Ahmedabad: આઇફોન ચોર્યો તો મોત મળ્યું, ચોરી કરનારની ચાર મિત્રોએ માર મારી હત્યા કરી નાખી

પોલીસને જમવા મળ્યું કે મૃતકનું નામ ભેરુસીંહ છે અને તે મૂળ રાજસ્થાનનો વતની છે. જે બાદમાં મૃતક ભેરૂસિહનાં પિતાની ફરિયાદને આધારે પોલીસે હત્યારાઓની તપાસ હાથ ધરી હતી.

Ahmedabad: આઇફોન ચોર્યો તો મોત મળ્યું, ચોરી કરનારની ચાર મિત્રોએ માર મારી હત્યા કરી નાખી
Police arrested four accused
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 19, 2022 | 5:03 PM

અમદાવાદ (Ahmedabad) ના પૂર્વ વિસ્તાર જાણેકે ગુનાખોરીનું હબ બની ગયું હોય તેમ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના નારોલ વિસ્તારમાં આવી જ એક હત્યાનો બનાવ સામે આવતા પોલીસે (Police) કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ તારીખ 17 જૂનાનાં નારોલ વિસ્તારમાં હત્યા (Murder) નો બનાવ બન્યો હતો. પોલીસને એક મૃતદેહ હોવાંની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. મૃતદેહ અંગે તપાસ કરતા હાથ પગ અને અન્ય જગ્યાઓ પર ઇજાના નિશાન હોવાને કારણે પોલીસે પીએમ કરાવ્યું હતું જેમાં હત્યા થઈ હોવાનુ સામે આવતા પોલીસે મૃતકની ઓળખની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને જમવા મળ્યું કે મૃતકનું નામ ભેરુસીંહ છે અને તે મૂળ રાજસ્થાનનો વતની છે. જે બાદમાં મૃતક ભેરૂસિહનાં પિતાની ફરિયાદને આધારે પોલીસે હત્યારાઓની તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગત 13 જૂનના રોજ નારોલ ગામમાં હિતેશ ઠાકોર નામના વ્યક્તિનો આઇફોન ચોરી થયો હતો. હિરેશનો મોબાઈલ ચોરી થતાં તેણે તેના મિત્રો દ્વારા તપાસ કરાવી હતી કે મોબાઈલ કોણે ચોરી કર્યો છે જે દરમ્યાન હિતેશને ખબર પડી કે ભેરૂસિંહ નામના વ્યક્તિએ તેનો આઇફોન ચોરી કર્યો હતો. 16 જૂના સવારે ભેરુસિંહ સુદામા એસ્ટેટ ખાતે બેઠો હતો જેની હિતેશને જાણ થતાં હિતેશ ઠાકોર અને તેનો મિત્ર રાહુલ ઠાકોર ત્યાં પહોંચતા હતા અને ભેરૂસીંહને માર મારી ત્યાંથી તેના બાઇકમાં બેસાડી આકૃતિ ટાઉનશિપની સામેના મેદાનમાં લઈ આવ્યા હતા જ્યાં હિતેશના વધુ બે મિત્રો આકાશ ઠાકોર અને કમલ રાજપૂતને ફોન કરી બોલાવ્યા હતા. ચારેય મિત્રોએ મળી ભારૂસિંહને માર મારી હત્યા નિપજાવી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પોલીસે મૃતક ભેરૂસીંહ મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભેરૂસિંહ નાની મોટી ચોરી કરવાની ટેવ વાળો હતો. મૃતક ભેરૂસિંહ અગાઉ ખેડા હાઈવે પર આવેલી એક હોટલમાં નોકરી કરતો ત્યાં પણ નાની મોટી ચોરીઓ કરતો હતો જેથી તેને હોટલમાંથી છૂટો કરવામાં આવ્યો હતો. નારોલ ગામમાં હિતેશનો મોબાઈલ પણ ભેરૂસિંહે ચોરી કર્યો હતો. સ્લમ વિસ્તારમાં ભેરૂસિંહ આઇફોન લઇને બેઠો હતો જેની જાણ હિતેશનાં મિત્રને થતાં તેને હિતેશને જાણ કરી હતી.  હાલતો ભેરુસિંહને માર મારી મોત નીપજવનાર હિતેશ ઠાકોર, રાહુલ ઠાકોર, આકાશ ઠાકોર અને કમલ રાજપૂતની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ચારેય આરોપીનો અન્ય કોઈ ગુનાહીત ઇતિહાસ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">