ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નદી ઉત્સવનું અમદાવાદ ખાતે સમાપન કરાવ્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નદી ઉત્સવનું અમદાવાદ ખાતે સમાપન કરાવ્યું
Gujarat CM Present Nadi Festival Ceremony Ahmedabad

અમદાવાદની સાબરમતી કિનારે નદી પૂજા–ઘાટ આરતી–રીવર મશાલ દીપોત્સવનાં પગલે સમગ્ર વિસ્તારમાં નયનરમ્ય દ્રશ્યો યોજાયા હતા.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Dec 30, 2021 | 9:50 PM

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણતાના અવસરે દેશભરમાં ઉજવાઈ રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના(Azadi Ka Amrit Mahotsav)  ભાગરૂપે દેશની પ્રગતિ અને પ્રકૃત્તિમાં મહત્વનું યોગદાન આપતી નદીઓનું ગૌરવગાન અને સન્માન કરવાના હેતુથી ગુજરાતમાં(Gujarat) યોજાયેલા “નદી ઉત્સવ” નું(Nadi Utsav)  અમદાવાદના(Ahmedabad)  સાબરમતી (Sabarmati) તટે આસ્થામય રીતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમાપન થયું હતું

લોકમાતા નદીઓની શુદ્ધતા જળવાયએ  સૌની નૈતિક ફરજ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણી સનાતન સંસ્કૃતિમાં પવિત્ર નદીઓમાં સ્નાનનો મહિમા મંડિત થયેલો છે. સૌને પીવાનું પાણી પુરો પાડતો કુદરતી સ્ત્રોત એટલે આપણી લોકમાતા સમાન નદીઓ. માનવ જીવનને પોષતી અને વિકાસની ભાગ્ય રેખા સમી લોકમાતા નદીઓની શુદ્ધતા જળવાય તેમાં ગંદકી ન થાય, તે આપણી સૌની નૈતિક જવાબદારી ઉપરાંત નાગરિક ફરજ છે

નદી ઉત્સવથી નદી શુદ્ધ કરવાનો જનસહયોગ શ્રમયજ્ઞ આપણે સુપેરે કરી બતાવ્યો છે. ‘નદી ઉત્સવ’ના કાર્યો આવનારા લાંબા સમય સુધી ગુજરાતની જનતાને નદી અને પર્યાવરણની રક્ષા અને સ્વચ્છતાના સંદેશા આપતા રહેશે એટલું જ નહિ પરંતુ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની નેમ પણ પાર પાડશે એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતમાં સુશાસન સપ્તાહનો આરંભ કર્યો

અમદાવાદની સાબરમતી કિનારે નદી પૂજા–ઘાટ આરતી–રીવર મશાલ દીપોત્સવનાં પગલે સમગ્ર વિસ્તારમાં નયનરમ્ય દ્રશ્યો યોજાયા હતા. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતરત્ન પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી બાજપેયીજીની જન્મજયંતિ રપમી ડિસેમ્બરથી ગુજરાતમાં સુશાસન સપ્તાહનો આપણે આરંભ કર્યો છે.

નાગરિકને માળખાકીય સુવિધાઓ મળે તેવી શાસન વ્યવસ્થા ઉપલબ્ધ કરવાનો ધ્યેય સાકાર કર્યો છે. આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં તો ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી અને નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાનનો મહિમા મંડિત થયેલો છે. દરેક શુભ કાર્યમાં ભારત વર્ષની આ મુખ્ય નદીઓને યાદ કરી અંજલી-તર્પણ કરવાનો આપણે ત્યાં રિવાજ અને પરંપરા છે.

કુદરતી સ્ત્રોત સમાન આપણી નદીઓ રાજ્યની હસ્તરેખા

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે પર્યાવરણ રક્ષા, કલીન-ગ્રીન એન્વાયરમેન્ટ, શુદ્ધ જળ માટે નદીઓની સુરક્ષા અને જળભંડારો સમૃદ્ધ કરવા જેવા સમયાનુકુલ કાર્યોને પણ રાજ્ય સરકારે મહત્વ આપ્યું છે. લોકોની પાયાની જરૂરિયાત એવા પીવાનું પાણી પુરા પાડતા કુદરતી સ્ત્રોત સમાન આપણી નદીઓ રાજ્યની હસ્તરેખા એટલે કે ભાગ્ય વિધાતા છે, તેમ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે ત્યારે નદીઓની શુદ્ધતા જળવાય તેમાં ગંદકી ન થાય તે આપણી સૌની નૈતિક જવાબદારીની સાથે નાગરિક ફરજ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

નદીઓ જીવનદાત્રી છે તેનું જતન સંવર્ધન આપણી સૌની જવાબદારી

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે દરેક શુભ કાર્યમાં નદીઓને અંજલી-તર્પણ કરવાની પરંપરા આજે પણ જળવાઈ છે. આપણા રાજ્યમાં નદીઓથી જળ સંપન્ન બનેલા વિસ્તારોના પગલે રાજ્યોનું જનજીવન ધબકતું રહ્યું છે એટલું જ નહિ પરંતુ રાજ્યના વિકાસને પણ અગ્રેસર રાખ્યો છે. પીવાના પાણી ઉપરાંત સિંચાઇ-ખેતીવાડી, ઉદ્યોગ, વીજ ઉત્પાદન વગેરે બહુવિધ મલ્ટીપલ સેક્ટર માટે પણ નદીઓ જીવનદાત્રી છે ત્યારે તેનું જતન સંવર્ધન આપણી સૌની જવાબદારી છે.

સાબરમતી નદીને રિવરફ્રન્ટના નિર્માણ દ્વારા નવો નિખાર આપ્યો

નદી ઉત્સવના માધ્યમથી નદીની સ્વચ્છતા અને શુદ્ધતાના અભિયાનને મુખ્યમંત્રી શ્રી એ બિરદાવતા કહ્યું હતું કે આજે આપણે સાબરમતી નદીના તટે આ નદી ઉત્સવની પુર્ણાહૂતિ ભલે કરીએ પણ નદીને શુદ્ધ પવિત્ર રાખવાના આપણા સંકલ્પ યથાવત રહેવાના છે. સાબરમતી નદીને રિવરફ્રન્ટના નિર્માણ દ્વારા નવો નિખાર આપ્યો છે.

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે આશીવર્ચન આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતગર્ત નદી મહોત્સવનું આ આયોજન ગૌરવપૂર્ણ છે. નદીઓ તળાવોના જતન સાથે પ્રકૃતિના સૌદર્યનું પણ જતન કરવું તે સમયની માંગ છે. આવી આરતી સમય પર્યત ચાલુ રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : Vibrant Gujarat Summit 2022 : કોરોનાની વકરતી સ્થિતિ વચ્ચે સરકાર સમિટ યોજવા અડગ

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, નવા 573 કેસ નોંધાયા બે વ્યક્તિના મોત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati