ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદી એક દંતકથા છે તે ભૂલાય તેમ નથી : કાર્તિકેય ભટ્ટ

રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર ભજવનાર દિગ્ગજ ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન થયું છે. છેલ્લા 2-3 દિવસથી બીમાર અરવિંદ ત્રિવેદીએ 82 વર્ષે જિંદગીને અલવિદા કહી દીધુ. તેમના નિધન પર ફિલ્મ વિવેચક કાર્તિકેય ભટ્ટે  શોક વ્યક્ત કર્યો હતો. તેમજ કહ્યું હતું કે ગુજરાતી રંગભૂમિનો સુવર્ણકાળ પૂર્ણ થયો છે. અરવિંદ ત્રિવેદી એક આગવા કલાકાર હતા. તેમને અલગ અલગ […]

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 8:04 AM

રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર ભજવનાર દિગ્ગજ ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન થયું છે. છેલ્લા 2-3 દિવસથી બીમાર અરવિંદ ત્રિવેદીએ 82 વર્ષે જિંદગીને અલવિદા કહી દીધુ. તેમના નિધન પર ફિલ્મ વિવેચક કાર્તિકેય ભટ્ટે  શોક વ્યક્ત કર્યો હતો. તેમજ કહ્યું હતું કે ગુજરાતી રંગભૂમિનો સુવર્ણકાળ પૂર્ણ થયો છે. અરવિંદ ત્રિવેદી એક આગવા કલાકાર હતા. તેમને અલગ અલગ રોલ ભજવવા મળ્યા છે. અરવિંદ ત્રિવેદી એક દંતકથા છે. તેમને શ્રધ્ધાસુમન અર્પણ કરીએ.

અરવિંદ ત્રિવેદીમૂળ ઈડરના કુકડિયા ગામના વતની અને પૂર્વ સાંસદ અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોથી થઇ હતી. તેમના ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હતા..

અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 ફિલ્મ્સમાં કામ કર્યું છે. ધાર્મિક અને સામાજિક ગુજરાતી ફિલ્મ્સ દ્વારા તેઓને ગુજરાતમાં એક અલગ ઓળખાણ મળી હતી. અરવિંદ ત્રિવેદીએ ‘સંતુરંગીલી’, ‘હોથલ પદમણી’, ‘કુંવર બાઇનું મામેરૂં’, ‘જેસલ-તોરલ’ અને ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ જેવી અનેક સફળ ગુજરાતી ફિલ્મ્સ આપી છે.

અરવિંદ ત્રિવેદીએ ‘પરાયા ધન’, ‘આજ કી તાજા ખબર’ જેવી હિન્દી ફિલ્મ્સમાં પણ અભિનય કર્યો છે.. અભિનય ક્ષેત્રે ગુજરાત સરકારથી લઇને દેશ અને દુનિયાની અનેક સંસ્થાઓ તેમને પુરસ્કારો આપીને સન્માનિત કર્યાં હતા. ‘રામાયણ’નાં આ ખલનાયકે ઘણી ફિલ્મ્સમાં નાયકની પણ ભૂમિકાઓ કરી છે. ગુજરાતી અને હિન્દી ફિલ્મ્સમાં સફળ રહેલાં અરવિંદ ત્રિવેદી અનેક સામાજિક કાર્ય કરનારી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. ‘રામાયણ’નાં આ ખલનાયક રિયલ લાઇફમાં નાયક હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં મોસમનો 95 ટકા વરસાદ વરસ્યો, પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યા હળવી થઈ

આ પણ વાંચો : ગાંધીનગર મનપાના અભિવાદન સમારંભમાં સી. આર. પાટીલે આપ અને કોંગ્રેસ પર કર્યો આ કટાક્ષ

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">