અમદાવાદના નરોડામાં સાવકા પિતાએ વિધિ કરવાના બહાને દીકરીને બનાવી હવસનો શિકાર, અનેકવાર બળાત્કાર ગુજાર્યો
Ahmedabad: અમદાવાદના નરોડામાં પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમા સાવકા પિતાએ દેવુ ઉતારવા વિધિ કરવી પડશે અને વિધિમાં તારે મારી સાથે શરીર સંબંધ બાંધવો પડશે, આવી રીતે બ્લેકમેઈલિંગ કરી યુવતિને વારંવાર હવસનો શિકાર બનાવી.
અમદાવાદ (Ahmedabad)ના નરોડામાં એક હવસખોર પિતાએ પિતા-પુત્રીના સંબંધોને લાંછન લગાડ્યુ છે. સાવકી દીકરી પર નજર બગાડી નરાધમ સાવકા પિતા (Step Father)એ સંબંધોને કલંકિત કર્યા છે. શહેરના નરોડા વિસ્તારમાં રહેતા રાધે ઠક્કર નામના નરાધમે તાંત્રિક વિધિના નામે સાવકી દીકરીને તેની હવસનો શિકાર બનાવી તેના પર વારંવાર દુષ્કર્મ (Rape) ગુજાર્યુ હતુ. દેવુ ઉતારવા માટે વિધિ કરવી પડશે અને વિધિમાં તારે મારી સાથે શરીર સંબંધ બાંધવો પડશે એવુ કહી પિતાએ સાવકી દીકરી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ મામલે યુવતિની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા નરાધમ હાલ જેલના સળિયા ગણી રહ્યો છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે મુંબઈમાં રહેતી યુવતિએ 10 વર્ષ પહેલા રાધે ઠક્કર સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા અને ત્યારથી રાધે અને તેની પત્ની અને પત્નીના પૂર્વ પતિ થકી જન્મેલી 19 વર્ષિય દીકરી સાથે મુંબઈ, કોલકાતા અને પછી અમદાવાદમાં રહેવા આવ્યા હતા. રાધે ગોપાલ ઠક્કર પૂજાપાઠ ભુવા અને તાંત્રિક વિધિને લગતું કામકાજ કરતો હોય સાવકી દીકરીને આપણા પર દેવું થયું છે જે દેવું ઓછું કરવા માટે આપણે વિધિ કરવી પડશે અને જો તું મારી સાથે વિધિ કરવા શરીર સંબંધ નહીં બનાવે તો તારી બહેનના પેટમાં રહેલ બાળક મરી જશે. તારી મમ્મીનું પણ સારું નહીં થાય તેવી ધમકીઓ આપી દુષ્કર્મ ગુજારતો હતો.
રાધે ઉર્ફે ગોપાલ ઠક્કરે ભુવા તાંત્રિકની વાતો કરીને ડરાવીને પત્ની બહાર જાય ત્યારે ઘરમાં તાંત્રિક વિધિ કરવાનું કહીને અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા તેમ જ બહાર ફરવા લઈ જવાના બહાને અલગ અલગ હોટલોમાં લઈ જઈ વિધિ કરવા માટે એકાંતમાં મળવું પડશે તેવું કહીને જબરદસ્તી શરીરસંબંધ બાંધતો હતો. આ વાત ઘરે કોઈને કહીશ તો તારા બહેનનું અને માતાનું મૃત્યુ થશે અને આપણું દેવું માફ નહીં થાય તેવું ડર બતાવતો હતો, જેના કારણે યુવતીએ બાબતે કોઈને જાણ કરી ન હતી. થોડા સમય પહેલા યુવતીને જાણ થઈ હતી કે રાધે ઉર્ફે ગોપાલ ઠક્કરને રેખા જૈન નામની યુવતી સાથે સંબંધ છે. જેથી યુવતીની માતાએ પતિને આ બાબતે પૂછતાં આરોપીએ ઝઘડો કરીને પત્ની અને સાવકી દીકરીને ઘરમાંથી કાઢી મૂકી મુંબઈ ખાતે મોકલી દીધી હતી.
યુવતીને જાણવા મળ્યું હતું કે રાધે ઉર્ફે ગોપાલ અમદાવાદ ખાતે રેખા જૈન નામની છોકરી સાથે લગ્ન કરી અમદાવાદમાં રહે છે. જેથી યુવતીની માતા અને વકીલ સાથે નરોડા પોલીસ મથકે પહોંચી હતી અને આ સમગ્ર મામલે રાધે ઉર્ફે ગોપાલ ઠક્કર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે અને તેની વધુ પૂછપરછ શરૂ કરી છે.