અમદાવાદની સ્કૂલોમાં કોરોનાની રિ-એન્ટ્રી થતા ડીઇઓ દ્વારા બંને સ્કૂલોને એક અઠવાડિયા સુધી બંધ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. ક્લાસના અન્ય વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. ડીઇઓ કચેરીએથી આપવામાં આવેલા આદેશ અનુસાર આ બંને સ્કૂલોમાં 28 ડીસેમ્બર સુધી ઓફલાઈન વર્ગો બંધ કરી દેવામાં આવ્યાં છે. અમદાવાદની આ બે સ્કૂલોમાં કોરોના પોઝીટીવ આવેલા આ ચારેય વિદ્યાર્થીઓની હાલત સ્થિર છે. તકેદારીના ભાગરૂપે નિરમાં વિદ્યાવિહાર સ્કૂલને સેનીટાઈઝ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સુરત બાદ હવે અમદાવાદમાં પણ કોરોના વાયરસની ફરીવાર એન્ટ્રી થઇ છે. સુરતમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે અને આ મામલે સુરત પાલિકા એક્શનમાં આવી છે. શાળાઓમાં સુરક્ષા કવચ સમિતિ બનાવવામાં આવી છે. તો આ સાથે જ દરરોજ 2 હજાર વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. જે શાળામાંથી પોઝિટિવ કેસ મળી આવે છે તે શાળાને 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે. સાથે જ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓનું કોરોના બાબતે ટ્રેકિંગ રાખવામાં આવશે.