અમદાવાદના આંગણે આજથી એક મહિના માટે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો છે. બીએપીએસના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર પૂજ્ય મહંત સ્વામી તેમજ અન્ય વડીલ સંતોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહોત્સવનું ઉદ્દઘાટન કર્યું છે. તેમજ દેશ વિદેશના હરિભક્તો અને ગુજરાતના હરિભક્તો પણ મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. આ મહોત્સવ આવતીકાલથી જાહેર જનતા માટે ખૂલ્લો મૂકાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લો ગાર્ડનનું પરિભ્રમણ કર્યુ. આ ગ્લો ગાર્ડનમાં જ્યોતિ ઉદ્યાન બનાવવામાં આવ્યુ છે. અહીં વિવિધ કલાકૃતિ રાખવામાં આવી છે, જેમા શ્વાનની વફાદારીનું મૂલ્ય પણ પ્રતિકૃતિના માધ્યમથી સમજાવાયુ છે. અહીં જે કંઈપણ કૃતિ બનાવવામાં આવી છે તે સ્વયંસેવકોએ બનાવેલી છે.
PM @narendramodi has reached the 600-acre site of #PramukhSwamiMaharajShatabdiMahotsav #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/pzGTSkyIR7
— Tv9 Gujarati (@tv9gujarati) December 14, 2022
વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી અને રાજ્યપાલ તેમજ BAPSના સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત ગણો સાથે અક્ષરધામની પ્રતિકૃતિ પ્રાંગણમાં અક્ષરધામની પ્રતિકૃતિ પરિક્રમા કરતા પીએમ મોદી. અહીં આ પ્રતિકૃતિમાં સંતોની મૂર્તિમે પીએમ મોદીએ હ્રદયના ઉંડા ભાવ સાથે પુષ્પાંજલિ અર્પિત કરી હતી. આ પ્રતિકૃતિમાં 48 એવી મૂર્તિઓ છે જે ગણેશજીની છે. પીએમ મોદીએ સીતારામ અને હનુમાનજીના દર્શન કરી પ્રદક્ષિણા કરી હતી. શ્રી રામના દર્શન બાદ પીએમ મોદી આગળ વધ્યા હતા અને મહોત્સવમાં પધારેલા લોકોનું અભિવાદન જીલ્યુ હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ફુટ ઊંચી પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રમુખ સ્વામીની સૂવર્ણ પ્રતિમા અહીં દર્શનાર્થે મુકવામાં આવી છે. દિલ્હી અક્ષરધામ જેવી જ પ્રતિકૃતિ અહીં રાખવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી મહારાજ જે મંચ પર બિરાજમાન છે તે હાઈટેક મંચ છે. દેખાવમાં સામાન્ય દેખાતો આ મંચ મુવિંગ મંચ છે. જે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. આ હાઈટેક મંચ પ્રમુખ સ્વામી મહારાજની જે 30 ફુટ ઉંચી પ્રતિમા છે તે તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે.
પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવને લઈને પોલીસ તંત્ર એલર્ટ થયું છે.. આટલા મોટા વિશાળ મહોત્સવમાં નેતાઓ, દેશ-વિદેશના VVIP મહેમાનો સહિત મુલાકાતીઓની સુરક્ષા માટે અમદાવાદ શહેર, ગ્રામ્ય અને ગાંધીનગર જિલ્લા પોલીસ સુરક્ષા બંદોબસ્તમાં જોડાશે. આ બંદોબસ્તમાં 2 SRP કંપનીઓ, 6 DCP કક્ષાના અધિકારીઓ, 25થી 30 પીઆઈ અને પીએસઆઈ અને 1500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. સાથે જ VVIPની કેટેગરી પ્રમાણે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સ્વામિનારાયણ સંપ્રદાય શિસ્તમાં ખૂબ જ માને છે, જેને કારણે પોલીસ વિભાગને સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ જ તકલીફ નહીં પડે. સાથે જ બંદોબસ્તમાં ગોઠવાયેલા પોલીસ વિભાગને ધાર્મિક મહોત્સવમાં સેવા આપવાની પણ તક મળશે.