Ahmedabad ના બાવળા પંથકના ખેડૂતોની સિંચાઇ માટે વધુ પાણી આપવાની માંગ, સિંચાઇ ઓફિસની તાળાબંધી કરી રોષ ઠાલવ્યો

ખેડૂતોએ કહ્યું કે સિંચાઈ માટે પાણી તાત્કાલિક નહીં મળે તો પાક નિષ્ફળ જવાનો ખતરો છે. જ્યારે બાવળા તાલુકાના 4 ગામને જ ફતેવાડી કેનાલમાંથી પાણી મળે છે. ચાલુ વર્ષે વરસાદ ન હોવાથી ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 12:47 PM

અમદાવાદ(Ahmedabad)ના બાવળા પંથકમાં સિંચાઈ(Irrigation) ના પાણીની માંગને લઈ ખેડૂતો આક્રમક બન્યા છે. જેમાં સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર આપવા ખેડૂતો પહોંચ્યા હતા. જો કે કચેરીમાં કોઈ હાજર ન હોવાથી ખેડૂતોએ સિંચાઈ વિભાગની ઓફિસને તાળાબંધી કરી હતી. ખેડૂતોએ સિંચાઈ વિભાગની ઓફિસ બહાર જ રામધૂન બોલાવીને રોષ ઠાલવ્યો હતો.

તેમજ ખેડૂતોએ કહ્યું કે સિંચાઈ માટે પાણી તાત્કાલિક નહીં મળે તો પાક નિષ્ફળ જવાનો ખતરો છે. જ્યારે બાવળા તાલુકાના 4 ગામને જ ફતેવાડી કેનાલમાંથી પાણી મળે છે. ચાલુ વર્ષે વરસાદ ન હોવાથી ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની છે. તેમજ વરસાદ ખેંચાતા રાજ્યના જળાશયોમાં જળસ્તર ઘટતા ખેડૂતોને પાણી માટે વલખા મારવા પડી રહ્યાં છે.

સિંચાઈ વિભાગના અધિકારી ફિલ્ડમાં હોવાથી થોડા સમય બાદ પરત ફર્યા હતા. ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરીને પાણી આપવા આવેદનપત્ર આપ્યું હતું. સિંચાઇ વિભાગના અધિકારીએ ઓછો વરસાદ, ડેમમાં ઓછો જથ્થો, સિંચાઈ વિભાગમાં સ્ટાફના અભાવને જવાબદાર ગણાવ્યો હતો. તેમજ ખેડૂતોની સમસ્યા મુદ્દે વરિષ્ઠ અધિકારીઓનું ધ્યાન દોરવાનું આશ્વાસન આપ્યું હતું.

આ પણ વાંચો :Surat : આજે વર્લ્ડ ઓર્ગન ડે : આખા ગુજરાતમાં અંગદાન કરવામાં પણ સુરત નંબર 1

આ પણ વાંચો : આ રાજ્યની શાળાઓમાં થશે રોજના ઓછામાં ઓછા 10 હજાર કોવિડ ટેસ્ટ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">