Navratri 2022: પાર્ટીપ્લોટ કે કલબ કરતા શેરી ગરબા, સોસાયટીમાં થતાં ગરબા પ્રત્યે ખેલૈયાઓનો ઝુકાવ વધ્યો

અમદાવાદમાં (Ahmedabad) આ વર્ષે પાર્ટી પ્લોટ કરતા વધુ ગરબાઓનું આયોજન સોસાયટીઓ અને પોળોમાં થયુ છે. જાહેરમાં થતા ગરબાના આયોજનોનું પ્રમાણ આ વર્ષે ઘણુ ઓછુ જોવા મળી રહ્યુ છે.

Navratri 2022: પાર્ટીપ્લોટ કે કલબ કરતા શેરી ગરબા, સોસાયટીમાં થતાં ગરબા પ્રત્યે ખેલૈયાઓનો ઝુકાવ વધ્યો
Navratri GarbaImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 12:11 PM

કોરોનાકાળના બે વર્ષ બાદ ગુજરાતમાં (Gujarat) આ વર્ષે ધામધૂમથી ગરબા યોજાવા જઇ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) આ વર્ષે પાર્ટી પ્લોટ કરતા વધુ ગરબાઓનું આયોજન સોસાયટીઓ અને પોળોમાં થયુ છે. જાહેરમાં થતા ગરબાના આયોજનોનું પ્રમાણ આ વર્ષે ઘણુ ઓછુ જોવા મળી રહ્યુ છે. જેની સરખામણીએ 2019માં રાસ-ગરબાના (Navratri 2022) આયોજન માટે 76 ટકા આયોજકોએ મંજૂરી લીધી હતી. જો કે અમદાવાદ શહેરમાં આ વખતે જાહેરમાં રાસ-ગરબાના આયોજન માટે 40 ટકા આયોજકો દ્વારા જ પોલીસ મંજૂરી લેવામાં આવી છે. જે દર્શાવે છે કે જાહેરમાં ગરબાના આયોજનમાં ઘણો જ ઘટાડો જોવા મળી રહ્યો છે.

આયોજકો જોખમ લેવા નથી ઇચ્છતા !

આ વર્ષે ગરબાના જાહેરમાં આયોજનમાં ઘટાડા પાછળ ઘણા કારણો જોવા મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે મોટાભાગના આયોજકો હજુ મહામારીને પગલે શું સ્થિતિ રહેશે તેના પર નજર રાખી રહ્યા છે. કારણ કે ગત વર્ષે પણ અંતિમ સમયમાં પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન ન કરવાની સરકારે જાહેરાત કરી હતી. આ ઉપરાંત ગુજરાતમાં વિદાય લેતુ ચોમાસુ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પાડે તેવી શક્યતા છે. જેના પગલે અનેક આયોજકોએ ગરબા આયોજનનું જોખમ લેવાનું ટાળ્યું છે.

સોસાયટી, શેરીઓમાં ગરબા માટે ઉત્સાહ

છેલ્લા બે વર્ષમાં નવરાત્રીમાં શેરી ગરબા, સોસાયટીમાં થતાં આયોજનો પ્રત્યે પણ ખેલૈયાઓનો ઝુકાવ વધુ જોવા મળી રહ્યો છે. કારણકે ખેલૈયા પણ પાર્ટી પ્લોટમાં અંતિમ સમયે કોઇ અજાણી પરિસ્થિતિ આવી જાય તો ગરબાની મજા બગાડવા માગતા નથી. જેથી ઘર આંગણે રમાતા ગરબાઓમાં ખેલૈયાઓની રુચી વધી છે. અમદાવાદમાં ખેલૈયાઓમાં ગરબાને લઇને એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે ઘણા વિસ્તારોમાં રવિવાર એટલે કે એક દિવસ પહેલાથી જ ગરબાની શરુઆત કરી દેવામાં આવી છે. વિવિધ સોસાયટીઓમાં કોરોનાના પહેલાના સમય કરતા પણ વધુ ઉત્સાહથી નવરાત્રીનું આયોજન કરેલુ જોવા મળી રહ્યુ છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

વિવિધ સોસાયટી, પોળોમાં લાઇટિંગથી શણગાર કરી દેવામાં આવ્યો છે. ખેલૈયાઓ નવે નવ દિવસ ગરબાના તાલે ઝુમવા ખૂબ જ આતુર જોવા મળી રહ્યા છે. ઘણા લોકોએ મહિનાઓ પહેલાથી જ ગરબાના અવનવા સ્ટેપ શીખી લીધા છે. બસ ઢોલ વાગે અને ગરબાના તાલે કયારે પગ નાચવાનું શરુ કરે એની જ રાહ ખેલૈયાઓ જોઇ રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">