Ahmedabad: પોસ્ટ ઓફિસમાં કામ હોય તો બે દિવસ માંડી વાળજો, પોસ્ટકર્મીઓ પણ બે દિવસની હડતાળ પર

Ahmedabad: પોસ્ટ ઓફિસમાં કામ હોય તો બે દિવસ માંડી વાળજો, પોસ્ટકર્મીઓ પણ બે દિવસની હડતાળ પર
અમદાવાદ ખાતે મિર્ઝાપુરમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે શહેરના કર્મચારીઓ એકઠા થયા હતા.

પોસ્ટ વિભાગ દ્વારા પેંશન યોજનાથી કોઈ લાભ નહિ હોવાનું જણાવી જૂની પેંશન યોજના શરૂ રાખવા, 18 મહિનાનું મોંઘવારી ભથ્થું આપવા, ખાનગીકરણ બંધ કરવા, ટાર્ગેટ પ્રથા બંધ કરવા, સર્વરમાં અવાર નવાર સર્જાતી ખામી દૂર કરવા સહિતની મુખ્ય માંગો કરવામાં આવી છે. 

Darshal Raval

| Edited By: kirit bantwa

Mar 28, 2022 | 12:17 PM

જો તમે પોસ્ટ વિભાગ (Post Department) નું કામ કરવા જતાં હોય તો બે દિવસ માટે વિચાર માંડી વાળજો. કેમ કે પોસ્ટ વિભાગના કર્મચારી તેમના પડતર પ્રશ્નોને લઈને આજે અને આવતી કાલ માટે હડતાળ (strike)  પર ઉતર્યા છે. તો બીજી તરફ બેન્ક કર્મચારીઓએ પણ પડતર પ્રશ્નોને લઈને બે દિવસની હડતાળ જાહેર કરી છે. પોસ્ટ વિભાગના કર્મચારીઓ તેમના પ્રશ્નોને લઈને અનેક વાર ઉપરી અધિકારી સુધી રજુઆત કરી છે. જોકે તે રજુઆત પર ધ્યાન નહિ અપાતા તેમજ માત્ર આશ્વાસન અપાતા પોસ્ટ વિભાગના કર્મચારીઓએ આજે ફરી એક વાર હડતાળનું હથિયાર ઉગામયુ છે. જેમાં પોસ્ટ વિભાગના કર્મચારીઓએ રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડી વિરોધ નોંધાવી અને રેલી કાઢી પોતાની માંગ રજૂ કરી હતી.

અમદાવાદ (Ahmedabad)  ખાતે મિર્ઝાપુરમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફીસ (post office) ખાતે શહેરના કર્મચારીઓ એકઠા થયા હતા બેનરો . સુત્રોચાર અને કાળી પટ્ટી સાથે પોતાનો વિરોધ નોંધાયો હતો. તો કર્મચારીઓએ મિર્ઝાપુરથી ખાનપુર પોસ્ટ ઓફીસ ખાતે રેલી કાઢી હતી. જે રેલીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.

કર્મચારીઓની રજુઆત હતી કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી 20 કરતા વધુ મુદ્દાઓ સાથે વિભાગ અને સરકારને રજુઆત કરી રહ્યા છે. જે રજુઆતમાં નવી પેંશન યોજનાથી કોઈ લાભ નહિ હોવાનું જણાવી જૂની પેંશન યોજના શરૂ રાખવા, 18 મહિનાનું મોંઘવારી ભથ્થું આપવા, ખાનગીકરણ બંધ કરવા, ટાર્ગેટ પ્રથા બંધ કરવા, સર્વરમાં અવાર નવાર સર્જાતી ખામી દૂર કરવા સહિતની મુખ્ય માંગો કરવામાં આવી છે.

28 અને 29 માર્ચ સુધી જાહેર કરેલી હડતાળને લઈને પોસ્ટ વિભાગના તમામ કામ બંધ રહ્યા. જે કામ બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી પોસ્ટ ખાતા ધારકોએ હડતાળ સાથે કામ શરૂ રાખી રજુઆત કરવા અપીલ કરી હતી જેથી લોકોને હાલાકી ન પડે અને ઇમરજન્સીની ઘડી માં નાણાં સહિતની કામ ની પ્રક્રિયા પણ કરી શકાય.

ઉપરની માગણીઓ મુદ્દે પોસ્ટલ સંયુક્ત સંઘર્ષ સમિતી અમદાવાદ દ્વારા અમદાવાદ જીપીઓથી ખાનપુર સ્થિત ચીફ પોસ્ટમાસ્તર જનરલની ઓફિસ સુધીની એક રેલીનું આયોજન પણ કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં પોસ્ટના કર્મચારીઓ જોડાયા અને વિરોધ દર્શાવ્યો અને જો આ હડતાળ બાદ પણ નિકાલ નહિ આવે તો ફરી હડતાળ કરવાની પણ ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી છે.

તો બીજી તરફ બેન્ક કર્મચારીઓએ પણ પડતર પ્રશ્નોને લઈને 28 અને 29 માર્ચે હડતાળ પાડી છે. જેઓ પણ વર્ષોથી તેમના પ્રશ્નોને લઈને લડત આપી રહ્યા છે. જોકે તેમની માંગ સામે કોઈ ધ્યાન નહિ અપાતા વધુ એક વાર બેન્ક કર્મચારી હડતાળ પર ઉતર્યા છે અને જ્યાં સુધી માંગ નહિ સંતોષાય ત્યાં સુધી હડતાળ જેવા કાર્યક્રમો યથાવત રાખવા તૈયારી પણ દર્શાવી છે.

શું છે યુનિયનની માગણી ?

  1. – નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના પુનઃ સ્થાપિત કરવામાં આવે
  2. – ખાનગીકરણની હિલચાલ અને ફ્રેન્ચાઈઝી આઉટલેટ ખોલવાનું બંધ કરવામાં આવે
  3. – ઈન્ટરનેટ અને સર્વરની સમસ્યાઓ દૂર કરવામાં આવે
  4. – 18 માસથી રોકી રાખેલું મોંઘવારી ભથ્થુ તાકીદે ચુકવવામાં આવે
  5. – ટાર્ગેટ મેળા અને IPPB મહાલોગિન દિવસ તથા ડિપાર્ટમેન્ટ સિવાયના અન્ય કાર્યોના નામે કર્મચારીઓને થતી માનસિક હેરનગતિ તેમજ શોષણ બંધ કરવામાં આવે
  6. – તમામ કેડરમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવે
  7. – કોરોનાન કારણે મૃત કર્મચારીઓના પરિવારને 10 લાખનું વળતર ચુકવવામાં આવે તેમજ મૃતક કર્મચારીના પરિવારના એક સભ્યની ડિપાર્ટમેન્ટમાં નિમણૂક કરવામાં આવે
  8. – બેંક તેમજ સરકારી ઓફિસ જેમ પાંચ દિવસનું અઠવાડિયું ગણી શનિવારે રજા આપવામાં આવે

આ પણ વાંચોઃ આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરુ, કુલ 97 હજાર 430 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

આ પણ વાંચોઃ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે જેની ઠુંમરની નિમણૂંક, જાણો કોણ છે જેની ઠુંમર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati