Ahmedabad : ફરી વિદ્યાર્થીઓની દાદાગીરી ! ગુજરાત યુનિવર્સિટીમાં ઘૂસીને અસામાજિક તત્વોએ કરી તોડફોડ

ગુજરાત યુનિવર્સિટીમાં (gujarat University) અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે. ABVP અને NSUIના વિદ્યાર્થીઓ (Students) વચ્ચે બબાલ થઈ હોવાની ચર્ચા છે.

Ahmedabad : ફરી વિદ્યાર્થીઓની દાદાગીરી ! ગુજરાત યુનિવર્સિટીમાં ઘૂસીને અસામાજિક તત્વોએ કરી તોડફોડ
Gujarat University
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 8:40 AM

અમદાવાદમાં (Ahmedabad)  ગઈકાલે એલડી આર્ટ્સ કૉલેજમાં (LD Arts College) વિદ્યાર્થીએ તોફાન મચાવ્યાની ઘટના બાદ,  મોડી રાત્રે વિદ્યાના ધામમાં વધુ એક તોડફોડની ઘટના સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં (gujarat University) અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે. ABVP અને NSUIના વિદ્યાર્થીઓ (Students) વચ્ચે બબાલ થઈ હોવાની ચર્ચા છે. ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.

અસામાજીક તત્વો બેફામ !

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં L.D આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓની દાદાગીરી મામલે પ્રિન્સિપાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ કરેલી તોડફોડ મુદ્દે ફરિયાદની કાર્યવાહી હાથ ધરાઈ છે. કોલેજમાં દાદાગીરી કરનારા અને તોફાન મચાવનારા ત્રણેય વિદ્યાર્થીઓને L.D આર્ટસના પ્રિન્સિપાલ મહિપતસિંહ ચાવડાએ મળવા બોલાવ્યા હતા. ત્યારે દાદાગીરી કરતા ત્રણેય વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલની કેબિનમાં આવ્યા હતા.

અર્જુન રબારી નામના ત્રીજા વર્ષમાં આર્ટ્સમાં ભણતા વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને (Principles) શાંતિથી વાત કરવા કહ્યું હતું. ત્યારબાદ ઉશેકરાઈને એક વિદ્યાર્થીની ઉભી હતી. તેના માથા પરથી પોર્ટ છૂટો ફેંક્યો હતો. ત્યારબાદ પ્રિન્સિપાલને મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ત્યારબાદ દોડીને કેબિન બહાર જતો રહ્યો હતો. કેબિન બહારથી પ્રિન્સિપાલને મારવા છૂટી ખુરશી ફેંકી હતી. પરંતુ પ્રિન્સિપાલ ત્યાંથી હટી જતા કાચ તોડીને ખુરશી કેબિનમાં પડી હતી.ત્યારબાદ ત્રણેય વિદ્યાર્થીઓ નાસી ગયા હતા. આ વિદ્યાર્થીઓ NSUI સાથે જોડાયેલા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">