કબૂતરબાજીના કૌભાંડમાં 14 એજન્ટ સામે નામજોગ ગુનો નોંધાયો, દુબઈ, મુંબઈ, દિલ્હીના એજન્ટ પણ સામેલ, જુઓ વીડિયો
કબૂતરબાજીના કેસમાં 14 એજન્ટ સામે ગુનો નોંધાયો છે અને ઓળખ થઈ જતાં હવે CID ક્રાઈમ ટૂંક જ સમયમાં તેમની ધરપકડ પણ કરશે. આ એજન્ટો સામે કાવતરું ઘડવાનો, પુરાવાનો નાશ કરવો, ગેરકાયદે લાલચો આપી વિદેશ મોકલવા સહિતના ગુના નોંધાયા છે.
ગેરકાયદે અમેરિકામાં ઘુસણખોરી કરતા 66 ગુજરાતી પકડાયા હતા. આમ તો ભારતીયોનો આંકડો 300 જેટલો છે અને આ કબૂતરબાજીના કૌભાંડમાં 14 એજન્ટ સામે નામજોગ ગુનો નોંધાયો છે. આ 14 એજન્ટોમાં દુબઈ, મુંબઈ, દિલ્લીના એજન્ટો છે અને સાથે જ તેમાં સામેલ છે કલોલ અને વલસાડના પણ એજન્ટ છે.
14 એજન્ટ સામે ગુનો નોંધાયો
કબૂતરબાજીના કેસમાં 14 એજન્ટ સામે ગુનો નોંધાયો છે અને ઓળખ થઈ જતાં હવે CID ક્રાઈમ ટૂંક જ સમયમાં તેમની ધરપકડ પણ કરશે. આ એજન્ટો સામે કાવતરું ઘડવાનો, પુરાવાનો નાશ કરવો, ગેરકાયદે લાલચો આપી વિદેશ મોકલવા સહિતના ગુના નોંધાયા છે. ફ્રાન્સથી પરત મોકલી દેવાયેલા 66 મુસાફરોના નિવેદનો લેવાયા બાદ અનેક ખુલાસા થયા છે.
કલોલ અને વલસાડના લોકોના નામ પણ સામેલ
જે 14 એજન્ટના નામે સામે આવ્યા છે. તેમના પર પણ નજર કરીએ તો તેમાં કલોલના રહેવાસી ચંદ્રેશ પટેલ, સંદીપ પટેલ અને પીયૂષ બારોનો સમાવેશ છે. આ સાથે વલસાડના જયેશ પટેલ સામે પણ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત દિલ્લીના જગ્ગી પાજી, જોગીન્દર સિંઘ માનસિંહ, મુંબઈના એજન્ટ રાજુભાઈ, રાજુ, રાજાભાઈ સામે પણ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત, દૂબઈના એજન્ટ સલીમ સામે પણ ગુનો નોંધાયો છે. આ સાથે કિરણ પટેલ, ભાર્ગવ દરજી, શેમ પાજી, અર્પિત ઉર્ફે માઈકલ ઝાલા સામે પણ ગુનો નોંધાયો છે.
પૂછપરછ કડક થતાં એજન્ટોના કૌભાંડનો પર્દાફાશ
આ એજન્ટો ભારતીયોને મેક્સિકો થઈને અમેરિકા પહોંચાડવાના હતા, પરંતુ ફ્યૂઅલ માટે ફ્લાઈચ ફ્રાન્સ પહોંચી અને ત્યાં શંકા જતાં કબૂતરબાજીનો ખેલ ખુલ્લો પડી ગયો. આ ફ્લાઈટમાં સામેલ 66 ગુજરાતીઓએ પહેલા તો પોલીસને યોગ્ય માહિતી આપી ન હતી, પરંતુ પૂછપરછ કડક થતાં એજન્ટોના કૌભાંડનો પર્દાફાશ થયો.
કૌભાંડમાં આંતરરાષ્ટ્રીય એજન્ટો પણ સામેલ
પોલીસ હવે કૌભાંડમાં સંડોવાયેલા એજન્ટોને ઝડપથી પકડી પાડશે. આ ઉપરાંત, એજન્ટોના કોલ રેકોર્ડ, વોટ્સએપ ચેટ અને અન્ય દસ્તાવેજો એકઠાં કરાશે. તેમજ નાણાકીય લેવડ દેવડના પુરાવા પણ સામેલ કરાશે. ઘુસણખોરીમાં સફળ નથી થયા, તે લોકોના નિવેદનોને પણ કેસમાં પુરાવા તરીકે સામેલ કરાશે. એવી પણ માહિતી છે કે, આ કૌભાંડમાં આંતરરાષ્ટ્રીય એજન્ટો પણ સામેલ છે. એજન્ટોના કેટલાક મળિયા અમેરિકામાં પણ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આ 14 એજન્ટો માટે કામ કરતા સબ એજન્ટો અમેરિકામાં રહેતા હતા. જેથી સબ એજન્ટોની મદદથી આ તમામ એજન્ટો કબૂતરબાજીનું રેકેટ ચલાવતા હતા. ત્યાં હાજર એજન્ટો અમેરિકામાં સ્થાયી કરી આપવાનું કામ કરતા હતા. જો કે, વિદેશમાં રહેતા એજન્ટો સામે કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ ગુજરાતમાં અન્ય દેશમાં રહેતા એજન્ટોના નામ, સરનામા મળી જતાં તેમની ટૂંક સમયમાં ધરપકડ થશે.
