
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ અને ફરીદાબાદથી વિસ્ફોટકોની જપ્તી સાથે અલ- ફલાહ યુનિવર્સિટીમાંથી અનેક ડૉક્ટરના આતંકી કનેક્શન સામે આવ્યા બાદ ગુજરાત પોલીસે મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાય એ રાષ્ટ્ર વિરોધી તત્વોની તપાસનો આદેશ આપ્યો છે. સહાયે ગુજરાતની તમામ પોલીસને છેલ્લા 30 વર્ષમાં જેટલા પણ રાષ્ટ્ર વિરોધી ગતિવિધિના કેસ સામે આવ્યા હોય તેનો ડેટા આપવાનો આદેશ કર્યો છે. સહાયે પોલીસને આ ડેટા તપાસીને સબમિટ કરવા માટે 100 કલાકનો સમય આપ્યો છે.
ડીજીપી વિકાસ સહાયનું કહેવુ છે કે આ આદેશ ગુજરાત એટીએસ દ્વારા સંદિગ્ધ આંતકીઓને પકડવા અને ત્યારબાદ ફરીદાબાદમાં વિસ્ફોટકો મળવાની ઘટના બાદ દિલ્હી બ્લાસ્ટને ધ્યાને રાખીને લેવાયો છે. ડીજીપીએ તેમના આદેશમાં કહ્યુ છે કે પોલીસ તેમના રિપોર્ટમાં એ ચકાસીને જણાવે છે અગાઉ દેશવિરોધી ગતિવિધિઓમાં નામજોગ સામે આવેલા વ્યક્તિઓ હાલ શું કરી રહ્યા છે.
ગુજરાત પોલીસ તરફથી એક્સ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમા ડીજીપી વિકાસ સહાયે તેમના આદેશ વિશે જણાવી રહ્યા છે. જેમા કહેવાયુ છે, “ગુજરાત પોલીસે છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર-વિરોધી ગતિવિધિઓમાં સામેલ તમામ આરોપીઓની સઘન તપાસ શરૂ કરૂ દીધી છે. પોલીસ ચોકીઓને નિર્દેશ જારી કરી દેવાયા છે કે આ તપાસ આગામી 100 કલાકની અંદર પુરી કરી લેવામાં આવે. ગુજરાત પોલીસ દેશ-વિરોધી તત્વોથી દેશની સુરક્ષા માટે સદૈવ સતર્ક છે.”
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે-ત્રણ વર્ષમાં ગુજરાત પોલીસે ISIS અને ISKP સાથે જોડાયેલા મોડ્યુલમાં અનેક આતંકીઓને દબોચ્યા છે. દિલ્હી બ્લાસ્ટ પહેલા ગુજરાત ATS એ ચીનથી શિક્ષણ લેનારા હૈદરાબાદના ડૉક્ટર સહિત ત્રણ આતંકીને અરેસ્ટ કર્યા હતા. જેમા સામે આવ્યુ હતુ કે આ ડૉક્ટરો દેશમાં રાસાયણિક હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. જેના માટે તેઓ એરંડાના બીજમાંથી રાઈસીન નામનું ઝેર બનાવી રહ્યા હતા. પોલીસે તેમના હૈદરાબાદ સ્થિત ઘરમાંથી રાઈસીન ઝેર બનાવવનો શસ્ત્ર સરંજામ પણ જપ્ત કર્યો છે.
Published On - 7:48 pm, Tue, 18 November 25