અમદાવાદમાં હજારો ફટાકડાની દુકાનો વચ્ચે માત્ર 178 દુકાનદારોએ જ ફાયર એનઓસી માટે અરજી કરી

અમદાવાદ શહેરમાં હજારો ફટાકડાની દુકાનો છે. પરંતુ તેમાંથી માત્ર 178 દુકાનદારોએ ફાયર NOC માટે અરજી કરી છે. જેમાંથી 170 અરજીઓને મંજૂરી મળી છે.

અમદાવાદમાં હજારો ફટાકડાની દુકાનો વચ્ચે માત્ર 178 દુકાનદારોએ જ ફાયર એનઓસી માટે અરજી કરી
Ahmedabad only 178 shopkeepers applied for Fire NOC
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 10:17 PM

અમદાવાદમાં(Ahmedabad)ફટાકડાની(Fire Crackers)આ મોટી હાટડીયો કોઈ મોટી ઘટના નોતરી શકે છે એક નાનો તણખો મોટી આગનું રૂપ ધારણ કરી શકે છે. આવું ન થાય તે માટે અમદાવાદ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી( Fire noc)ફરજિયાત કરી છે.

પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે શહેરભરમાં હજારો ફટાકડાની દુકાનો છે. પરંતુ તેમાંથી માત્ર 178 દુકાનદારોએ ફાયર NOC માટે અરજી કરી છે. જેમાંથી 170 અરજીઓને મંજૂરી મળી છે જ્યારે બાકીની અરજીઓ માટે પ્રક્રિયા ચાલી રહી હોવાનું અધિકારી જણાવી રહ્યા છે.

ચીફ ફાયર ઓફિસરનું માનીએ તો દર વર્ષની સરખાણીએ આ વર્ષે 25 અરજી વધુ આવી છે. એટલે કે દર વર્ષે 150 જેટલી જ અરજી ફાયર વિભાગમાં આવતી હતી. જે શહેરમાં ચાલતી દુકાનો, તંબુ અને હાટડીઓને જોતા ખૂબ જ ઓછી કહી શકાય.. તેમ છતાં તંત્ર આંખ કાન આડા હાથ કરીને કોઈ મોટી દુર્ઘટનાની વાટ જોતું હોય તેવું લાગી રહ્યું છે.. કારણકે ભૂતકાળમાં પણ એવી ઘટનાઓ બની ચૂકી છે, જેમાં ફટાકડાને કારણે મોટી આગ લાગી હોય. જો કે ચીફ ફાયર ઓફિસરે કેટલીક બાબતો પર ધ્યાન રાખવા સૂચન કર્યું છે..

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

ચીફ ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે ફટાકડાની દુકાન ધરાવતા માલિકોએ સૌથી પહેલા ફાયર NOC લેવી ફરજિયાત છે. દુકાનમાં ફાયર સેફ્ટીના સાધનો રાખવા, પાણીના પીપ અને રેતીનો જથ્થો રાખવો, દુકાનમાં ખુલ્લા વાયર ન રાખવા, નક્કી કરેલા જથ્થા કરતા વધુ જથ્થો ન રાખવો, ફટાકડાની દુકાન પાસે ફટાકડા ન ફોડવા અથવા કોઈ ફટાકડા ન ફોડે તેનું ધ્યાન રાખવું સાથે જ દીવાબત્તી કરતા સમયે પણ ધ્યાન રાખવું જરૂરી છે.

મહત્વનું એ છે કે આ નીતિનિયમોને નેવે મુકીને જે લોકો ફટાકડાનું વેચાણ કરે છે, તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જરૂરી છે.દિવાળીનું પર્વ જેમ મીઠાઈ વિના અધુરું છે, તે જ રીતે ફટાકડા, આતશબાજી અને ધૂમધડાકા વિના અધુરું છે.. આજ કારણ છે કે શહેરના કોઈ પણ રસ્તા પર નીકળશો તો ફટાકડાની મોટી દુકાનો જોવા મળશે.. જ્યાંથી લોકો ફટાકડાની ખરીદી કરતા નજરે પડે છે.

આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસે ખાતરમાં ભાવ ઘટાડાની સરકારની જાહેરાત પર ઉઠાવ્યા આ વેધક સવાલો

આ પણ વાંચો: કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવીયાએ કહ્યું, દેશમાં 78 ટકા લોકોને અપાયો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">