કબુતરબાજીઃ ગેરકાયદે વિદેશ મોકલનારા ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટના પેપર પણ ફોડી નાખે છે

10 ફેબ્રુઆરીના રોજ, મહેસાણામાં કુરિયર કંપનીની ઑફિસમાંથી ચાર અજાણ્યા માણસો એક SUVમાંથી નીકળ્યા અને IELTS પેપર ધરાવતી માત્ર ત્રણ વાદળી બેગ ઉપાડી ગયા હતા. લૂંટમાં સાથ આપનાર અમદાવાદના એક શખ્સની મહેસાણા પોલીસે બાદમાં ધરપકડ કરી હતી.

કબુતરબાજીઃ ગેરકાયદે વિદેશ મોકલનારા ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટના પેપર પણ ફોડી નાખે છે
symbolic image
TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Jun 04, 2022 | 3:55 PM

માનવ દાણચોરી (Human trafficking) કરનારા માત્ર ઓળખના નકલી દસ્તાવેજો જ બનાવતા નથી, પરંતુ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ (IELTS) સાથે પણ ચેડાં કરે છે. હવે એવું જાણવા મળે છે કે ફેબ્રુઆરી મહિનામાં મહેસાણામાં IELTS પેપરની લૂંટ થઈ હતી તે ગુજરાત અને પંજાબના માનવ દાણચોરો દ્વારા કરવામાં આવી હતી. આ કેસ સાથે સંબંધિત એક પોલીસ આધિકારીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન, અમને એક વ્યક્તિની સંડોવણી મળી કે જેણે મુન્નાબભાઈ, બકા ભાઈ, ચાર્લ્સ, જોસેફ, મોલ્ડી, જેક, પ્રિન્સ, એન્થોની વગેરે જેવા વિવિધ નામોનો ઉપયોગ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સૂચવે છે કે એક વ્યક્તિ એવી હતી કે જેણે પરીક્ષા પહેલાં IELTS પેપર્સ આપવાનું વચન આપ્યું હતું જેથી કરીને જે પરીક્ષાર્થી યુ.એસ. જવા ઇચ્છતા હોય તેઓ સફળ થઈ શકે,”

અધિકારીએ જણાવ્યું કે આ વ્યક્તિ પંજાબ સ્થિત રવનીત સિંહ નામના એજન્ટ માટે કામ કરતો હતો, જે કુખ્યાત માનવ દાણચોરો ચરણજીત સિંહ અને ગુરમૃત સિંહ ઉર્ફે પાબ્લો સિંહનો સાથી હતો. ઉપનામોનો ઉપયોગ કરતી ગુજરાતની વ્યક્તિ ભરત ઉર્ફે બોબી પટેલનો સહાયક છે, જે ડીંગુચાના પરિવાર સાથે સંબંધિત માનવ દાણચોરી અને તાજેતરમાં જ ગુજરાતમાંથી છ વ્યક્તિઓ યુએસ-કેનેડા બોર્ડર પર નદીમાં ડૂબતાં બચાવાયાં હતાં તે કેસમાં સંડોવાયેલો હતો.

10 ફેબ્રુઆરીના રોજ, મહેસાણામાં કુરિયર કંપનીની ઑફિસમાંથી ચાર અજાણ્યા માણસો એક SUVમાંથી નીકળ્યા અને IELTS પેપર ધરાવતી માત્ર ત્રણ વાદળી બેગ ઉપાડી ગયા હતા. લૂંટમાં સાથ આપનાર અમદાવાદના એક શખ્સની મહેસાણા પોલીસે બાદમાં ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે IELTS પેપર લૂંટમાં સંડોવાયેલા લોકો 2018થી માનવ દાણચોરીમાં સંડોવાયેલા હતા અને તેઓએ ઉત્તર ગુજરાત, મુખ્યત્વે મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાંથી હજારો લોકોને મેક્સિકો અથવા કેનેડા થઈને યુએસ મોકલ્યા છે.

ગાંધીનગર જિલ્લાના ડીંગુચા ગામના રહેવાસી જગદીશ પટેલ (39) તેની પત્ની, વૈશાલી (37) અને તેમના બાળકો વિહાંગી (11) અને ધાર્મિક (3)નું 16 જાન્યુઆરીના રોજ યુએસ-કેનેડા સરહદ નજીક થીજી જવાથી મૃત્યુ થયું હતું. યુએસ, કેનેડા અને ભારતની એજન્સીઓએ તેના વ્યાપક નેટવર્કની તપાસ શરૂ કર્યા પછી 19 જાન્યુઆરીએ આ કેસ નોંધાયો હતો. 28 એપ્રિલના રોજ, આવી જ દુર્ઘટના ટળી હતી જ્યારે ગુજરાતના છ માણસો – અમિત પટેલ (22), ધ્રુવ પટેલ (22), નીલ પટેલ (19), ઉર્વેશ પટેલ (20), સાવન પટેલ (19) અને દર્શન પટેલ (21) – કેનેડા-યુએસ બોર્ડર પર સેન્ટ રેગિસ નદીમાં લગભગ ડૂબી જવાની તૈયારીમાં હતા. યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન એજન્સીની ટીમે તેમને બચાવ્યા હતા.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati