Monsoon 2021 : જાણો, ગુજરાતમાં વરસાદની આગાહીને લઇને શું કહ્યું હવામાન વિભાગના અધિકારીએ ?

હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 2:39 PM

Monsoon 2021 : હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી વરસાદની ભારેથી અતિભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે અમુક વિસ્તારમાં મેઘરાજાની બેટિંગ શરૂ થઇ ગઈ છે. આ વચ્ચે માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 12મી જુલાઈએ અરબી સમુદ્રમાં એક હવાનું હળવું દબાણ સર્જાયું છે જેને કારણે વરસાદ ની સંભાવના છે.

હવામાન અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી 3 દિવસ ગુજરાતમાં (Gujarat) ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયા કિનારાના લોકોને સસુરક્ષિત સ્થળે સ્થળાન્તર કરવાનું પણ કહેવામાં આવ્યું છે. તો માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, અમરેલી અને રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ તમામ બંદરો પર ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ આ હવાના હળવા દબાણને કારણે ભારે વરસાદ વરસશે, જેનાથી ખેડૂતોને વાવણી લાયક વરસાદ મળી રહેશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">