ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકો ઠુંઠવાયા

રાજ્યભરમાં ઠંડીનો જોરદાર ચમકારો યથાવત્ જોવા મળી રહ્યો છે. ગુજરાતના 10 શહેરોમાં 13 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં તાપમાનનો પારો 14.5 ડિગ્રી પર આવ્યો છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકો ઠૂંઠવાયા છે.

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકો ઠુંઠવાયા
| Edited By: | Updated on: Jan 04, 2024 | 8:45 AM

જાન્યુઆરી મહિનાની શરુઆત થતા હવે શિયાળો પણ બરાબર જામ્યો છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.ગુજરાતના 10 શહેરોમાં 13 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે, હજુ પણ પાંચ દિવસ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે.

નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર

રાજ્યભરમાં ઠંડીનો જોરદાર ચમકારો યથાવત્ જોવા મળી રહ્યો છે. ગુજરાતના 10 શહેરોમાં 13 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. 8.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકો ઠૂંઠવાયા છે. અમદાવાદમાં તાપમાનનો પારો 14.5 ડિગ્રી પર આવ્યો છે. તો ગાંધીનગરમાં 13 ડિગ્રી, ડીસામાં 11.3 ડિગ્રી, અમરેલીમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજકોટમાં 11.5, પોરબંદરમાં 11.2, કેશોદમાં 11, સુરેન્દ્રનગરમાં 12.4 ડિગ્રી ઠંડી નોંધાઇ છે.

પાંચ દિવસ સુધી કાતિલ ઠંડી પડવાની આગાહી

રાજ્યમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગે પાંચ દિવસ સુધી કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ છે.આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં તાપમાન ઊંચું નોંધાયું હતું. ગુજરાતમાં આ વર્ષે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડી નથી પડી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી ઓછી પડી.

લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા બુલેટિનમાં જાન્યુઆરી, 2024 દરમિયાન તાપમાનની સંભવિત આગાહી આપતાં કહેવામાં આવ્યું હતું કે દેશના ઘણા ભાગોમાં માસિક લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. ઉત્તર ભારતના કેટલાક ભાગોને બાદ કરતાં, આ સ્થળોએ લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચું રહેવાની શક્યતા છે.

પરેશ ગોસ્વામીની આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જાન્યુઆરી મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદ થવાની સંભાવના છે. આ સાથે તેમણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું નહીં પડે.

આ પણ વાંચો-ભરૂચ: ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ લોકો માટે ખતરો બની રહ્યું છે! હેઝાર્ડ વેસ્ટ કેમીકલ નદી નાળામાં ઠાલવી દેવાનું ત્રીજું કૌભાંડ ઝડપાયું

એક લો પ્રેસર અરબી સમુદ્રમાં તૈયાર થઇ રહ્યું છે આ લો પ્રેશર ધીમે ધીમે આગળ વધશે તેની સાથે 6 કે 7 જાન્યુઆરી આસપાસ ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારો પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થવાનું છે. દક્ષિણ ભારત તરફથી વરસાદની સિસ્ટમ છે જે અરબી સમુદ્રના માર્ગે ઉત્તર અને ઉત્તર પૂર્વના માર્ગે આગળ વધવાની છે. આ બંનેના સંયોગને કારણે 8થી 11 જાન્યુઆરીની વચ્ચે ગુજરાત પર એક સિયર ઝોન સર્જાશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ માવઠા થાય તેવી શક્યતા છે.