કોરોના મૃતકોના પરિવારજનોને સહાય મુદ્દે બેઠક, ગુજરાતમાં પણ ઓનલાઇન પોર્ટલ શરૂ કરવાનું આયોજન

રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં એક મહત્વપુર્ણ બેઠક યોજાઈ છે. કોરોના મૃતકોના પરિવારજનોને સહાયના મુદ્દે બેઠક મળી છે. બેઠકમાં રાહત કમિશનર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Nov 29, 2021 | 4:00 PM

રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં એક મહત્વપુર્ણ બેઠક યોજાઈ છે. કોરોના મૃતકોના પરિવારજનોને સહાયના મુદ્દે બેઠક મળી છે. બેઠકમાં રાહત કમિશનર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગુજરાતમાં પણ સહાય માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવાનું આયોજન કરાયું છે. આગામી સમયમાં કોરોના મૃતકના પરિવારજનોને ઓનલાઈન પોર્ટલ થકી સહાય આપવાની રાજ્ય સરકારની વિચારણા છે. અત્યાર સુધી 4000 કોરોના મૃતકોના પરિવારને સહાય અપાઈ છે.

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા સરકારી ઠરાવ બહાર પાડી જાહેરાત કરી છે કે રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનાર મૃતકોના કુટુંબીજનોને સહાય આપવા આવશે. ડિઝાસ્ટર મેનેજન્ટ એક્ટ-2005 હેઠળ કુદરતી આપત્તિના કારણે થતાં નુકશાન માટે નાણાંકીય સહાય ચુકવવામાં આવે છે. આ એક્ટમાં કોવિડ-19 નો સમાવેશ SDRF ના ધોરણોમાં સમાવેશ કરેલ છે.

State Disaster Response Fund (SDRF) દ્વારા Corona માં મૃત્યુ પામેલ મૃતકના પરિવારના વારસદારને સહાય આપવા માટેની માર્ગદર્શિકા બહાર પાડેલ છે. જે માર્ગદર્શિકા પ્રમાણે કોરોના સહાય યોજનામાં 50000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત કોરોના વાઈરસ જન જાગૃતિ માટેની અખબાર યાદી તથા COVID-19 Dashboard – Gujarat ઓફિશિયલ વેબસાઈટ બનાવવામાં પણ આવેલ છે. જ્યાંથી સરકારી માહિતી મેળવી શકાશે.

આ પણ વાંચો : પ્રેમિકાએ કહ્યું I Hate You, તો ઝનૂની પ્રેમીએ તેની પ્રેમિકા સહિત પરિવારના સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા, પ્રેમિકાની મા પર કર્યું દુષ્કર્મ

 

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati