એક્શનમાં રાજ્ય ચૂંટણી પંચ, 13 સિનિયર સનદી અધિકારીઓની મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકે કરાઈ નિમણુંક

Gujarat Election: રાજ્યનું ચૂંટણી પંચ એકશન મોડમાં આવ્યુ છે અને મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકે 13 સનદી અધિકારીઓની યાદી જાહેર કરી છે. ઈલેક્શન પંચે આ રાજ્યના 30 જિલ્લા માટે આ 13 સનદી અધિકારીઓની નિમણુક કરી છે.

એક્શનમાં રાજ્ય ચૂંટણી પંચ, 13 સિનિયર સનદી અધિકારીઓની મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકે કરાઈ નિમણુંક
ભારતીય ચૂંટણી પંચImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 5:39 PM

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Election)ઓ નજીક છે અને તમામ પક્ષો ચૂંટણી (Election)ના તૈયારીઓમાં લાગી ગયા છે, ત્યારે રાજ્ય ચૂંટણી પંચ પણ સંપૂર્ણપણે એકશન મોડમાં આવી ગયુ છે. રાજ્યના 30 જિલ્લામાં 13 સિનિયર સનદી અધિકારીઓની મતદાર યાદી ઓબ્ઝર્વર્સ (Observers) તરીકે નિમણુંક કરાઈ છે. જેમાં વડોદરા, ખેડા અને આણંદ જિલ્લાની જવાબદારી વર્ષ 2005 બેચના IAS ઓફિસર રંજીતકુમારને જવાબદારી સોંપાઈ છે. જેઓ હાલ ગાંધીનગરમાં સૂક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગ વિભાગના કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

અમદાવાદ અને ગાંધીનગર માટે કે.કે. નિરાલાને જવાબદારી

આ તરફ અમદાવાદ અને ગાંધીનગરના મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી કે કે નિરાલા, કમિશનર ઓફ વુમન એન્ડ ચાઈલ્ડને સોંપાઈ છે. વર્ષ 2005 બેચના IAS ઓફિસર કે.કે. નિરાલા અમદાવાદના કલેક્ટર રહી ચુક્યા છે. હાલ તેઓ ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં લો એન્ડ ઓર્ડરના એડિશનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે.

બનાસકાંઠા, પાટણ અને મહેલાણા માટે જેનુ દેવનને જવાબદારી

આ સાથે બનાસકાંઠા, પાટણ અને મહેસાણાની જવાબદારી વર્ષ 2006ની બેચના IAS ઓફિસર જેનુ દેવન, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પને સોંપાઈ છે. આ અગાઉ જેનુ દેવન TCGL ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમીટેડના MD રહી ચુક્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જૂનાગઢ, ગીરસોમનાથ અને અમરેલી માટે આલોકકુમાર પાંડેને જવાબદારી

આ સાથે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના મતદાર યાદી ઓબ્ઝર્વરની જવાબદારી આલોકકુમાર પાંડેને સોંપાઈ છે. જેઓ હાલ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (TCGL)ના MD તરીકે ફરજ બજાવી રહ્યા છે.

દ્વારકા, પોરબંદર, જૂનાગઢ માટે આર.બી. બાર઼ને જવાબદારી

આ તરફ રા઼જ્ય ચૂંટણી પંચે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી વડોદરા જિલ્લાના પૂર્વ કલેક્ટર આર.બી. બારડને સોંપાઈ છે. જેઓ વર્ષ 2006ની બેચના IAS ઓફિસર છે. હાલ તેઓ ફોરેસ્ટ અને એન્વાયર્નમેન્ટ વિભાગનો હવાલો સંભાળે છે.

સુરત અને તાપી માટે રેમ્યા મોહનને જવાબદારી

દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો સુરત અને તાપી જિલ્લાની જવાબદારી રેમ્યા મોહન ડાયરેક્ટર નેશનલ હેલ્થ મિશન ગાંધીનગરને સોંપાઈ છે. રેમ્યા મોહન અગાઉ રાજકોટના કલેક્ટર તરીકે રહી ચુક્યા છે.

રાજકોટ અને સુરેન્દ્રનગર માટે દિલીપકુમાર રાણાને જવાબદારી

આ સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના મતદાર યાદી ઓબ્ઝર્વરની જવાબદારી વર્ષ 2007ની બેચના IAS ઓફિસર દિલીપકુમાર રાણાને સોંપાઈ છે. જેઓ હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર છે. આ સાથે તેમની પાસે કમિશનર ઓફ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ગાંધીનગરની વધારાની જવાબદારી છે. આ તરફ સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરનો હવાલો ભાર્ગવી આર દવેને સોંપાયો છે, જેઓ ગુજરાત લાઈવલી વુડ પ્રમોશન કંપનીના MD છે.

કચ્છ અને મોરબી જિલ્લાની જવાબદારી આર.એસ. નીનામાને સોંપાઈ છે. જેઓ હાલ તાપી વ્યારાના કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. આ સાથે ભરૂચ અને નર્મદા જિલ્લાની જવાબદારી રતન કંવર ગઢવી ચારણને સોંપાઈ છે. જેઓ હાલ સર્વ શિક્ષા અભિયાન અને પ્રાયમરી શિક્ષણના કમિશનર પદે નિયુક્ત છે. આ સાથે બોટાદ અને ભાવનગર જિલ્લાની જવાબદારી એમ નાગરાજનને સોંપાઈ છે. જેઓ હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના કમિશનર પદે નિયુક્ત છે તો પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરની જવાબદારી બી.કે. પારેખને સોંપાઈ છે. જેઓ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનન MD પદે નિયુક્ત છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">