Gujarat Election 2022: વિધાનસભા ચૂંટણીના પગલે પોલીસે એક દિવસમાં 50 અસામાજિક તત્વોને પકડ્યા

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અસામાજિક તત્વો પર નિયંત્રણ લાવવા શહેર પોલીસે શરૂ કરી છે. જેમાં ગુનેગાર વિરુદ્ધ પાસા અને તડીપારની કાર્યવાહી કરાઈ છે. જેમાં પોલીસે એક જ દિવસમાં 50થી વધુ અસામાજિક તત્વોને પકડ્યા છે. પોલીસે પકડેલા આ આરોપીઓ અમદાવાદ શહેરના કુખ્યાત ગુનેગારો છે

Gujarat Election 2022: વિધાનસભા ચૂંટણીના પગલે પોલીસે એક દિવસમાં 50 અસામાજિક તત્વોને પકડ્યા
Ahmedabad Police Arrest Accused
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Nov 17, 2022 | 4:28 PM

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અસામાજિક તત્વો પર નિયંત્રણ લાવવા શહેર પોલીસે શરૂ કરી છે. જેમાં ગુનેગાર વિરુદ્ધ પાસા અને તડીપારની કાર્યવાહી કરાઈ છે. જેમાં પોલીસે એક જ દિવસમાં 50થી વધુ અસામાજિક તત્વોને પકડ્યા છે. પોલીસે પકડેલા આ આરોપીઓ અમદાવાદ શહેરના કુખ્યાત ગુનેગારો છે.તેઓ ગુના કરવાની કુટેવથી પોલીસે તડીપાર કરવામાં આવ્યા હતા છતાં પણ બિન્દાસ વિસ્તારમાં ફરી રહ્યા હતા જેને લઈ શહેર પોલીસે તડીપાર ડ્રાઈવની ઝુંબેશ હાથ ધરી.જેમાં શહેરમાં એક રાત્રીમાં 50 થી વધુ ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. આ પકડાયેલા આરોપીઓ મારમારી, હત્યા,હત્યાના પ્રયાસ ,ઘરફોડ ચોરી,લૂંટ સહિતના ગંભીર ગુનામાં 3 થી વધુ ગુના આચર્યા હોય તેવા વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરવામાં આવ્યું છે.

આ શહેરના ઝોન 6 ડીસીપીના વિસ્તારમાં આચાર સહિતા લાગુ થયા પછી 33 જેટલા તડીપાર આરોપીઓની ધરપકડ કરી છે.ત્યારે કે ડિવિઝન એસીપી મિલાપ પટેલ કહ્યું કે એક જ રાત્રે તડીપાર ઝુંબેશમાં 13 જેટલા ગુનેગારો પકડી કાર્યવાહી કરી છે.

શહેર પોલીસે તડીપાર અને પાસા ઝુંબેશ હેઠળ જુદી જુદી ટિમો બનાવી તપાસ શરૂ કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પાંચ ડિસેમ્બર રોજ યોજવાની છે ત્યારે અમદાવાદ શહેરને ગુનેગાર મુક્ત કરવા માટે શહેર પોલીસે તડીપાર અને પાસા ઝુંબેશ હેઠળ જુદી જુદી ટિમો બનાવી તપાસ શરૂ કરી છે..જેમાં કુખ્યાત બુટલેગરો અને ગુનેગારો પર સતત મોંનટરિંગ કરી રહી છે..આવા જ ગુનેગારો તડીપાર કર્યા છે છતાં શહેરમાં ફરતા જોવા મળ્યા તેઓ વિરુદ્ધ તડીપારનો વધુ એક ગુનો નોંધીને આરોપીને 3 જિલ્લાઓની બહાર તડીપાર કરવામાં આવ્યા છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

શહેરમાં શાંતિ સલામતી માટે ગુનેગાર મુક્ત શહેર રાખવાનું પોલીસે ઝુંબેશ હાથ ધર્યું..

આ શહેરના પીસીબી પીઆઇ તરલ ભટ્ટનું કહેવું છે કે અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષમાં 974 ગુનેગારોને પાસા અને 104થી વધુ ગુનેગારો તડીપાર કરવામાં આવ્યા છે.જોકે પોલીસનું ઝુંબેશ જોતા આ આંકડો ચૂંટણી પહેલા ઘણો વધી શકે એમ છે. જેમાં પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સાચવા ફૂટ પેટ્રોલિંગ અને સતત ચેકિંગ તો કરી રહ્યા છે..પરતું હવે શહેરમાં શાંતિ સલામતી માટે ગુનેગાર મુક્ત શહેર રાખવાનું પોલીસે ઝુંબેશ હાથ ધર્યું..

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">