ગુજરાતમાં (Gujarat) બીજા દિવસે પણ ઇન્કમટેક્સ વિભાગે(Incometax Raid) AGL (Asian Granito Limited) કંપનીમાં તપાસની કાર્યવાહી ચાલુ રાખી છે. જેમાં ઇન્કમટેક્સ વિભાગને બીજા દિવસે વધુ 5 કરોડની રોકડ મળી આવી છે. જ્યારે ગુરવારે ઇન્કમટેક્સ વિભાગને કાર્યવાહીમાં ફાઈનાન્સર સંકેત શાહ અને રુચિત શાહ અને દિપક શાહને ત્યાંથી 10 કરોડની મળી આવી હતી. આમ બે દિવસની કાર્યવાહીમાં ઇન્કમટેક્સ વિભાગને 15 કરોડની રોકડ મળી છે. તેમજ 12 બેંક લૉકર પણ મળી આવ્યા છે.આજે ઇન્કમટેક્સ વિભાગને સુરતના શેર બ્રોકર ચિરાગ મોઢ (વી.આઈ.પી. રોડ – રતન જ્યોતિ એપાર્ટમેન્ટ) ના ત્યાંથી પણ 4 રોકડની રકમ મળી આવી છે. તેમજ હજુ પણ ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ રકમ અંગેની વિગતો મેળવી રહી છે. તેમજ રોકડ રકમ માટેના વ્યવહારો અંગેની માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે.
જેમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 40 સ્થળોએ ઇન્કમ ટેક્સની કાર્યવાહી યથાવત છે. જેમાં સેજલ શાહના ઘરે અને ઓફિસ બંને સ્થળોએ સર્ચની કાર્યવાહી યથાવત છે. ઇન્કમટેક્સ વિભાગે શિવરંજીની ક્રોસિંગ વિશ્વેશ્વર મહાદેવ રોડ પરના નિવાસસ્થાને કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ડેટા એનાલિસિસ અને ડોક્યુમેન્ટ્સના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકર્સની તપાસ પણ આવનારા દિવસોમાં શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રેડના પ્રથમ દિવસે સર્ચમાં IT વિભાગને કુલ 10 કરોડ રૂપિયા રોકડા તેમજ 12 લોકરો મળી આવ્યા હતા. આ ઉપરાંત રોકડના બદલે ફાઇનાન્સરો પાસેથી બેન્કમાં કરાવેલી નાણાની એન્ટ્રી મળી આવી છે.આ તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો મળી આવે તેવી આશંકા છે. અમદાવાદ ઉપરાંત મોરબી, હિંમતનગર, સુરત ઓફિસ પર પણ તપાસ ચાલુ છે.
એશિયન સિરામીક્સ ગ્રુપ અને ખાનગી ફાયનાન્સ પેઢીમાં ઈન્કમટેક્સ ના ગુરવારે વહેલી સવારથી દરોડા પાડયા છે. હિંમતનગરમાં ગ્રુપના ડીરેક્ટરોના બંગ્લોઝ, ઓફીસો, ફેક્ટરીઓ અને શોરુમમાં વહેલી સવાર થી સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે. ખાનગી ફાયનાન્સ સિમંધર નામની પેઢી અમદાવાદ, મહેસાણા અને હિંમતનગરમાં ઓફીસો ધરાવે છે. જે પેઢી અને તેમના સંચાલકોને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
ખાસ કરીને એશિયન ગ્રુપમાં મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. એશિયન ગ્રુપના ડીરેક્ટરોના બંગ્લોઝ ખાતે પણ મોટા પ્રમાણમાં અધિકારીઓ ગુરુવારે વહેલી સવારે આવી પહોંચ્યા હતા. આ સાથે જ પ્રાંતિજ નજીક આવેલ દલપુર અને કાટવાડ સિરામીક્સ ઝોનની ફેક્ટરીઓમાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિરામીક્સ જોન અને શહેરના ખાનગી ફાયનાન્સ પેઢીઓમાં આઇટીની કાર્યવાહી ના સમાચાર જાણીને ફફડાટ વ્યાપી ગયો હતો