GUJARAT : રાજ્યમાં કોરોનાની લેટેસ્ટ માહિતી સાથે જાણો મહત્વના અન્ય સમાચાર, માત્ર એક ક્લિકમાં

Gujarat Corona Update : કોરોના રસીકરણ અભિયાનમાં આજે 27 નવેમ્બરે રાજ્યમાં કુલ 4,19,326 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

GUJARAT : રાજ્યમાં કોરોનાની લેટેસ્ટ માહિતી સાથે જાણો મહત્વના અન્ય સમાચાર, માત્ર એક ક્લિકમાં
Gujarat Corona Update 27 November And Other important news of state
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 9:08 PM

AHMEDABAD : રાજ્યમાં આજે 27 નવેમ્બરે કોરોના વાયરસના નાવ 28 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા8,27,381 (8 લાખ 27 હજાર 381) થઇ છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી, જેના કારણે કુલ મૃત્યુઅંક 10,092 પર સ્થિર છે.

રાજ્યમાં આજે 27 નવેમ્બરે કોરોનાથી મુક્ત થઇને સાજા થયેલા 45 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 28 દર્દીઓને રજા અપાઈ છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,16,999( 8 લાખ 16 હજાર 999 ) દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આજે એક્ટીવ કેસની સંખ્યા ઘટીને 291 થઇ છે તેમજ રીકવરી રેટ 98.74 ટકા છે.

રસીકરણની વાત કરીએ તો કોરોના રસીકરણ અભિયાનમાં આજે 27 નવેમ્બરે રાજ્યમાં કુલ 4,19,326 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,98,80,255 (7 કરોડ 98 લાખ 80 હજાર 255) ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

રાજ્યના અન્ય મહત્વના સમાચાર જોઈએ તો

1.વર્લ્ડ બેન્ક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્કની ઈન્ટરનેશનલ ટીમ સાથે CM ભુપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ બેઠક

Mission School of Excellence : આગામી 5 થી 6 વર્ષમાં આ મિશન સ્કુલ ઓફ એક્સલન્સ દ્વારા રાજ્યના એક કરોડ જેટલા વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે.

2.વડોદરા દુષ્કર્મ અને આપઘાત કેસ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

આ બેઠકમાં SITના અધિકારીઓ તેમજ DGP સહિતનાઓ હાજર રહ્યા હતા.પોલીસ દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ટીમે કેસનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો.

3.ચાલુ બસમાં સુરતની 15 વર્ષની કિશોરી પર બળાત્કાર, આરોપીની POCSO એક્ટ હેઠળ ધરપકડ

સુરતમાં ગત દિવસોમાં બળાત્કારની એક કરતા વધુ ઘટનાઓ સામે આવી છે, પણ હવે બળાત્કારીઓની ખેર નથી. સુરતની કોર્ટમાં છેલ્લા એક મહિનામાં જ બળાત્કારના પાંચ જેટલા કેસોમાં આરોપીઓને સજા કરીને દાખલો બેસાડવાનું કામ કર્યું છે.

4.વાયબ્રન્ટ સમિટ સ્થગિત કરવા કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ માગ, કોરોનાના નવા વેરિઅન્ટ બાબતે ચિંતા વ્યક્ત કરી

આફ્રિકી દેશોમાં નવા વેરિઅન્ટનું સંક્રમણ ગુજરાત રાજ્યમાં ન ફેલાઈ અને રાજ્યની પ્રજા સુરક્ષિત રહે તે માટે અર્જુન મોઢવાડિયાએ રજૂઆત કરી છે. વધુમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ભાજપ સરકાર ફરી કોરોના ફેલાવવાનું કામ ન કરે અને પ્રજાની ચિંતા કરે.

5.જીગ્નેશ મેવાણીને વધુ મહત્વ આપતા વડગામના પૂર્વ કોંગી MLA મણિલાલ વાઘેલા નારાજ, ધરી દીધું રાજીનામું

Manilal Vaghela : 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મણિલાલ વાઘેલાએ વડગામ વિધાનસભા(SC) બેઠક પર સૌથી વધુ 90,375 મત મેળવી વિજય મેળવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેમજ સીટીંગ MLA ફકીરભાઈ વાઘેલાને હરાવ્યાં હતાં.

6.કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ અમૂલ ફેડરેશનના નવા મિલ્ક પાઉડર-પોલિ ફિલ્મ પ્લાન્ટ્સનું ઉદઘાટન કરશે

અમૂલફેડ ડેરીમાં નવી રોબોટિક હાઇટેક વેરહાઉસિંગ સુવિધાનું ઉદઘાટન પણ કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવશે જેને રૂ. 23 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે, જે ડેરીને લાંબાગાળા સુધી બગડે નહીં તેવા 50 લાખ લિટર દૂધને કાર્ટન પેકેજિંગમાં ખૂબ મોટા જથ્થામાં સંગ્રહિત કરવા સક્ષમ બનાવે છે.

7.મુકેશ અંબાણીએ જામનગર ઓફીસ માટે મહાકાય વૃક્ષો મંગાવ્યા, વિડીયોમાં જુઓ કેવા દેખાય છે આ વૃક્ષો

Mukesh Ambaniએ કાડિયામ સ્થિત ગૌતમી નર્સરીને બે ઓલિવ વૃક્ષોનો ઓર્ડર આપ્યો હતો. નર્સરીએ બંને ઓલિવના વૃક્ષો સ્પેનથી આયાત કર્યા હતા.

8.Gandhinagar : શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, ધોરણ 9થી 12ની પરીક્ષા પેપરની પદ્ધતિમાં ફેરફાર

રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ 9 થી 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે.

9.ભાજપે 2022 વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના શ્રીગણેશ કર્યા, અમદાવાદમાં ભાજપની શહેર કારોબારી બેઠક મળી

ગુજરાતની તમામ 182 બેઠકો જીતવાનો ભાજપે સંકલ્પ કર્યો છે.ત્યારે અમદાવાદ જેવા મહાનગરોમાં એક પણ બેઠકનું નુકસાન ન થાય તે માટે ભાજપે કવાયત હાથ ધરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">