હાર્દિક પટેલે માગી માફી, પણ કેમ અને કોની તે વાંચો અહીં

હાર્દિક પટેલે માગી માફી, પણ કેમ અને કોની તે વાંચો અહીં
Hardik Patel apologizes

તેમણે કહ્યું કે ગુજરાતના લોકોને વિનંતી કરું છું આ પાર્ટી પર ભરોસો ન કરતા. મે મારા ત્રણ વર્ષ બગાડ્યાં તેનો અફસોસ છે. ગુજરાતના લોકો માટે સારું કામ ન કરી શક્યો તેનો પણ અફસોસ છે.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

May 19, 2022 | 3:10 PM

કોંગ્રેસ (Congress)માંથી રાજીનામુ આપ્યા બાદ હાર્કિદ પટેલે (Hardik Patel) બળાપો વ્યક્ત કરતાં કહ્યું મેં કોંગ્રેસમાં રહી ત્રણ વર્ષ બગાડ્યા છે. લોકો કોંગ્રેસ પર ભરોસો ન કરે. હાર્દિકે અમ પણ કહ્યું કે વર્ષ 2017માં કોંગ્રેસ માટે વોટ માંગ્યા તે બદલ માફી માંગુ છું. તેમણે એમ પણ કહ્યું કે 2022માં યુવાનોનો દુરુપયોગ ન થાય તેની તકેદારી રાખજો. ગુજરાતના અસંખ્ય કાર્યતકરો કામ કરે છે પણ ઉપરના નેતા કાર્યકરોનો ઉપયોગ જ કરે છે.

હાર્દિકે કહ્યું કે મારા પિતાના નિધન બાદ ગુજરાત કોંગ્રેસનો એક પણ નેતા મારા ઘરે આવ્યો નથી. એક માત્ર શક્તિસિંહ આવ્યા હતા. તેમના સિવાય કોઇ આવ્યું નહોતું. અને જ્યારે મારા પિતાની પુણ્યતિથી હતી ત્યારે કેટલાક નેતા આવ્યા હતા. તેઓ આવ્યા તે સારી વાત છે પણ જગદિશ ઠાકોર, રધુ શર્મા અને સુખરામ રાઠવા સિવાયના નેતા કેમ ન આવ્યા? કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષના પિતાનું મૃત્યુ થાય ત્યારે પણ જો કોંગ્રેસના લોકો ન આવી શકે તો તે ગુજરાતનું દુ:ખ ક્યારેય ન જાણી શકે.

તેમણે કહ્યું કે ગુજરાતના લોકોને વિનંતી કરું છું આ પાર્ટી પર ભરોસો ન કરતા. મે મારા ત્રણ વર્ષ બગાડ્યાં તેનો અફસોસ છે. ગુજરાતના લોકો માટે સારું કામ ન કરી શક્યો તેનો પણ અફસોસ છે. આશા છે કે ભવિષ્યમાં લોકો માટે કામ કરીશ. વર્ષ 2017માં કોંગ્રેસ માટે વોટ માંગ્યા તે બદલ માફી માંગુ છું.

હાર્દિકે એમ પણ કહ્યું કે  કોંગ્રેસે ગુજરાતમાં કામના લોકોને ઉપયોગ જ કર્યો છે અને સમય આવે ત્યારે તેને ઉપયોગ કરી ફેકી દેવાયા હતા. ગુજરાતમાં કોંગ્રેસમાં જેટલા મજબુત નેતા આવ્યા તેની સાથે આવું જ થયું છે. જ્યારે સાચી વાત કરવાની કોશિશ કરી ત્યારે અમને બદનામ કરવાનું કામ કરવામાં આવતું હતું. કોંગ્રેસમાં જ્યારે કોઈ મજબૂત નેતા આગળ આવે તો તેને હટાવવાનો પ્રયાસ થાય છે.

હાર્દિકે કહ્યું કે  જ્યારે કોઈ કોંગ્રેસ છોડીને જાય છે ત્યારે તે વેચાઈ ગયો કે ડરી ગયો તેમ કહેવાય છે પણ આટલી મોટી સંખ્યામાં લોકો પાર્ટી છોડી ગયા, દેભરમાં 117 નેતાઓએ કોંગ્રેસ પક્ષે છોડ્યો ત્યારે તમારે તમારી જાત પર ચિંતન કરવાની જરૂર છે. દિલ્હીમાં ગુજરાતના નેતાઓ રાહુલ ગાંધીને ભરમાવે છે. ગુજરાતના નેતાઓ દિલ્લીમાં એવી રજૂઆત કરે છે કે, ગુજરાતમાં પરિણામ નહીં મળે. ગુજરાતમાં માત્ર હાર્દિક જ કોંગ્રેસથી નારાજ નથી, બીજા પણ ઘણા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati