Ahmedabad : પાટીદાર સંસ્થાઓનો 25 મુદ્દાઓ પર પંચ, વાંચો PSI ભરતી બાબતે કયો મોટો નિર્ણય કર્યો

વિશ્વ ઉમિયાધામના પ્રમુખ અને પાટીદાર સંસ્થાઓની (Patidar Organization) કોર્ડિનેશન કમિટીના કન્વીનર આર.પી.પટેલે (R.P.Patel) જણાવ્યું હતું કે પોલીસ ભરતી બોર્ડે PSIની પ્રિલિમરી પરીક્ષામાં નોટિફિકેશનમાં આપેલાં સેક્શન 16નું ઉલ્લંઘન કર્યું છે.

Ahmedabad : પાટીદાર સંસ્થાઓનો 25 મુદ્દાઓ પર પંચ, વાંચો PSI ભરતી બાબતે કયો મોટો નિર્ણય કર્યો
Patidar Meeting
Jignesh Patel

| Edited By: Mamta Gadhvi

Jun 16, 2022 | 7:28 AM

બિનઅનામત વર્ગને (Unreserved Class) PSIની ભરતીમાં થયેલા અન્યાય તેમજ યુવતીઓના પરિવારની સંમતિ વગરના લગ્નોમાં માતા-પિતાની સહમતિ ફરજિયાત કરવા જેવા વિવિધ મુદ્દાઓ અંગે વિશ્વઉમિયાધામઅમદાવાદ (Ahmedabad) ખાતે ‘પાટીદાર સંસ્થાઓની કોર્ડિનેશન કમિટી’ની બેઠક મળી હતી. જેમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજની મુખ્ય 18 સંસ્થાઓના પ્રમુખો હાજર રહ્યા હતા. આ બેઠકમાં પ્રવર્તમાન સમયમાં સવર્ણ સમાજને બિનઅનામત આયોગ અને નિગમ દ્વારા થઈ રહેલાં અન્યાય સંદર્ભે મુખ્ય ચર્ચા થઈ હતી. પાટીદાર સમાજની (patidar community) મુખ્ય સંસ્થાઓના પ્રમુખોએ એકરાગે કુલ 25 જેવા બિનઅનામત વર્ગને સ્પર્શતા મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ સરકારમાં યોગ્ય રજૂઆત કરવાનું નક્કી કર્યુ છે.

PSI ભરતીમાં ભરતી બોર્ડે દ્વારા સેક્શન 16નું ઉલ્લંઘન કરાયુ

વિશ્વ ઉમિયાધામના પ્રમુખ અને પાટીદાર સંસ્થાઓની કોર્ડિનેશન કમિટીના કન્વીનર આર.પી.પટેલે (R.P.Patel) જણાવ્યું હતું કે પોલીસ ભરતી બોર્ડે PSIની પ્રિલિમરી પરીક્ષામાં નોટિફિકેશનમાં આપેલાં સેક્શન 16નું ઉલ્લંઘન કર્યું છે. જેથી પાટીદારો સહિતના સવર્ણ સમાજ અને બિનઅનામત વર્ગને અન્યાય થયો છે. સરકાર (Govt) સત્વરે આ અંગે વિચારણા કરે એવી અમારી રજૂઆત છે.

વહીવટી પ્રશ્નોથી સવર્ણ સમાજને અન્યાય

ઉમિયાધામ સિદસરના પ્રમુખ અને આ બેઠકના(patidar meeting)  અધ્યક્ષ જેરામભાઈ વાંસજાળીયાએ જણાવ્યું હતું કે, બિનઅનામત આયોગ અને નિગમના વહીવટી પ્રશ્નો અને અધિકારીઓની નકારાત્મકતાથી પાટીદાર સહિતના સવર્ણ સમાજને અન્યાય કરી રહ્યા છે. સરકારશ્રી સત્વરે આયોગ અને નિગમના ચેરમેનની વરણી કરે અને જે તે પ્રશ્નોનું નિરાકરણ લાવે.

સમસ્ત પાટીદાર સમાજ, સુરતના પ્રમુખ શ્રી વેલજીભાઈ શેટાએ જણાવ્યું હતું કે પરિવારની સમંતિ વગર યુવતીઓ દ્વારા કરવામાં આવતાં મરજી મુજબના લગ્નો અંગેની નોંધણીમાં માતા-પિતાને સાક્ષી તરીકે ફરજિયાત રાખવા. તેમજ આ સંદર્ભે સરકારશ્રીએ ગહન વિચારણા કરી લગ્ન વિષયક નિયમોમાં યોગ્ય ફેરફાર કરવો જોઈએ.

આ મહત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા

1. ઉપરોક્ત તમામ વિષયો અંગે પાટીદાર સમાજના પ્રતિનિધીઓની કમિટીનું ગઠન કરવું. 2. પાટીદાર સંસ્થાઓની કો-ઓર્ડિનેશન કમિટીનો વ્યાપ 6 સંસ્થાઓથી વધારી 50 સંસ્થાઓનો સમાવેશ કરવો. 3. આંદોલન દરમિયાન યુવાનો ઉપર થયેલા પોલીસ કેસમાં જે કોઈ કેસ પેન્ડિંગ છે તે તમામ કેસ પરત ખેંચવા. 4. આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારજનોને સત્વરે નોકરી આપવી. 5. રાજ્યના ખેડૂતોની જમીનો મુદ્દે પડતી પ્રવર્તમાન હાલાકીઓ અંગે સરકારમાં રજૂઆત કરી પ્રશ્નોનો નિકાલ કરવો. 6. ખેડૂતોને વીજળી અન્વવે પડતી તકલિફોનો ઝડપથી નિકાલ કરવા સરકારમાં રજૂઆત કરવી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati