હસ્ત કલાકારોને પ્રોત્સાહન આપવા અમદાવાદ હાટમાં હસ્તકળા મેળાનું આયોજન

વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ હાટમાં હસ્તકળા  મેળાનું આયોજન કરાયું. જેનું આયોજન  સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા દવારા કરવામાં આવ્યું હતું.

હસ્ત કલાકારોને પ્રોત્સાહન આપવા અમદાવાદ હાટમાં હસ્તકળા મેળાનું આયોજન
Ahmedabad Haat Handicraft Fair
Darshal Raval

| Edited By: Chandrakant Kanoja

Dec 20, 2021 | 11:18 PM

કોરોના કાળ (Corona) દરમિયાન અનેક ઉદ્યોગોને અસર પડી જેમાં સૌથી મોટી અસર લઘુ ઉદ્યોગોને પડી હતી. જેના કારણે લઘુ ઉદ્યોગ ધરાવતા લોકોને હસ્ત કલાકારો (handicraftsmen)   જીવન કેવી રીતે જીવવું ગુજરાન કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન સર્જાયો હતો. ત્યારે  સરકારે રહી રહી ને પણ ધ્યાને લીધી અને લઘુ ઉદ્યોગ ફરી ઉભા થાય તેવા પ્રયાસ હાથ ધર્યા છે.

આ જ પ્રયાસના ભાગ રૂપે વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ હાટમાં(Ahmedabad Haat) હસ્તકળા  મેળાનું આયોજન કરાયું. જેનું આયોજન  સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (sidbi ) દવારા કરવામાં આવ્યું જે એક સરકારી સંસ્થા છે. આ મેળામાં હસ્તકલા, હેન્ડલુમ અને અન્ય કલા આધારિત ઉત્પાદનો પ્રદર્શન સહ વેચાણ કરવામા આવી રહ્યું છે.

16 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધી યોજાયેલા મેળામાં રાજ્યના 90 જેટલા વિવિધ કલાકારોએ પોતાની કલા રજૂ કરી. તો લોકોએ પણ તે કલા નિહાળી તેમજ ખરીદી પણ કરી. જેના કારણે લઘુ ઉદ્યોગ ધરાવતા લોકો કે જેમની રોજગારી અટકી પડી હતી તે ફરી પાટા પર ચડી હોય તેવું કલાકારોએ અનુભવ્યું હતું.

તો 90 કલાકારોમાં બાલમુકુંદ ચૌહાણ નામના કલાકાર કે જેઓએ 20 વર્ષ પહેલાં એક ખાનગી કંપનીમાં નોકરી દરમિયાન પોતાના જમણા હાથની આંગળીઓ અકસ્માતમાં ગુમાવી પણ તેઓ હિંમત ન હાર્યા અને તેઓ આગળ વધ્યા. જેઓને પણ કોરોના કાળ અસર કર્યો. પણ મેળામાં ભાગ લેતા તેમને પણ ખુશી અનુભવી અને મેળાને આવકાર્યો

તો આ તરફ સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા(sidbi)ના ડેપ્યુટી મેનેજર સુદત્ત મંડલ જણાવ્યું કે તેઓ વર્ષ દરમિયાન 10 મેળાનું આયોજન કરતા હોય છે. અને અમદાવાદ ખાતે આ વર્ષે તેમનો આ બીજો મેળો છે. જે જેમાં તેઓએ ધાર્યા અને નક્કી કર્યા કરતા વધારે કલાકારોએ ભાગ લીધો. જે સારી બાબત ગણાવી.

જે કલાકારોને sidbi એ મફત સ્ટોલ,જમવાની મફત વ્યવસ્થા તેમજ ઓનલાઈન પ્લેટફોર્મ ઓન પૂરું પાડ્યું. જેથી કલાકારો વગર ખર્ચે સારી કમાણી કરી પોતાના લઘુ ઉદ્યોગોને આગળ વધારી રોજગારી અને કમાણી મેળવી શકે. જે કાર્યક્રમ સફળ રહ્યાનું sidbiના ડેપ્યુટી જનરલ મેનેજરે જણાવ્યું.

તો આ તરફ મેળામાં ભાગ લેનાર લઘુ ઉદ્યોગ ધારકોએ આ પ્રકારના મેળાનું આયોજન સતત થતું હોવાથી લઘુ ઉદ્યોગકારો રોજગારી અને આવક મેળવી શકે છે તેમ પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો: GUJARAT : કોરોનાના નવા 70 કેસ, વડોદરામાં ઓમિક્રોન, પેપરલીક તેમજ અન્ય અગત્યના સમાચાર વાંચો એક ક્લિકમાં

આ પણ વાંચો: કમલમ પર ઘર્ષણ મુદ્દે આપના નેતાઓ વિરુદ્ધ ભાજપના મહિલા કાર્યકરે કરી નામજોગ ફરિયાદ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati