વનાગાંવ અને દહાણુ રોડ વચ્ચે મોટા ટ્રાફિક બ્લોકની અસર અમદાવાદથી દોડતી ટ્રેનો પર, ઘણી ટ્રેન રદ કરવી પડી

મુસાફરોની (Passengers) સુવિધા માટે કેટલીક ટ્રેનોને (Trains) વધારાના સ્ટોપેજ આપવામાં આવશે. ડાઉન મેઇન લાઇન પર 06.30 થી 14.30 કલાક સુધી અને અપ મેઇન લાઇન પર 08.15 થી 09.15 કલાક સુધી 1 કલાકનો બ્લોક લેવામાં આવશે.

વનાગાંવ અને દહાણુ રોડ વચ્ચે મોટા ટ્રાફિક બ્લોકની અસર અમદાવાદથી દોડતી ટ્રેનો પર, ઘણી ટ્રેન રદ કરવી પડી
Symbolic image
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 08, 2022 | 7:17 AM

પશ્ચિમ રેલવેના (Western Railway) વનાગાંવ અને દહાણુ રોડ સ્ટેશનો વચ્ચેના બ્રિજ નંબર 166 અને 169 પર કાયમી ડાયવર્ઝનનું કામ હાથ ધરવા માટે 8મી મે ના રોજ એટલે કે આજે એક મોટો ટ્રાફિક બ્લોક (Traffic block) લેવામાં આવશે, જેના કારણે અમદાવાદથી (Ahmedabad)  આવતી/જતી ઘણી ટ્રેનો ખોરવાઈ જશે. જેનું નિયમન કરવામાં આવશે. આ ટ્રાફિક બ્લોકના પગલે ટ્રેનોનો રુટ ટુંકાવવામાં આવ્યા અથવા તો કેટલીક ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. તો કેટલીક ટ્રેનના સિડ્યુલમાં ફેરફાર કરાયા છે. જે ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

મુસાફરોની સુવિધા માટે કેટલીક ટ્રેનોને વધારાના સ્ટોપેજ આપવામાં આવશે. ડાઉન મેઇન લાઇન પર 06.30 થી 14.30 કલાક સુધી અને અપ મેઇન લાઇન પર 08.15 થી 09.15 કલાક સુધી 1 કલાકનો બ્લોક લેવામાં આવશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા ટ્રેન સેવામાં થયેલા બદલાવ અંગે એક યાદી જાહેર કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.

8 મે, 2022ના રોજ રદ કરાયેલી ટ્રેનો

1.     ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 2.     ટ્રેન નંબર 19016 પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 9મી મે 2022ના રોજ ઉપડે છે

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

8 મે, 2022ના રોજ આંશિક રીતે રદ કરાયેલ ટ્રેનો

1.     ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ અને ઉમરગામ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને ઉમરગામ રોડથી ઉપડશે. 2.     ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ – જોધપુર સૂર્ય નગરી એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસ અને સુરત વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને સુરતથી ઉપડશે. 3.     ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ અને વાપી વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને વાપીથી ઉપડશે. 4.     ટ્રેન નં. 12479 જોધપુર – બાંદ્રા ટર્મિનસ સૂર્ય નગરી એક્સપ્રેસ 7મી મે, 2022 ના રોજ ઉપડતી સુરત ખાતે ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે અને તેથી સુરત અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. 5.     ટ્રેન નંબર 12934 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ વાપી ખાતે ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે અને તેથી વાપી અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

રેગ્યુલેટેડ/રિશેડ્યુલ ટ્રેનો

1.     ટ્રેન નંબર 12216 બાંદ્રા ટર્મિનસ – 08 મે, 2022 ના રોજ ઉપડનારી દિલ્હી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસને 2 કલાક માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે અને હવે તે 14.00 વાગ્યે ઉપડશે. 2.     08મી મે, 2022ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 14708 દાદર-બીકાનેર રાણકપુર એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. 3.     ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ – 08મી મે, 2022ના રોજ ઉપડનારી વેરાવળ એક્સપ્રેસને 1 કલાક માટે રીશેડ્યુલ કરવામાં આવી છે અને હવે તે 14.40 કલાકે ઉપડશે. 4.     ટ્રેન નંબર 22932 જેસલમેર – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 8 મે 2022ના રોજ 1 કલાક 05 મિનિટે નિયમન કરવામાં આવશે. 5.     ટ્રેન નંબર 09038 બાડમેર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 8મી મે 2022ના રોજ 30 મિનિટ માટે નિયમન કરવામાં આવશે. 6.     ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ 8મી મે 2022ના રોજ 50 મિનિટે રેગ્યુલેટ કરવામાં આવશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">