Ahmedabad ની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પરેશાન, પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ

અમદાવાદની (Ahmedabad)સોલા સિવિલ હોસ્પિટલમાં(Sola Civil Hospital)હજારોની સંખ્યામાં દર્દીઓ(Patient) સારવાર માટે આવતા હોય છે. ત્યારે આ જ દર્દીઓને કલાકો સુધી લાંબી કતારોમાં પણ ઉભું રહેવું પડે છે.

Ahmedabad ની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પરેશાન, પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ
Ahmedabad Sola Civil Hospital
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Sep 22, 2022 | 7:04 PM

અમદાવાદની (Ahmedabad)સોલા સિવિલ હોસ્પિટલમાં(Sola Civil Hospital)હજારોની સંખ્યામાં દર્દીઓ(Patient) સારવાર માટે આવતા હોય છે. ત્યારે આ જ દર્દીઓને કલાકો સુધી લાંબી કતારોમાં પણ ઉભું રહેવું પડે છે.. નવાઈની બાબત એ છે કે બપોરના સમયે એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી તમામ દર્દીઓને બહાર કાઢી મૂકવામાં આવે છે.. હોસ્પિટલના બિલ્ડિંગમાં ઓપીડીમાં આવતા એક પણ દર્દીને બેસવા દેવામાં આવતા નથી, માટે દર્દી જ્યારે આવે ત્યારે બપોર પછી તેને ફરીથી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવે છે. સિક્યુરિટી સ્ટાફ દ્વારા હોસ્પિટલ સત્તાધિશો દ્વારા જાહેર કરાયેલા નિયમ મુજબ એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી હોસ્પિટલમાં કોઈપણ ઓપીડીમાં આવતા દર્દીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. એટલું જ નહીં હોસ્પિટલમાં રહેલા ઓપીડીના તમામ દર્દીઓને બહાર કાઢી મૂકવામાં આવે છે અને અંદર જવાના તમામ રસ્તાઓમાં બાંકડાઓને બેરીકેટ તરીકે ઉપયોગ કરી લેવાય છે.

OPDમાં આવતા તમામ દર્દીઓને બહાર કાઢી મૂકવામાં આવતા હોય છે

જેમાં બાંકડામાં બેઠેલા દર્દીઓને પણ ઉભા કરી બહાર ધકેલી દેવામાં આવે છે.હોસ્પિટલ બિલ્ડીંગની આ પરિસરમાં બેસવાની વ્યવસ્થા હોવા છતાં પણ દર્દીઓને કેમ બહાર ધકેલાય છે તે એક મોટો સવાલ છે. ચોમાસામાં વરસાદ હોય કે ઉનાળાની કાળજાળ ગરમી સોલા સિવિલમાં આવતા તમામ દર્દીઓની હાલત બપોરના સમયે કફોડી બની જાય છે. OPDમાં આવતા તમામ દર્દીઓને બહાર કાઢી મૂકવામાં આવતા હોય છે..જેના કારણે દર્દીઓ હોસ્પિટલ બહાર જ્યાં જગ્યા મળે ત્યાં આશરો શોધતા જોવા મળે છે

ઓપીડી વોર્ડ પણ ના દરવાજા પણ બંધ કરી દેવામાં આવે છે

ગુજરાતની આ એકમાત્ર એવી હોસ્પિટલ હશે કે જ્યાં બપોરના સમયે દરરોજ હોસ્પિટલ બિલ્ડિંગના મુખ્ય દ્વાર પર સાંકળ વડે તાળું મારી દેવામાં આવતું હોય અને જે તે વિભાગની ઓપીડીના દ્વાર પણ બંધ કરી સ્ટાફ દ્વારા આરામ ફરમાવવામાં આવતો હોય છે.દર્દીઓની બેસવાની વ્યવસ્થા હોવા છતાં પણ બપોરના સમયે દરેક ઓપીડી વોર્ડ પણ ના દરવાજા પણ બંધ કરી દેવામાં આવે છે

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

હોસ્પિટલ સ્ટાફ પોતાની અનુકૂળતા મુજબ ગમે ત્યારે ગમે તે સમયે ઓપીડી  ખોલતા હોય છે

હવે નજર કરીએ હોસ્પિટલ ઓપીડીના દરવાજાની બહાર લગાવેલ આ બોર્ડ પર જેમાં બોર્ડમાં અલગ અલગ સમય દર્શાવવામાં આવ્યો છે એક બોર્ડમાં લખ્યું છે કે સાંજની ઓપીડી સાંજે 5:00 વાગ્યાથી આઠ વાગ્યા સુધીની રહેશે તો તેની બાજુમાં ઓપીડીનો સમય સાંજનો 4થી 8નો લખવામાં આવ્યો છે દર્દીઓને આખરે સાચો સમય ક્યો ગણવો તે એક મોટો પ્રશ્ન ગણાય છે. હોસ્પિટલ સ્ટાફ પોતાની અનુકૂળતા મુજબ ગમે ત્યારે ગમે તે સમયે હોસ્પિટલ ખોલતા હોય તેવો ઘાટ સોલા સિવિલ હોસ્પિટલમાં જોવાય છે

હોસ્પિટલ પરિસર ખાલી કરાવતા સિક્યુરિટી સ્ટાફને એ વાતની સહેજ પણ રંજ નથી કે નાના બાળકો હોય પ્રેગ્નેટ મહિલા હોય કે પછી શારીરિક રીતે સક્ષમ ન હોય તેવા દર્દીઓને પણ સિક્યુરિટી સ્ટાફ બહાર ધકેલી દેતો હોય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">