Ahmedabad: ઈસનપુરમાં શિવ મંદિર બહાર પશુનું ધડ ફેંકવાના CCTV સામે આવ્યા, VHPએ આપ્યુ ઇસનપુર બંધનું એલાન

અમદાવાદના (Ahmedabad) ઈસનપુરમાં મૃત પશુને મંદિર સામે ફેંકનાર શખ્સની સીસીટીવીની તસવીર સામે આવી છે. જેમાં એક યુવક ટુ વ્હીલર પર મૃત પશુને કોથળામાં લઈ જતો દેખાય છે. આ યુવકને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

Ahmedabad: ઈસનપુરમાં શિવ મંદિર બહાર પશુનું ધડ ફેંકવાના CCTV સામે આવ્યા, VHPએ આપ્યુ ઇસનપુર બંધનું એલાન
મંદિર બહાર પશુનું ધડ ફેંકવાના CCTV સામે આવ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 2:37 PM

અમદાવાદના (Ahmedabad) ઈસનપુર વિસ્તારમાં મહાદેવના મંદિર બહાર મૃત પશુનું ધડ ફેંકાયેલુ મળ્યુ છે. ગુરુવારે એટલે કે ગત મોડી રાત્રે અજાણ્યા વ્યક્તિઓ મંદિર બહાર રોડ પર પશુનું ધડ ફેંકીને ફરાર થઈ ગયા હતા. પવિત્ર શ્રાવણ મહિનામાં મનશાપૂર્ણ મહાદેવના મંદિર (Mahadev Temple) બહાર મૃત પશુ ફેંકાતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે. વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરોએ પવિત્ર શ્રાવણ મહિનામાં ગૌ-હત્યા કરનારા આરોપીઓને ઝડપી પાડીને કડક સજા કરવાની માગ કરી છે. તો બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ઈસનપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે.

કાયદો હાથમાં લેવાની ચીમકી

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. અમદાવાદના દરેક શિવાલય હાલમાં ભક્તોની ભીડથી જોવા મળતા હોય છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તોની અનોખી આસ્થા જોવા મળતી હોય છે. જો કે પવિત્ર શ્રાવણ માસમાં જ અમદાવાદમાં ઇસનપુરમાં મંદિર બહાર મૃત પશુનું ધડ ફેંકાયેલુ મળ્યુ છે. જેના કારણે સ્થાનિકો, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોષની સાથે જ આ આરોપીઓને સજા આપવાની માગ ઉઠી છે. ઈસનપુર, વટવાની આસપાસમાં ગૌ-હત્યાની પ્રવૃતિ ન અટકે તો કાયદો હાથમાં લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

ઘટનાના CCTV આવ્યા સામે

ઈસનપુરમાં મૃત પશુને મંદિર સામે ફેંકનાર શખ્સની સીસીટીવીની તસવીર સામે આવી છે. જેમાં એક યુવક ટુ વ્હીલર પર મૃત પશુને કોથળામાં લઈ જતો દેખાય છે. આ યુવકને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા જ મંદિરની આસપાસ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. તો ભગવાનનગર સોસાયટી અને મનશાપૂર્ણ સ્મશાનની બહાર બનેલી ઘટના બાદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. તો ઈસનપુરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. ઈસનપુર પોલીસે એફએસએલનો સંપર્ક કરીને વધુ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ ઈસનપુરની ઘટનાને લઈ માલધારી આગેવાનોમાં રોષ ફેલાયો છે. માલધારી મહાપંચાયતના પ્રવક્તાએ કહ્યું કે, અમદાવાદમાં ગૌ-હત્યા કરીને ગૌમાંસનું વેચાણ કરતી ટોળકી સક્રિય છે. રાજ્ય સરકારે કાયદો બનાવ્યો છે પણ તસ્કરો સામે કાર્યવાહી કરાતી જ નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">