અમદાવાદ સામુહિક હત્યાઃ ફરાર થયેલા વિનોદ ઉપરાંત તેનાં સાસુ પર પણ પોલીસને શંકા, હત્યાની રાતે તે વિનોદની સાથે ઘરમાં જ હતાં

અમદાવાદ સામુહિક હત્યાઃ ફરાર થયેલા વિનોદ ઉપરાંત તેનાં સાસુ પર પણ પોલીસને શંકા, હત્યાની રાતે તે વિનોદની સાથે ઘરમાં જ હતાં
4 family members stabbed to death in Viratnagar, Ahmedabad

વિનોદે બનાવ પછી બીજા દિવસે તેના વતન સાંગલી તેની માતાને ફોંન કર્યો હતો અને જણાવ્યું હતું કે મારા ઘર પર હુમલો થયો છે અને હું જીવ બચાવી નાસી ગયો છું તેવું જણાવ્યું હતું. વિનોદે તેના વતનના ઘરમાં ખોટી માહિતી આપી હતી.

Harin Matravadia

| Edited By: kirit bantwa

Mar 30, 2022 | 5:37 PM

અમદાવાદ (Ahmedabad) ઓઢવ વિસ્તારના દિવ્યપ્રભા સોસાયટીમાં એક જ પરિવારના ચાર સભ્યોના હત્યા (Murder) નો બનાવ સામે આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ (Police) ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે જે રીતે તપાસ હાથ ધરી છે જેમાં અનેક સવાલો સામે આવ્યા છે અને ઘણા શંકાસ્પદ (Suspicious)  મુદ્દાઓ પણ પોલીસ સામે આવી રહ્યા છે. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ (Investigation) હાથ ધરી જેમાં સામે આવ્યું છે કે ઘરનો મોભી વિનોદ હાલ ફરાર છે જેને કારણે વિનોદ પર પ્રથમ શંકા સેવાઈ રહી છે, પણ પોલીસને વિનોદનાં સાસુ પર પણ શંકા છે અને તેથી જ તેની ઉલટતપાસ શરૂ કરી છે.

વિનોદની તપાસમાં પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી છે. વિનોદ કોના કોના સંપર્કમાં હતો તેની તપાસ થઈ રહી છે. હત્યાની ઘટના 26 તારીખ રાતની છે. તે દિવસે વિનોદે ફોન કરીને સાસુ અને વડ સાસુને જમવા બોલાવ્યાં હતાં. વડ સાસુ પહેલાં ઘરે પહોંચી ગયાં હતાં. વિનોદનાં સાસુ બાદમાં આવ્યાં હતાં  પણ તે પહેલા તમામની હત્યા નિપજાવી દીધી હતી.

વિનોદે તેના સાસુને કહ્યું હતું કે તમામ લોકો બર્થડે પાર્ટીમાં ગયા. જોકે વિનોદના સાસુ આખી રાત દીકરીની રાહ જોતા રહ્યાં હતાં. વિનોદના સાસુ સવારે 6 થી 7 વાગ્યા સુધી દીકરીની રાહ જોઈ હતી. બે દિવસ સુધી તેમનો સંપર્ક દીકરી સોનલ સાથે થયો ન હોવાથી હતો તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.  તેણે પોલીસને જણાવ્યું હતું કે  તે દિવસે વિનોદે તેના ગળા ઉપર ચપ્પાના ઘા કર્યા હતા. જોકે વિનોદે ચપ્પાના ઘા માર્યા હોવાની વાત  તેમણે કોઈને કહી ન હતી અને  હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી જ્યાં તેમણે પોતાને અકસ્માતમાં વાગ્યું હોવાનું જણાવ્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસ અને વિનોદના સાસુના જણાવ્યા મુજબ ઘરમાં કોઈ મોટા ઝગડા હોય તેવું સામે આવ્યું નથી. પતિ પત્ની વચ્ચે નાના ઝગડા થતા હતા. પતિ પત્ની વચ્ચે પ્રોપર્ટી માટે ઝગડા થતા હતા. વિનોદ તેની સાસુને એક પ્રોપર્ટી દીકરીના નામે કરી દેવા દબાણ કરતો હતો. વિનોદ દારૂ પીવાની ટેવ વાળો હતો અને બે બે દિવસ સુધી નશા માં રહેતો હતો.

વિનોદે બનાવ પછી બીજા દિવસે તેના વતન સાંગલી તેની માતાને ફોંન કર્યો હતો અને જણાવ્યું હતું કે મારા ઘર પર હુમલો થયો છે અને હું જીવ બચાવી નાસી ગયો છું તેવું જણાવ્યું હતું. વિનોદે તેના વતનના ઘરમાં ખોટી માહિતી આપી હતી. પોલીસ તમામ મુદ્દાઓ પર તપાસ હાથ ધરી છે. પોલીસના મત મુજબ વિનોદ સાથે અન્ય કોઈ વ્યક્તિ હોવાની વાતને પણ નકારી શકાય નહિ. વિનોદની દીકરીની ઉમર 15 વર્ષ અને દીકરાની ઉમર 17 વર્ષ છે. વિનોદે તેનું જૂનું મકાન 6 લાખમાં વેચ્યું હતું અને હવે નવું મકાન લેવાની વાત ચાલી રહી હતી. પોલીસ જે સમયે ઘરે પહોંચી ત્યારે ઘરની પાછળના ભાગે એક મૃતદેહ હતો. પોલીસ ઘરનું લોક તોડી અંદર પહોંચી હતી. ઘરના આગલા રૂમમાં અલગ અલગ વસ્તુ પડી હતી.

ઘરના અંદરના રૂમમાં વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળ્યો હતો. ઘરના બાથરૂમ પાસે પુત્રનો મૃતદેહ મળ્યો હતો. હત્યા કર્યા બાદ મૃતદેહ અલગ અલગ જગ્યા એ મૂકવાનો પ્રયાસ થયો હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. મૃતદેહ પર તિક્ષણ હથિયારના ઘા કર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસને એવી પણ શંકા છે કે કોઈ એક માણસ ચાર ચાર લોકોની હત્યા કરે તે શક્ય લાગતું નથી એટલે કોઈ અન્ય વ્યક્તિ સાથે હોય અથવા અન્ય નશીલી વસ્તુ આપીને હત્યા કરી હોવાની શંકા પણ સેવાઈ રહી છે. ઘરમાંથી દારૂની બોટલ મળી આવી છે.

વિનોદની શોધખોળ માટે ઝોન 5 ની અલગ અલગ 5 ટીમો તપાસ કરી રહી છે. મહત્વનું છે કે હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ સહિત એફએસએલ, ડોગ સ્કોડ, ટેકનિકલ સર્વેલન્સ ની પણ મદદ લેવાઈ રહી છે. વિનોદ મહારાષ્ટ્રના બુરહાનપુર નો વતની છે. વિનોદનું પરિવાર મહારાષ્ટ્રના સાંગલીમાં સ્થાઈ થયું છે. પોલીસે આરોપીના વતન સહિત અલગ અલગ સ્થળે શોધખોળ હાથધરી છે.

જોકે એક વાત એવી પણ સામે આવી છે કે હત્યામાં વિનોદની સાસુ સજુબેન પર પોલીસ શકા સેવી રહી છે. પરિવારની હત્યા કર્યા બાદ સાસુ આખી રાત જમાઈ વિનોદ સાથે ઘરમાં રહ્યા અને ઘરમાં અલગ અલગ જગ્યાએ લાશો પડી હોવા છતાં તેમણે હત્યા વિશે ખ્યાલ ન આવ્યો હોય તે કઈ રીતે બને, આ ઉપરાંત તેમણે વિનોદે ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની થિયરી રજૂ કરી છે જે પોલીસના ગળે ઉતરી રહી નથી. પોલીસે સાસુ સહિત તેના પરિવાજનોની ઉલટ પુછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ અને પોસ્ટના ઓનલાઇન પોર્ટલમાં છેલ્લા 45 દિવસથી સર્જાઈ ખામી

આ પણ વાંચોઃ 14 એપ્રિલથી ભાવનગર-બાંદ્રા વચ્ચે “સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન” દોડશે, જાણો કઈ કઈ તારીખે મળશે ટ્રેનની સુવિધા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati