ગુજરાતમાં ગરમીથી નહીં મળે ત્રણ દિવસ રાહત, અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં ગરમી (Heat) હજુ પણ તેનું આકરુ સ્વરૂપ યથાવત રાખશે. ગુજરાતમાં (Gujarat) હાલ ગરમી ઓછી થવાની કોઇ સંભાવના નતી. અમદાવાદમાં આજના દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

ગુજરાતમાં ગરમીથી નહીં મળે ત્રણ દિવસ રાહત, અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ
Weather Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 2:31 PM

રાજ્યમાં ચાલુ સીઝનની સૌથી વધુ ગરમી (Heat) નોંધાઈ છે. ઉનાળાની (Summer 2022) ગરમી લોકો માટે અસહ્ય બની રહી છે. હાલમાં ગરમી તેના પિક અવર્સમાં છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જો કે રાજ્યમાં હજુ પણ ગરમી ઘટવાના કોઈ અણસાર નથી. હવામાન વિભાગે (Meteorological Department) આપેલી માહિતી અનુસાર આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. રાજ્યમાં કાળઝાળ ગરમી સહન કરવા લોકોએ તૈયાર રહેવુ પડશે.

ગુજરાતમાં ગરમી હજુ પણ તેનું આકરુ સ્વરૂપ યથાવત રાખશે. ગુજરાતમાં હાલ ગરમી ઓછી થવાની કોઇ સંભાવના નતી. અમદાવાદમાં આજના દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે આવતીકાલ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે અને બે દિવસ બાદ સમગ્ર રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બે દિવસ બાગ મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રીને પાર જશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું જોર વધશે. હાલ દક્ષિણ તરફથી પવન ફૂંકાતા ગરમીમાં આંશિક રાહત છે. પરંતુ બે દિવસ બાદ રાજ્યમાં ઉત્તર તરફથી પવન ફૂંકાતા તાપમાનનો પારો વધી શકે છે. હાલ રાજ્યમાં વરસાદની કોઈ આગાહી નથી.

ચાલુ વર્ષે ગરમીને લગતા ઇમરજન્સી કેસમાં (Emergency case) પણ વધારો નોંધાયો છે. ગુજરાત (Gujarat) અને અમદાવાદમાં (Ahmedabad)10 થી 15 ટકા કેસમાં વધારો નોધાયો છે. મેં મહિનામાં કેસમાં 20 ટકા વધારો થવાની શકયતા 108 એ વ્યક્ત કરી છે. સૌથી વધુ ઝાડા-ઉલટી અને માથા દુખાવાના કેસ વધ્યા છે. ત્યારે 108 સેવા દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. દર્દીને ઝડપી સુવિધા મળે તે માટે 108 કર્મચારીઓને જરૂરી તાલીમ અને સૂચના અપાઈ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

હીટસ્ટ્રોકથી બચવાના ઉપાય

  • મોઢું અને શરીર ઢંકાય તે રીતે બહાર નીકળવું
  • કામ વગર બહાર ન નીકળવું
  • ખાસ બપોરે 12 થી 5 સુધી બહાર ન નીકળવું
  • બહાર નીકળો તો ઠંડા પીણા સાથે રાખવા કે સેવન કરવું
  • લીંબુ શરબત પીવુ
  • સીધો તાપ શરીર પર ન પડે તે જોવું
  • શરીર પર સીધો તાપ પડે અને શરીરમાં બેચેની લાગે તો થોડી વાર છાયડામાં ઉભા રહેવું કે આરામ કરવો
  • વડીલો, બીમાર વ્યક્તિ કે બાળકોએ બહાર ન નીકળવું
  • અબોલ પશુ પક્ષીઓ માટે પણ જરૂરી સુવિધા ઉભી થાય તેવા પ્રયાસ કરવા જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">