Gujarat Monsoon : ગુજરાતમાં આગામી 11થી 13 જૂન વચ્ચે કેટલાક જિલ્લામાં ચોમાસુ બેસી જશે

Gujarat Monsoon : બંગાળની ખાડીમાં સર્જાનાર હવાના હળવા દબાણને ( Low pressure ) કારણે, અરબી સમુદ્ર ( Arabian Sea ) પરથી દક્ષિણ પશ્ચિમ દિશામાંથી હવા વહેતી થશે જેને લઈને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ ( monsoon ) તેના નિર્ઘારિત સમય કરતા વહેલુ બેસી જશે.

| Updated on: Jun 08, 2021 | 9:34 AM

gujarat monsoon : ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ (  Monsoon ) તેના નિર્ધારીત સમય કરતા વહેલુ બેસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. બંગાળની ખાડીમાં સર્જાનાર હવાના હળવા દબાણને ( Low pressure ) કારણે, અરબી સમુદ્ર ( Arabian Sea ) પરથી દક્ષિણ પશ્ચિમ દિશામાંથી હવા વહેતી થશે જેને લઈને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ તેના નિર્ઘારિત સમય કરતા વહેલુ બેસી જશે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં 11થી 13 જુન વચ્ચે કેટલાક સ્થળે ભારે વરસાદ પણ પડશે. બંગાળની ખાડીમાં સર્જાનાર હવાના હળવા દબાણને પગલે, અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવન ગુજરાતમાં વહેશે. જેના કારણે ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાવા સાથે નૈઋત્યના ચોમાસાનો રાજ્યના કેટલાક ભાગમાં વિધિવત્ત રીતે પ્રારંભ થઈ જશે.

અત્યારે હાલ ગુજરાતમાં ગરમી સાથે ભેજનું પ્રમાણ વધુ હોવાથી ભારે ઉકળાટ અનુભવાય છે. જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ છુટોછવાયો વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ અગાઉ હવામાન વિભાગે એવી આગાહી કરી હતી કે, ગુજરાતમાં આગામી 20 જૂનની આસપાસ ચોમાસુ બેસી જશે. જો કે. નૈઋત્યનુ ચોમાસુ મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં બેસી ગયુ છે. જો કે, બંગાળની ખાડીમાં સર્જાનારા હવાના હળવા દબાણને પગલે, દેશના પૂર્વોતર રાજ્યોમાં પણ ચોમાસુ બેસી જવાના સંજોગો સર્જાયા છે. ખાસ કરીને દેશના દક્ષિણ પૂર્વ ભાગમાં પણ ચોમાસુ બેસી જશે.

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">