કબૂતરબાજી કેસના ફરાર 6 આરોપીઓના ફોટો જાહેર, તમામ આરોપીઓ વિરુદ્ધ આટલા રૂપિયાની ઈનામી રાશિ કરાઈ જાહેર- જુઓ વીડિયો
કબૂતરબાજીના દેશવ્યાપી કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કર્યા બાદ હવે જુના આરોપીઓ વિરુદ્ધ પણ સકંજો કસવાની તૈયારી કરી લેવાઈ છે. આ કેસમાં વર્ષ 2022થી વોન્ટેડ આરોપીના ફોટો જાહગેર કરી ઈનામી રાશિ જાહેર કરવામાં આવી છે.
કબૂતરબાજીના કેસમાં તપાસનો ધમધમાટ દિવસે દિવસે વધુ તેજ થઈ રહ્યો છે. હાલમાં સામે આવેલા દેશવ્યાપી કબૂતરબાજીના કૌભાંડમાં 6 એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં 3 એજન્ટ તો ગાંધીનગરના કલોલના જ છે. હાલ કબૂતરબાજીના કેસમાં ફરાર આરોપીઓ સામે પોલીસે ગાળિયો કસવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ તમામ 6 આરોપીના ફોટો જાહેર કરવામાં આવ્યા છે અને તેમની વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ગેરકાયદે અમેરિકા લઈ જવા માટે આ આરોપીઓએ નક્લી દસ્તાવેજ બનાવી આપ્યા હતા.
આરોપીઓ વર્ષ 2022થી વોન્ટેડ જાહેર થયેલા છે. હાલ તેમની સામે 25 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યુ છે. અગાઉ આ કેસમાં બોબી પટેલ સહિતના આરોપીઓ પકડાઈ ચુક્યા છે.
આપને જણાવી દઈએ કે ફ્રાન્સ કબૂતરબાજી મામલે સીઆઈડી ક્રાઈમે 14 એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. માત્ર પંજાબીઓ માટે શરૂ થયેલી કબૂતરબાજીની નવી મોડસ ઓપરેન્ડી મુજબ દોઢ વર્ષમાં 1500 લોકોને અમેરિકા મોકલ્યા હોવાનો ખૂલાસો થયો છે. માત્ર ડિસેમ્બર મહિનામાં જ ફ્લાઈટ મારફતે 600 કરતા વધુ લોકોને અમેરિકા પહોંચાડ્યા હોવાનો ખૂલાસો થયો છે.
Input Credit Harin Matrawadia- Ahmedabad
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
