કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની રાહત આપતી આગાહી, પાંચ દિવસ હીટવેવની કોઈ શક્યતા નથી

કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની રાહત આપતી આગાહી, પાંચ દિવસ હીટવેવની કોઈ શક્યતા નથી
Heat Wave (Symbolic Image)

કેરળમાં ચોમાસાના (Monsoon) આગમનને લઈ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. કેરળમાં ચોમાસુ 27 મેના રોજ બેસવાનું અનુમાન છે અને ગુજરાતમાં જૂન મહિના આસપાસ વરસાદની (Rain) સંભાવના છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

May 14, 2022 | 3:45 PM

ઉનાળાએ (Summer 2022) હવે આકરુ સ્વરૂપ ધારણ કર્યુ છે. અમદાવાદમાં (Ahmedabad) કાળઝાળ ગરમીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીને (Heat) લઈને રાહત આપતી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજયના લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં હાલ સૂકું વાતાવરણ રહેશે. દક્ષિણ તરફથી પવન શરૂ થતા તાપમાનમાં (temperature) ઘટાડો થશે. હાલ રાજયમાં તાપમાન ઘટયું હોવાનું હવામાન વિભાગે કહ્યું છે. જયારે રાજ્યમાં 40 ડિગ્રી ઉપર તાપમાન રહી શકે છે. હાલ આગામી પાંચ દિવસ હીટવેવની કોઈ આગાહી નથી.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન રહે તેવી શકયતા છે. કેરળમાં ચોમાસાના આગમનને લઈ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. કેરળમાં ચોમાસુ 27 મેના રોજ બેસવાનું અનુમાન છે અને ગુજરાતમાં જૂન મહિના આસપાસ વરસાદની સંભાવના છે. બીજી તરફ હાલમાં ઉત્તરી પશ્ચિમમાં પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી સૂકા પવનો ફૂંકાતા તાપમાનમાં વધારો થયો છે. જેને કારણે રાજ્યમાં હાલ ગરમીમાં આંશિક રાહત મળી છે.

શુક્રવારે અમદાવાદમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. પાટનગર ગાંધીનગરમાં 43 ડિગ્રી તો વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં સૌથી વધારે જૂનાગઢ અને અમરેલીમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું. ભૂજમાં 40.9 ડિગ્રી તો ભાવનગરમાં 40.2 ડિગ્રી તાપમાન અનુભવાયું હતું.

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીમાંથી છુટકારો મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં 44 ડિગ્રી તાપમાનમાંથી છુટકારો મેળવવા લોકો સ્નો પાર્કની મુલાકાત લઈ રહ્યા છે. એક ઘરની બહાર 45 ડિગ્રી તાપમાનમાં લોકો તપી રહ્યા છે, ત્યાં સ્નો પાર્કમાં માઈનસ 10 ડિગ્રીમાં લોકો ઠંડક અને બરફની મજા માણી રહ્યા છે.

અમદાવાદમાં ગરમીના કારણે ખાનગી હોસ્પિટલમાં કેસોમાં વધારો નોંધાયો છે. ખાનગી હોસ્પિટલમાં 20 ટકા કેસમાં વધારો નોંધાયો. જેમાં હીટ ફીવર, તાવ અને ઝાડા ઉલ્ટીના કેસ અને પેટના દુખાવાના વધુ કેસ નોંધાયા છે. તેમજ દર વર્ષે મે મહિનામાં એડમિશન રેશિયો ઓછો રહેતા તેની સામે આ વર્ષે રેશિયો વધારે હોવાનું સામે આવ્યું છે. તો બાળકોની પણ ચિંતા કરવાની જરૂર છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati