Ahmedabad શહેરમાં પણ વરસાદ , વાતાવરણમાં ઠંડક પ્રસરી
અમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું. તેમજ ગત મોડી રાતથી અનેક વિસ્તારોમાં વરસાદના છૂટા છવાયા ઝાપટાં પણ પડ્યા હતા
ગુજરાતમાં(Gujarat) હવામાન વિભાગની(IMD) આગાહીના પગલે અમદાવાદ(Ahmedabad) શહેરમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં અમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું. તેમજ ગત મોડી રાતથી અનેક વિસ્તારોમાં વરસાદના છૂટા છવાયા ઝાપટાં પણ પડ્યા હતા. અમદાવાદ શહેરમાં વરસાદ પડતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ મેઘરાજાની મહેર યથાવત રહી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં આજે અતિ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ,વડોદરા, ખેડા આણંદ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં ભરૂચ નર્મદા અને સુરતમાં બુધવારે ભારે વરસાદ પડી શકે છે
આ પણ વાંચો : ગુજરાત ભાજપે 8500 સર્વાઈકલ pap ટેસ્ટ માટેનો ગિનિસ રેકોર્ડ નોંધાવ્યો
આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેર કાર્યક્રમમાં કહી આ વાત, લોકોએ તેમને વધાવી લીધા