દિલ્હીમાં તો મેટ્રો સ્ટેશનમાં પાર્કિંગની સુવિધા છે પણ અમદાવાદમાં નથી, જાણો શું છે તફાવત

ભારતમાં સૌથી મોટુ મેટ્રો નેટવર્ક (Metro Network) દિલ્હીમાં હોવાનું માનવામાં આવે છે. દિલ્હીની જેમ જ હવે અમદાવાદમાં પણ મેટ્રો રેલ બનાવવામાં આવી છે. આગામી 30 તારીખથી મેટ્રો રેલ પ્રોજેકટના બે ફેઝ શરૂ થઈ રહ્યા છે.

દિલ્હીમાં તો મેટ્રો સ્ટેશનમાં પાર્કિંગની સુવિધા છે પણ અમદાવાદમાં નથી, જાણો શું છે તફાવત
Ahmedabad Metro Image Credit source: ફાઇલ તસવીર
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Sep 28, 2022 | 4:48 PM

અમદાવાદની (Ahmedabad) ઓળખ બનવા જઈ રહેલી મેટ્રો ટ્રેન (Metro train) અમદાવાદમાં અનેક વિસ્તારોમાં દોડતી જોવા મળશે. આગામી 30 તારીખથી શહેરના મેટ્રો રેલ પ્રોજેકટનો વધુ એક ફેઝ શરૂ થઈ રહ્યો છે. મેટ્રોની સુવિધા અમદાવાદીઓ માટે આર્શીવાદ રૂપ બની રહેશે. કારણ કે આ સેવા સસ્તી પણ હશે અને ઝડપી પણ હશે. મેટ્રોનું ભાડું માત્ર 5 રૂપિયાથી 25 રૂપિયા સુધીનું હશે. એટલુ જ નહીં બંને રૂટ પર એક છેડેથી બીજે છેડે પહોંચવામાં માત્ર 35 મિનિટ લાગશે. જો કે લોકો દિલ્હી અને અમદાવાદની મેટ્રોમાં શું તફાવત વિશે વાત કરતા હોય છે. ખાસ કરીને પાર્કિંગની સુવિધા વિશે તો અમે તમને જણાવીશું આ તફાવત વિશે..

ભારતમાં સૌથી મોટુ મેટ્રો નેટવર્ક દિલ્હીમાં હોવાનું માનવામાં આવે છે. દિલ્હીની જેમ જ હવે અમદાવાદમાં પણ મેટ્રો રેલ બનાવવામાં આવી છે. આગામી 30 તારીખથી મેટ્રો રેલ પ્રોજેકટના બે ફેઝ શરૂ થઈ રહ્યા છે. જો કે દિલ્હી અને અમદાવાદના મેટ્રો રેલ પ્રોજેકટમાં ઘણો મોટો તફાવત છે. ખાસ કરીને દિલ્હીમાં દરેક મેટ્રો સ્ટેશન પાસે મુસાફરોને વાહન પાર્કિંગ માટેની સુવિધા આપવામાં આવેલી છે. જો કે અમદાવાદમાં હજુ સુધી વાહન પાર્કિંગ બનાવાયા નથી. AMC અને મેટ્રો દ્વારા પાર્કિગ પ્લોટ માટે સર્વે કરવામાં આવ્યો હતો, પરંતુ સર્વે બાદ શું નક્કી થયું તે જાહેર કરાયું નથી.

દિલ્હીના મેટ્રો નેટવર્કની વાત કરીએ તો મેટ્રો પ્રોજેક્ટ શરુ કરતા પહેલાથી જ પાર્કિંગની સુવિધા માટેની જગ્યા ઉપલબ્ધ હતી. જો કે અમદાવાદ પહેલેથી જ ગીચ વસ્તી અને સાંકડા રસ્તા ધરાવતુ શહેર છે. શહેરમાંથી જ કેટલાક દબાણો હટાવીને મેટ્રો રુટ બનાવવામાં આવ્યો છે. ત્યારે આ વચ્ચે પાર્કિંગની સુવિધા ઊભી કરવી એ એક મુશ્કેલ કામ છે તો અમદાવાદમાં મેટ્રો રુટ બનાવવાનો શરુ કરવામાં આવ્યો ત્યારથી જ દિલ્હીની જેમ પાર્કિંગની જગ્યા નહોતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બીજી તરફ જોઈએ તો દિલ્હીનું મેટ્રો નેટવર્ક ન દિલ્હીના આસપાસના શહેરો સાથે પણ જોડાયેલુ છે. ગુડગાવ અને નોઈડામાં IT સેક્ટર છે. અહીં આસપાસના શહેરમાંથી પણ મોટી સંખ્યામાં લોકો કામ કરવા આવતા હોય છે તો દિલ્હી-NCRમાં 2020ના એક રિપોર્ટ અનુસાર રોજના અંદાજે 33 લાખ લોકો મુસાફરી કરતા હોય છે. જો કે અમદાવાદ મેટ્રો હજુ બે જ ફેઝમાં બની છે અને અમદાવાદની મેટ્રોમાં આટલી મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરે તેવી કોઈ સંભાવના જ નથી. કારણકે અમદાવાદમાં વસ્તી જ 80 લાખની છે. જ્યારે દિલ્હી-NCRની વસ્તી 3 કરોડથી વધુની છે. અમદાવાદમાં મેટ્રો રુટ નાનો હોવાના પગલે અહીં પાર્કિંગની જરુરિયાત પણ દિલ્હીની તુલનામાં જરુર જણાતી નથી.

મુંબઈમાં પણ મેટ્રોમાં જોબ કરનારા લોકો વધુ મુસાફરી કરતા હોય છે. જેથી મુંબઈમાં પણ મોટાભાગના સ્થળોએ મેટ્રો સ્ટેશન આસપાસ પાર્કિંગ જોવા મળે છે. જો કે મુંબઈમાં પણ જ્યાં પહેલેથી પાર્કિંગ બનાવવાની સુવિધા હતી. ત્યાં મેટ્રો દ્વારા જ પાર્કિંગ બનાવાયા છે.  અમદાવાદમાં હવે વાસણા APMCથી મોટેરા સુધીનો મેટ્રો પ્રોજેકટ શરૂ થવાનો છે. જેને લીલીઝંડી આપવા ખુદ 30મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે. આ મેટ્રો શરૂ થઈ જતા વસ્ત્રાલથી મોટેરા સુધી મેટ્રો દોડતી થઈ જશે તે નક્કી છે. અમદાવાદ વાસીઓને મેટ્રોનું આ નજરાણું મળવા જઈ રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">