Ahmedabad: USA ના સાધુનો સેવક હોવાનુ કહી વેપારીના 6.90 લાખ રુપિયા લુંટી લેનારા 2 ઝડપાયા

પૈસાની છેતરપિંડી આચરવા માટે અવનવી તરકીબો ચીટરો અપનાવતા હોય છે. આવી જ છેતરપિંડી આચરતા બે શખ્શોને અમદાવાદના કણભા પોલીસે ઝડપી પાડ્યા છે. બે આરોપીઓએ પોતે અમેરિકામાં રહેતા સાધુના સેવકો હોવાની વાત ઘડી કાઢીને એક વેપારીને વિશ્વાસમાં લીધો હતો. વેપારી પાસે ડોલરને સસ્તામાં બદલવાની વાત કરીને છેતરપિંડી આચરી હતી.

Ahmedabad: USA ના સાધુનો સેવક હોવાનુ કહી વેપારીના 6.90 લાખ રુપિયા લુંટી લેનારા 2 ઝડપાયા
કણભા પોલીસે ઝડપ્યા બંને આરોપી
| Edited By: | Updated on: Sep 20, 2023 | 7:45 PM

પૈસાની છેતરપિંડી આચરવા માટે અવનવી તરકીબો ચીટરો અપનાવતા હોય છે. આવી જ છેતરપિંડી આચરતા બે શખ્શોને અમદાવાદના કણભા પોલીસે ઝડપી પાડ્યા છે. બે આરોપીઓએ પોતે અમેરિકામાં રહેતા સાધુના સેવકો હોવાની વાત ઘડી કાઢીને એક વેપારીને વિશ્વાસમાં લીધો હતો. વેપારી પાસે ડોલરને સસ્તામાં બદલવાની વાત કરીને છેતરપિંડી આચરી હતી.

આ પણ વાંચોઃ Gujarat Police: પોલીસ અધિકારીના ખભા પર યુનિફોર્મમાં લાગેલા સ્ટાર શું દર્શાવે છે? જાણો

આરોપીઓએ 10 હજાર અમેરિકન ડોલર પોતાની પાસે હોઈ તેને ભારતીય ચલણમાં બદલવાની વાત રજૂ કરી હતી. આમ કરીને રોકડ લઈને આવેલા વેપારીની પાસેથી રુપિયા લઈ આરોપી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરતા બંને શખ્શો હાથ લાગ્યા હતા.

ડોલર બદલવાનુ કહી વેપારીને લુંટ્યો

તસ્વીરમાં નજર આવતા પોલીસ કસ્ટડીમાં રહેલા અને કાળા બુરખામાં જોવા મળતા આરોપી અમિત તળપદા અને યોગેશ ઉદવાની છે. મૂળ ખેડાના નડિયાદના રહેવાસી આ આરોપીએ એક વેપારી પાસેથી રૂપિયા 6.90 લાખ પડાવી લીધા છે. ઘટના એવી છે કે મહેસાણાના કડીના વેપારી ચાણક્ય પટેલને આરોપીઓએ મોબાઈલ પર સંપર્ક કર્યો હતો. તેઓ અમેરિકા માં રહેતા એક સાધુના સેવક છે અને પોતાનું નામ જગદીશભાઈ જણાવ્યું હતું. તેમની પાસે 10 હજાર અમેરિકન ડોલર છે અને તેઓને ડોલરને ભારતીય ચલણ રૂપિયામાં બદલવાનું કહીને વેપારીને વિશ્વાસમાં લીધા હતા, એટલું જ નહિ ડોલરનો વીડિઓ પણ વેપારીને બતાવ્યો હતો.

જેથી વિશ્વાસમાં આવેલા વેપારી ચાણક્ય પટેલ રૂ 6.90 લાખની રોકડ લઈને ડોલર બદલવા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ધામતવણ ગામની સિમ નજીક પહોંચ્યા હતા ત્યાં આરોપીએ વેપારી સાથે ઝપાઝપી કરીને રોકડ ભરેલી બેગની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે આ બન્ને આરોપીને ખેડાના નડીયાદથી ધરપકડ કરીને લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અગાઉ પણ ગુનામાં સંડોવાયેલો

પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ કે આ લૂંટનો માસ્ટર માઈન્ડ અમિત તળપદા છે જેની વિરુદ્ધ અગાઉ પ્રોહીબિશન સહિત બે ગુના નોંધાયા છે. જ્યારે આરોપીના શામળ ગામમાં આ પ્રકારની મોડ્સ ઓપરેન્ડીથી છેતરપીંડી અને લૂંટ કરતી ટોળકી સક્રિય હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. જેથી અમિત અને યોગેશ જેવા અન્ય પણ આરોપીઓ આ પ્રકારે ઠગાઈ અને લૂંટ કરી હોવાની શક્યતાને લઈને પોલીસે તપાસ શરૂ કરી.

ગ્રામ્ય પોલીસે લૂંટ અને ઠગાઈ કેસમાં બંને આરોપી અમિત અને યોગેશની ધરપકડ કરીને મોબાઈલ, બાઈક અને રોકડ સહિત રુપિયા 7.23 લાખની રોકડ જપ્ત કરી છે. આ આરોપીએ અન્ય કેટલા ગુના આચર્યા છે તે મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો