ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ, પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ

ગુજરાત યુનિવર્સિટીમાં NSUIએ કોમર્સમાં પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં NSUIએ આક્ષેપ કર્યો છે કે કોમર્સમાં 8 હજારથી વધારે બેઠકો ખાલી છે.

  • tv9 webdesk33
  • Published On - 18:57 PM, 21 Jan 2021
Gujarat University NSUI demand to give admission to students deprived of admission in Commerce

ગુજરાત યુનિવર્સિટીમાં NSUIએ કોમર્સમાં પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં NSUIએ આક્ષેપ કર્યો છે કે કોમર્સમાં 8 હજારથી વધારે બેઠકો ખાલી છે. તેમજ પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અરજીઓ કરી હોવા છતાં યુનિવર્સિટી પ્રવેશ આપતી નથી.

 

જેમાં હજુ પણ 1,400 વિદ્યાર્થીઓ કોમર્સમાં પ્રવેશ માટે કરી અરજી હતી. જ્યારે બેઠકો ખાલી હોવા છતાં યુનિવર્સિટી નથી આપતી નથી. એનએસયુઆઈએ માંગ કરી છે કે હાલ 26 જાન્યુઆરી એનરોલમેન્ટ માટેની છેલ્લી તારીખ છે, તેથી પ્રવેશ વંચિત લોકોને 26 જાન્યુઆરી પહેલા પ્રવેશ ફાળવવા માટેની માંગ કરી હતી.