Ahmedabad : શહેરમાં ખાડા કે ખાડામાં શહેર ? મોટે ઉપાડે સાઉથ બોપલને મનપામાં સામેલ તો કર્યું, પરંતુ હાલત ‘જૈસે થે’

અમદાવાદ શહેરના (Ahmedabad roads) સીમાંકન વખતે મોટા ઉપાડે બોપલ અને સાઉથ બોપલને અમદાવાદ મનપામાં(AMC)  તો સમાવી લીધું પણ હાલત હજી એની એ જ છે.અહીં મકાનો મોંઘા છે અને રસ્તાઓ કોડીના

Ahmedabad : શહેરમાં ખાડા કે ખાડામાં શહેર ? મોટે ઉપાડે સાઉથ બોપલને મનપામાં સામેલ તો કર્યું, પરંતુ હાલત 'જૈસે થે'
More than 20 potholes in ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 7:06 AM

અમદાવાદના(Ahmedabad)  મોટાભાગના રસ્તાઓ પર છવાઈ ગયું છે ખાડારાજ.પરંતુ સૌથી ખરાબ હાલત જો કોઈની હોય તો તે પોશ વિસ્તાર સાઉથ બોપલની(South bopal) છે. અહીંના રસ્તાઓ જોઈને તમને એવું બિલકુલ નહીં લાગે કે તમે ધનાઢ્ય કહેવાતા સાઉથ બોપલમાં છો…! કેમ કે, અમદાવાદ શહેરના (Ahmedabad roads) સીમાંકન વખતે મોટા ઉપાડે બોપલ અને સાઉથ બોપલને અમદાવાદ મનપામાં(AMC)  તો સમાવી લીધું પણ હાલત હજી એની એ જ છે.અહીં મકાનો મોંઘા છે અને રસ્તાઓ કોડીના.

અમદાવાદમાં  મેઘરાજાની (Rain) સારી એવી મહેરબાની રહી છે,પણ ધોધમાર વરસાદે અનેક જગ્યાએ મુશ્કેલીઓની વણઝાર ઉભી કરી છે.ભારે વરસાદના કારણે અમદાવાદમાં રોડ એટલો બધો ધોવાઇ ગયો છે કે જ્યાં જુઓ ત્યાં 2 થી 3 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે.અને આ રસ્તા પરથી પસાર થવું એ વાહનચાલકો માટે પડકાર સમાન સાબિત થઇ રહ્યું છે, કેમ કે રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.લોકો મજબૂરીના માર્યા આ રોડ પરથી પસાર તો થાય છે પરંતુ ઠેર-ઠેર પડેલા મસમોટા ખાડાઓને કારણે આ રોડ લોકોની કમર તોડી નાખે તેમ છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

સરસપુર સ્વિમિંગ પૂલમાં ગરકાવ !

સરસપુરના નૂતનમિલ વિસ્તારના દ્રશ્યોએ તંત્રની પ્રિમોન્સુન કામગીરીની (Primonsoon activity) પોલ ખોલી નાખી છે.અહીં ગમે તેટલો વરસાદ પડે આવી જ સ્થિતિ જોવા મળે છે..તો બાળકોએ પણ સ્વિમિંગ પૂલ બની ગયેલા રસ્તા પર નહાવાની મજા માણી. જોકે બાળકો માટે ભલે આ મજા હોય પરંતુ રાહદારીઓ માટે આ પાણી સજા સમાન બની રહે છે.અને દરવર્ષે લોકોએ ગંદકીમાંથી પસાર થવા મજબૂર થવું પડે છે. આ તરફ સરસપુર બાપુનગર જવાના રસ્તા પર પાણી ભરાતા આખો વિસ્તાર બેટમાં(Bat)  ફેરવાઈ ચૂક્યો હોય તેવી સ્થિતિ જોવા મળી.લોકો જ્યાં જાય ત્યાં બસ પાણી જ પાણી જોવા મળ્યું.વરસાદમાં હવે આ રસ્તા પર બાઈકને બદલે નાવ લઈને જવું પડે તેવી હાલત છે.ત્યારે હાલ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">