દારૂનું વ્યસન છોડાવવા નટ સમુદાયનો અનોખો પ્રયાસ, દારૂ પીનારાને અપાય છે આ ખાસ સજા

આ પ્રયોગ સૌપ્રથમ મોતીપુરામાં લાગુ કરવામાં આવ્યો હતો અને હવે તે ધીરે ધીરે જામનગર, અમરેલી, ભાવનગર અને સરેન્દ્રનગરના 24 ગામોમાં ફેલાયો છે જ્યાં નટ સમુદાયના લોકો રહે છે.

દારૂનું વ્યસન છોડાવવા નટ સમુદાયનો અનોખો પ્રયાસ, દારૂ પીનારાને અપાય છે આ ખાસ સજા
Nut Community of Ahmedabad find unique way to curb alcohol addiction in People, put such people in cage

AHMEDABAD : અમદાવાદ જિલ્લાના 24 ગામોના નટ સમુદાય (Nut Community) દારૂના વ્યસન (Alcohol Addiction) સામે લડવા માટે એક અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં નશાની હાલતમાં જોવા મળતા લોકોને પાંજરા (cage) માં બંધ કરી દંડ ફટકારવામાં આવે છે. નટ સમુદાયે દાવો કર્યો છે કે તેમનો આ પ્રયોગ દારૂ છોડાવવામાં અસરકારક સાબિત થઈ રહ્યો છે અને તેના કારણે સમુદાયના લોકો દારૂથી દુર રહે છે.

સરપંચ બાબુ નાયકે જણાવ્યું કે વર્ષ 2019 માં અમદાવાદના મોતીપુર ગામના નટ સમુદાયમાં વ્યક્તિને પાંજરામાં બંધ કરી દેવાનો અને રાત્રે નશામાં મળી આવ્યા બાદ 1200 રૂપિયાનો દંડ વસૂલવાનો વિચાર આવ્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાત દારૂ પ્રતિબંધિત રાજ્ય છે અને દારૂ પીવો કાયદેસર પ્રતિબંધિત છે, તેમ છતાં સમુદાયમાં પીનારાઓની સંખ્યા વધારે હતી. તેથી નટ સમુદાયની નોંધપાત્ર વસ્તી ધરાવતા 24 ગામોમાં આ પ્રયોગનું પુનરાવર્તન કરવામાં આવ્યું.

દારૂ પીનારાએ પાંજરામાં રાત ગાળવી પડશે
સરપંચ બાબુ નાયકે, “વર્ષ 2017 માં, અમે દારૂ પીનારાઓ પર 1,200 રૂપિયાનો દંડ લગાવવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ સમુદાયના સભ્યોને પાછળથી સમજાયું કે આ પૂરતું નથી, તેથી જે લોકો દારૂ પીવે છે તેમને રાત્રે પાંજરામાં પુરી દેવામાં આવે છે. એક નિયમ આ માટે બનાવવામાં આવ્યો હતો.” તેમણે કહ્યું કે આ નિર્ણય પછી ગામલોકોએ કામચલાઉ પાંજરુ બનાવ્યું જેમાં દારૂ પીનારાને રાત ગાળવી પડે છે. દારૂ પીનારાને પીવાના પાણીની માત્ર એક બોટલ અને પાંજરામાં શૌચ માટે એક કન્ટેનર આપવામાં આવે છે. નાયકે કહ્યું કે આ પ્રયોગ અસરકારક સાબિત થઈ રહ્યો છે કારણ કે પાંજરામાં પુરાઈ રહેલા પુરુષો, એટલે કે દારૂનું વ્યસન કરનારાઓની સંખ્યા વર્ષ દર વર્ષે ઘટી રહી છે.

ઘરેલુ હિંસાના બનાવોમાં પણ ઘટાડો થયો છે
તેમણે કહ્યું કે દારૂનું વ્યસન છોડવાની સાથે ઘરેલુ હિંસાની ઘટનાઓ ઘટી છે અને લોકોએ બીજી ઘણી ખરાબ ટેવો છોડી દીધી છે. નાયકે કહ્યું કે એક ટીમ દરેક વ્યક્તિ પર નજર રાખે છે અને ગ્રામજનોની ગુપ્ત માહિતી, ખાસ કરીને પુરુષ સભ્યના દારૂ પીવાના વ્યસનથી પરેશાન છે તેવા ઘરની મહિલાની માહિતી મેળવી તેના પર કાર્યવાહી કરે છે. તેમણે કહ્યું કે આ પ્રયોગ સૌપ્રથમ મોતીપુરામાં લાગુ કરવામાં આવ્યો હતો અને હવે તે ધીરે ધીરે જામનગર, અમરેલી, ભાવનગર અને સરેન્દ્રનગરના 24 ગામોમાં ફેલાયો છે જ્યાં નટ સમુદાયના લોકો રહે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati