નરેશ પટેલ સાથે દિલ્હી ગયેલા પ્રતાપ દુધાતે કહ્યું કે એક સપ્તાહમાં નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ શકે છે

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ સમયે આ અંગે વિધીવત જાહેરાત નહીં થાય પરંતુ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગેની આખરી કવાયત જરૂર હાથ ધરાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 2:15 PM

ગુજરાત (Gujarat) ના રાજકારણમાં નરેશ પટેલ (Naresh Patel) ની એન્ટ્રીને લઈ લાંબા સમયથી રહસ્ય ઘેરાયેલું છે ત્યારે આ તમામ ચર્ચાઓ વચ્ચે નરેશ પટેલને લઇ મોટા સમાચાર મળી રહ્યાં છે. નરેશ પટેલ ટુંક સમયમાં કોંગ્રેસ (Congress) માં જોડાશે તેવો કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા અને પ્રતાપ દુધાતે દાવો કર્યો છે. નરેશ પટેલ અને ગુજરાત કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ દિલ્લી હાઇકમાન્ડમાં બેઠક અને ચર્ચા કરી હતી. બેઠક બાદ ગુજરાત પરત ફરેલા લલિત કગથરાએ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે મોટો દાવો કર્યો અને કહ્યું કે નરેશ પટેલ અંગે હાઇકમાન્ડ સાથે ત્રણ કલાક બેઠક ચાલી હતી. જેમાં હકારાત્મક ચર્ચા થઇ છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે એ નક્કી છે.

નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તેના માટે તમામ પ્રયાસ થઇ રહ્યાં છે. તો પ્રતાપ દુધાતે કહ્યું કે એક સપ્તાહમાં નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. જો કે રાહુલ ગાંધીના આગામી ગુજરાત પ્રવાસ સમયે આ અંગે વિધીવત જાહેરાત નહીં થાય પરંતુ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગેની આખરી કવાયત જરૂર હાથ ધરાશે. નરેશ પટેલ જો કોંગ્રેસમાં જોડાય તો તેના માટે એક અગલ કાર્યક્રમ ઘડી કાઢવાનો પણ કોંગ્રેસના ધારાસભ્યોએ દાવો કર્યો છે.

મહત્વનું છે કે નરેશ પટેલને પોતાના પક્ષમાં જોડાવા માટે કોંગ્રેસ- ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ મથી રહ્યા છે જો કે નરેશ પટેલ હજું પણ મગનું નામ મરી પાડતા નથી. હવે જ્યારે દિલ્લીમાં કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો સાથે નરેશ પટેલે બેઠક અને ચર્ચા કરી છે ત્યારે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગેની વાતને બળ મળી રહ્યુ છે જો કે, સત્તાવાર જાહેરાત નરેશ પટેલ કરે ત્યારે જ કહી શકાશે આખરે તેઓ ક્યા પક્ષ સાથે અને શા માટે જોડાઇ રહ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">