Rathyatra 2022 : વાહનચાલકોએ જાણવુ જરૂરી, જગન્નાથની રથયાત્રા દરમિયાન આ રૂટને કરાયા છે ડાયવર્ટ

પહેલી જુલાઈએ 19 કિલોમીટરનાં રૂટ પર ભગવાન જગન્નાથની રથયાત્રા 145મી રથયાત્રા યોજાવાની છે.જેને પગલે ટ્રાફિક રૂટ ડાયવર્ટ કરાયો છે.ઉપરાંત રેલવે સ્ટેશને આવતા મુસાફરો માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ છે.

Rathyatra 2022 : વાહનચાલકોએ જાણવુ જરૂરી, જગન્નાથની રથયાત્રા દરમિયાન આ રૂટને કરાયા છે ડાયવર્ટ
Jagannath Rathyatra 2022
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jun 29, 2022 | 8:22 AM

ભગવાન જગન્નાથની (jagannath rathyatra) 145મી રથયાત્રાને લઈને રાજ્ય પોલીસે(Gujarat Police)  તમામ તૈયારીઓ પૂર્ણ કરી નાખી છે. તેવામાં પહેલી જુલાઈનાં રોજ અમદાવાદમાં(Ahmedabad)  નિકળનારી ગુજરાતની સૌથી મોટી રથયાત્રામાં રૂટ પર ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. રથયાત્રામાં લાખોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓને અગવડતા ન પડે તે માટે વાહનોનાં ખાસ પાર્કિંગની વ્યવસ્થા શહેર ટ્રાફિક પોલીસ(Ahmedabad Police)  દ્વારા કરવામાં આવી છે.જાણો રથયાત્રાનાં દિવસે કયા રૂટ બંધ રહેશે.

રૂટ પર નો પાર્કિંગ જોન જાહેર કરવામાં આવ્યો

અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા(Rathyatra 2022)  વહેલી સવારે 7 વાગે નિકળી જતી હોય છે, જે રથયાત્રામાં જમાલપુરથી ખમારા, આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુર ભગવાનનાં મોસાળમાં જતી હોય છે. જ્યારે પરત ફરતી વખતે સરસપુરથી કાલુપુર, દરિયાપુર, શાહપુર રંગીલા ચોકી, દિલ્હી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા, સાંકડી શેરીનાં નાકે થઈ માણેકચોક, દાણાપીઠથી ખમાસા થઈને જગન્નાથ મંદિરે પરત ફરતી હોય છે.તેવામાં આ રૂટ પર વાહનોની અવરજવર રથયાત્રાનાં સમયગાળા દરમિયાન બંધ રાખવામાં આવે છે. તેથી વાહનચાલકોને અન્ય રૂટ (Rathyatra Route) પરથી પસાર થવાનું રહેશે.આ રૂટ પર નો પાર્કિંગ ઝોન(NO Parking Zone)  પણ જાહેર કરવામાં આવ્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા રથયાત્રાનાં રૂટ પર નો પાર્કિંગ ઝોનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જોકે અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આવતા જતા મુસાફરોને અગવડતા ન પડે તે માટે શહેર પોલીસે કોર્પોરેશન સાથે મળીને AMTS-BRTS બસો અને ઈ રીક્ષાની વ્યવસ્થા કરી છે.રથયાત્રા જ્યારે પ્રેમદરવાજા તેમજ કાલુપુરથી પસાર થતી હોય ત્યારે દરિયાપુર દરવાજાથી કાલુપુર રેલવે સ્ટેશનનો રસ્તો બંધ હોવાથી 8 AMTS બસોની વ્યવસ્થા કરાઈ છે.જે બસ દરિયાપુર દરવાજાથી ઈદગાહ ચાર રસ્તા થઈ અસારવા, ચામુંડા બ્રિજ રખિયાલ થઈ સારંગપુર ટર્મિનલ સુધી અવરજવર કરશે.

બહારથી આવતા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા

જો વિગતે વાત કરીએ તો પૂર્વ-પશ્ચિમ વિસ્તારોમાંથી રેલવે સ્ટેશન પહોંચવા માટે ખાસ 8 ઈ- રીક્ષા. પૂર્વ સરકારી લીથો પ્રેસ BRTS કેબીનથી કાલુપુર 4 ઈ- રીક્ષા જશે,કાલુપુર રેલવે સ્ટેશનથી આવતા મુસાફરો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.તોBRTS માં ઓઢવ રિંગરોડથી રેલવે સ્ટેશનનો રૂટ ચાલુ રહેશે તેમજનારોલથી ગીતામંદિર થઈ કાલુપુરનો રૂટ પણ ચાલુ રહેશે.

જ્યારે પશ્ચિમ અમદાવાદનાં વિસ્તારમાંથી કાલપુર રેલવે સ્ટેશન જવા માટેનાં રૂટમાં ઘુમાથી આવતા મુસાફરો સ્વામિનારાયણ કોલેજથી કાલુપુરની બસ બદલી શકશે. જ્યારે RTO તરફથી આવતા મુસાફરો સ્વામિનારાયણ કોલેજથી કાલુપુરની બસ બદલવાની રહેશે.આ ખાસ વ્યવસ્થા તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">