.”

તમામ મતોને આદર આપીને અને ખંડન કર્યા વગર અક્ષર પુરુષોત્તમ દર્શનની રચના: પૂર્ણપ્રજ્ઞા વિદ્યાપીઠના હરિદાસ ભટજી

“આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જેટલા હરિભક્તો અને સ્વયં સેવકો સેવા આપી રહ્યા છે તે તમામ લોકો પ્રમુખસ્વામી મહારાજના એક એક મંદિર છે. મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી પર પ્રમુખસ્વામી મહારાજનો અનુગ્રહ અને અખંડ આશીર્વાદ રહેલા છે અને તેમના આશીર્વાદથી પૂર્વના તમામ મતોને આદર આપીને અને ખંડન કર્યા વગર અક્ષર પુરુષોત્તમ દર્શનની રચના કરી છે.”

પતંજલિ મહારાજની જેવી શૈલી હતી તેવી શૈલી મહામહોપાધ્યાય સાધુ ભદ્રેશદાસ સ્વામીના સર્જેનમાં: જે રામકૃષ્ણજી

“ગુરુકૃપાથી કેવું કાર્ય થઈ શકે તેનું ઉદાહરણ મહામહોપાધ્યાય સાધુ ભદ્રેશદાસ સ્વામી. પતંજલિ મહારાજની જેવી શૈલી હતી તેવી શૈલી મહામહોપાધ્યાય સાધુ ભદ્રેશદાસ સ્વામીમાં જોવા મળે છે.”સર્વે ભવન્તુ સુખિનઃ” એ ભાવના સાથે પ્રમુખસ્વામી મહારાજ સમગ્ર જીવન જીવ્યા છે.”

વિશ્વની આઠમી અજાયબી  છે આ નગર: મહામહોપાધ્યાય હરિકૃષ્ણ સતપતિજી

“જો મને પૂછવામાં આવે કે વિશ્વની આઠમી અજાયબી કઈ હોઈ શકે તો હું કહીશ કે “પ્રમુખસ્વામી મહારાજ નગર”. આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ચાર ધામ સાક્ષાત્ દ્રશ્યમાન થઈ રહ્યા છે. ઓરિસ્સામાં કુદરતી આપત્તિ વખતે પ્રમુખસ્વામી મહારાજ અને તેમના સ્વયંસેવકોએ છેક ગુજરાતથી ઓરિસ્સા આવીને રાહતકાર્યો કર્યા એના માટે અને પ્રમુખસ્વામી મહારાજના ઋણી છીએ. આજે હું મારી જિંદગીમાં જે કંઈ પણ બન્યો છું તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ છે. પ્રમુખસ્વામી મહારાજનું જીવન શાસ્ત્રોમાં કહેલા ઉપદેશો અનુસાર હતું.”

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">