MSME સેકટર ગુજરાતના અર્થતંત્રનું પીઠબળ : સીએમ ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ ગુજરાતીઓના લોહીમાં જ વેપાર-વણજ ઊદ્યોગ-કૌશલ્ય વણાયેલા હોવાનું કહીને, રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં લઘુ-મધ્યમ-મોટા કદના એમ હરેક ઊદ્યોગોનું વિશેષ યોગદાન રહેલું છે તેમ જણાવ્યું હતું

MSME સેકટર ગુજરાતના અર્થતંત્રનું પીઠબળ : સીએમ ભુપેન્દ્ર પટેલ
Gujarat CM Attend Ladhu Udyog Bharati Sneh Milan Programme
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 9:47 PM

લઘુ ઉદ્યોગ ભારતી(Labhu Udyog Bharti)ગુજરાત મધ્ય વિભાગના સ્નેહમિલન સમારોહમાં રાજ્યના ઉદ્યોગકારોને સંબોધન કરતાં ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન છે, જેમાં એમએસએમઇ( MSME)સેકટર ગુજરાતના અર્થતંત્રની બેકબોન છે. ભારતના ઊદ્યોગો ખાસ કરીને MSM વિશ્વ સાથે કદમ મિલાવીને ચાલવા સજ્જ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ ગુજરાતીઓના લોહીમાં જ વેપાર-વણજ ઊદ્યોગ-કૌશલ્ય વણાયેલા હોવાનું કહીને, રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં લઘુ-મધ્યમ-મોટા કદના એમ હરેક ઊદ્યોગોનું વિશેષ યોગદાન રહેલું છે તેમ જણાવ્યું હતું.આ સમારોહમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ૨૦૦૩થી શરૂ કરાયેલી વાયબ્રન્ટ સમિટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે ગુજરાતની ઔદ્યોગિક વિકાસ યાત્રા વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

MSME સેકટરમાં ૮ લાખ ઉદ્યોગો લાખો લોકોને રોજગારી

તેમણે કહ્યું કે, શ્રેષ્ઠ માળખાકીય સગવડો, ગુડ ગર્વનન્સ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસીસને પરિણામે ગુજરાત આજે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યુ છે, જેમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો સિંહફાળો રહેલો છે.તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યના MSME સેકટરમાં ૮ લાખ ઉદ્યોગો લાખો લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે. કોવિડ-19 મહામારીને કારણે વિશ્વમાં મોટાભાગના દેશોમાં ઊદ્યોગ, વેપાર અને અર્થતંત્રોને વિપરીત અસર પડી છે. કોવિડની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ ગુજરાતમાં નાના ઊદ્યોગ, MSME માટે રાજ્ય સરકારે ક્રાંતિકારી નિર્ણયો લઇ નાના ઊદ્યોગોને જાળવી રાખ્યા છે.

ટેકનોલોજીને નાના ઉદ્યોગો સાથે જોડવાનું પણ ખુબ મહત્વનું

MSMEની સ્થાપના માટે જુદી-જુદી મંજૂરીઓ મેળવવામાંથી ૩ વર્ષની મુક્તિ અને પહેલાં પ્રોડકશન પછી પરમિશનનો અભિગમ અપનાવી સરકાર MSMEને પ્રોત્સાહિત કરી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું. લઘુ ઉદ્યોગ ભારતીની વિવિધ સેમિનાર અને કાર્યક્રમો દ્વારા નાના એકમો શરૂ કરવા માટે માહિતી અને પ્રોત્સાહન પુરૂ પાડવાની કામગીરીને મુખ્યમંત્રીએ સરાહના કરી હતી. લઘુ ઉદ્યોગ ભારતી દેશમાં સંશોધિત થયેલ ટેકનોલોજીને નાના ઉદ્યોગો સાથે જોડવાનું પણ ખુબ મહત્વનું કામ કરી રહી હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતું.

ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ આ પ્રસંગે જણાવ્યું કે, એમ.એસ.એમ.ઈ ની તમામ યોજનાઓ ઉદ્યોગકારો સુધી પહોંચે તે માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે. આત્મનિર્ભર ગુજરાત થી આત્મનિર્ભર ભારત સૂત્રના પ્રણેતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જાન્યુઆરી મહિનામાં દસમી વાઈબ્રન્ટ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો : SURAT : નેધરલેન્ડનો આ યુવાન ખેલાડી ભારતીય પ્રાચીનકાળની મલખમ અને ગદાના કલ્ચરને પ્રમોટ કરવા ખાસ આવે છે ભારત

આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 68 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 575 થઈ

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">